________________
૯૬
પ્રતિક્રમણ
જ નથી. આપણા પુસ્તકમાં કોઈ જગ્યાએ “આમ કરો” એવું ના લખેલું હોય.
(૫) અક્રમ વિજ્ઞાનની રીતિ
૯૫ પ્રશ્નકર્તા : આ પ્રતિક્રમણથી તો આખો ભાવ બદલાઈ જાય.
દાદાશ્રી : ભાવ જ બદલાઈ જાય. આખો રોડ જ બદલાઈ જાય. અને મારી-ઠોકીને છોકરાં સુધારશો તો એમાં કશું વળે નહીં. એ ઊંધો જ રસ્તો છે.
પ્રશ્નકર્તા : હવે અણસમજુ માણસો છે એ એવી દલીલ કરે છે કે દાદા તો એમ કહે છે કે તું ચોરી કરજે.
- દાદાશ્રી : હા, એવી દલીલ કરે. એને સમજણ પડે નહીંને ! એને જ્યારે સમજાય ત્યારે આ કામ લાગે. એને ના સમજાય ત્યારે એ શું કરે ? કારણ કે આ સમજવું બહુ મુશ્કેલ વસ્તુ છે. આ સમજવું એ તો બહુ તીક્ષ્ણ બુદ્ધિ હોય તો સમજાય.
પ્રશ્નકર્તા : તમે ચોરને એમ કહો છો કે ચોરી કરજે પણ આટલું રાખજે કે આ ખોટું કરું છું. મનમાં એનો પસ્તાવો રાખજે, પ્રતિક્રમણ કરજે. એ એટલું બધું કામ કરે છે !
દાદાશ્રી : એ જબરજસ્ત કામ કરે. પ્રશ્નકર્તા : તે છેવટે એમ થાય કે હવે મારે આ નથી કરવું.
દાદાશ્રી : આ ગમે તે શિક્ષા-દંડ એ બધું કામ નથી કરતું. પણ આ એક એવું છે, અક્રમ વિજ્ઞાનની રીત એ બહુ જુદી જાતની છે.
વર્લ્ડના તમામ “રિલેટિવ' ધર્મો દેહાધ્યાસી તેથી અમે કહીએ છીએ ને કે જગતના તમામ ધર્મો, બધાય દેહાધ્યાસી માર્ગ છે. દેહાધ્યાસ વધારનાર અને આપણો દેહાધ્યાસ રહિત માર્ગ છે. બધા ધર્મો કહે છે કે “તમે તપના કર્તા છો, ત્યાગના કર્તા છો. તમે જ ત્યાગ કરો છો, તમે ત્યાગ કરતા નથી.’ ‘કરતા નથી” કહેવું એય કરે છે, કહ્યા બરાબર છે. એમ કર્તાપણું સ્વીકારે છે અને કહેશે, મારે ત્યાગ થતો નથી એય કર્તાપણું છે. હા. અને કર્તાપણું સ્વીકારે છે એ બધો દેહાધ્યાસી માર્ગ છે. આપણે કર્તાપણું સ્વીકારતા
આ તો કોઈ સામા થતા નથી, સામા થાય તો આપણને એના હિસાબ જડે કે ભઈ, આ વર્લ્ડમાં કોઈ માણસ સંડાસ જવાની શક્તિ ધરાવતો નથી. કોઈ સામો થાય, તો આપણે એને સમજણ પાડીએ કે ‘કેવી રીતે આમ છે.” આ વગર કામના એની પાછળ શું કામ પડ્યા છો ?” તે આ હું કરું, આમ તપ કરું, આ ત્યાગ કરું એટલે લોકોને ઊંધે રસ્તે ચઢાવો છો. હું ત્યાગ કરું ને તમે ત્યાગ કરી ને બટાકા છોડો. અરે, શું કરવા વગર કામના લોકોની પાછળ પડ્યા છો. એટલે કરવાનું રહી ગયું અને ના કરવાનું કરાવડાવે છે. ના કરવાનું થતું નથી પાછું. થાય પણ નહીં અને વગર કામનો મહીં વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી (શક્તિ ને સમયનો વ્યય). કરવાનું શું છે એ જુદી વસ્તુ કરવાની છે. જે કરવાનું છે એ તો તમારે શક્તિ માગવાની છે. અને પહેલાં જે શક્તિ માગેલી છે તે અત્યારે થઈ રહ્યું છે.
પ્રશ્નકર્તા : પહેલાંનું તો ઈફેક્ટમાં જ આવેલું છે.
દાદાશ્રી : હા, ઈફેક્ટમાં આવ્યું. એટલે કૉઝિઝ રૂપે તમારે શક્તિ માગવાની છે. અમે પેલી નવ કલમો જેમ શક્તિ માગવાની કહી છે, એ માંગીએ તો બધું આખું શાસ્ત્ર આવી જાય એમાં. એટલું જ કરવાનું. દુનિયામાં કરવાનું કેટલું ? આટલું જ. શક્તિ માગવાની, કર્તાભાવે કરવું હોય તો.
પ્રશ્નકર્તા : તો શક્તિ માગવાની વાત.
દાદાશ્રી : હા, કારણ કે બધા કંઈ મોક્ષે ઓછા જાય છે ? પણ કર્તાભાવે કરવું હોય તો આટલું કરો. શક્તિ માગો. શક્તિ માંગવાનું કર્તાભાવે કરો, એમ કહીએ છીએ.
પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન ન લીધું હોય એના માટેની આ વાત