________________
(૫) અક્રમ વિજ્ઞાનની રીતિ
બાકી સદ્ધર્મને તો જગત ‘ટચ’ નથી થયું કોઈ દહાડોય, એક આંકડોય સદ્ધર્મનો સમજ્યા નથી. આ જે બને છે એ જ કરેક્ટ છે.
૧૦૧
એ તો કહે છે, ‘મારું માનતા નથી' અરે, શાનો માને ? કોઈ કોઈનું માનતો હશે ? પેલો કરીને આવેલો હોય, તમે કરીને આવેલા હો. તમે આમ બોલો, તે પેલો એ પ્રમાણે કરે. આ તો હું કહું છુંને ને પેલો માને છે, એવું એડજસ્ટ થાય છે. બાકી ખરેખર તેય મારું માનતો નથી, કોઈ દહાડોય. આ તો થઈ ગયેલી વસ્તુ છે. આ તો નાટકમાં થઈ ગયેલી છે. એ રિહર્સલ થઈ ગયેલું છે એમાં, તેથી અમે ‘વ્યવસ્થિત’ કહીએ છીએને ! એનું શું કારણ ? થઈ ગયેલું છે. એને શું જુઓ છો ? જે થઈ ગયેલું છે, એને ‘વ્યવસ્થિત' કહીએ છીએ.
એ તો સમજવાનું છે એમાં લોકો ધર્મ-ધર્મ બોલ્યા કરે છે. બધાય સારા માણસો, એ મોટા માણસો છે, એમાં આપણે ના કહેવાય નહીં. પણ ધર્મ કોને કહો છો ? સધર્મ કોને કહો છો ? આ તો બધાયે ગાયું જ છે, આનું આ જ ગાયા કરે છે ને, કોઈએ નવું ગાયું ? કંઈ ફાયદો-બાયદો ના થવો જોઈએ ? કંઈ ફેરફાર ના થવો જોઈએ ? આ તો કરીને આવ્યા છે. દળેલું દળ દળ કરે છે ને વચ્ચે લોટ ઊડાડી મેલે છે !!!
કારણ કે માણસ કરી શકે એમ નથી. માણસનો સ્વભાવ કશું કરી શકે નહીં. કરનાર પરસત્તા છે. આ જીવો માત્ર જાણનાર જ છે. એટલે તમારે જાણ્યા કરવાનું અને તમારું આ જાણશો એટલે જે ખોટા પર જે શ્રદ્ધા બેઠી હતી તે ઊડી જશે. અને તમારા અભિપ્રાયમાં ફેરફાર થશે. શું ફેરફાર થશે ? ‘જૂઠું બોલવું એ સારું છે’, એ અભિપ્રાય ઊડી જશે. એ અભિપ્રાય ઊડ્યો એના જેવો કોઈ પુરુષાર્થ નથી. આ દુનિયામાં આ વાત ઝીણી છે, પણ બહુ બહુ વિચાર માગી લે.
પ્રશ્નકર્તા ઃ ના, પણ આખી વાત લોજીકલ છે.
દાદાશ્રી : હા, લોજીકલ છે આ. બહુ વિચારવા જેવું છે અને આપણા લોક પછી શું કહે છે ? જાણીએ છીએ ખરું પણ કંઈ થતું
૧૦૨
પ્રતિક્રમણ
નથી. થતું નથી એટલે શું થાય એનું ? એણે શું કહ્યું ? પ્રશ્નકર્તા : કંઈ થતું નથી.
દાદાશ્રી : આ જે કંઈ થતું નથી' એ મોટામાં મોટી જોખમદારી છે. શી જોખમદારી ? ત્યારે કહે, ભ્રાંતિમાંય પણ અંદર આત્મા હોવાથી જેવું બોલે તેવું થઈ જાય, જેવું ચિંતવે તેવો થઈ જાય. એટલે ‘કંઈ થતું નથી, કંઈ થતું નથી.' એટલે કાં તો જાનવરનો અવતાર, કાં તો પથ્થરનો અવતાર આવે, જે કંઈ ન કરી શકે એવો. એટલે ખબર નથી આ જવાબદારીઓ. ‘કાંઈ નથી થતું' એવું લોકો કહે છે તે સાંભળવામાં આવેલું ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એ ના બોલાય એવું. ‘કંઈ થતું નથી’ એવું નહીં. કરવાનું જ નથી બા. સંડાસ જવાનુંય પરસત્તાના હાથમાં છે તો કરવાનું તમારા હાથમાં શી રીતે હોઈ શકે ? કોઈ માણસ એવો જન્મ્યો નથી કે જેના હાથમાં સહેજ પણ કરવાની સત્તા હોય. તમારે જાણવાનું છે અને નિશ્ચય કરવાનો છે. એટલું જ કરવાનું છે તમારે. આ વાત સમજાય તો કામ નીકળી જશે. હજુ એટલી બધી સહેલી નથી સમજાય એવી.
તમને આમાં સમજાય ? કશું કરવા કરતાં જાણવું સારું ? કરવું તરત બની શકે છે ?
પ્રશ્નકર્તા : આપ કહો છો એ સમજાઈ ગયું. વાત બરાબર છે પણ આમ કરવું એ સમજ્યા પછી પણ કરવાનું તો રહે જ ને ? જેમ કરવાની સત્તા નથી તેમ જાણવાની પણ સત્તા તો નથી જ ને ?
દાદાશ્રી : ના, જાણવાની સત્તા છે. કરવાની સત્તા નથી. આ બહુ ઝીણી વાત છે. આ આટલી જો વાત સમજણ પડે તો બહુ થઈ ગયું. બદલો અભિપ્રાયને
એક છોકરો ચોર થઈ ગયો છે. એ ચોરી કરે છે. લાગ આવે