________________
(૫) અક્રમ વિજ્ઞાનની રીતિ
પ્રતિક્રમણ
ન મીટે દર્દ બિત વા એટલે કોઈ અમને કહે, ‘મેં તો ચોરીનો ધંધો માંડ્યો છે તો હવે હું શું કરું?” ત્યારે હું એને કહ્યું કે, ‘તું કરજે, મને વાંધો નથી. પણ એની જવાબદારી આવી આવે છે. તને જો એ જોખમદારી સહન થાય તો તું ચોરી કરજે. અમને વાંધો નથી.” તો એ કહે કે, “સાહેબ એમાં તમે શું ઉપકાર કર્યો ? જવાબદારી તો મારે આવવાની જ છે.' ત્યારે હું કહું કે મારા ઉપકાર તરીકે હું તને કહી દઉં કે તું ‘દાદા'ના નામનું પ્રતિક્રમણ કરજે કે મહાવીર ભગવાનના નામનું પ્રતિક્રમણ કરજે કે ‘હે ભગવાન, મારે આ ધંધો નથી કરવા છતાં કરવો પડે છે. તેની હું ક્ષમા માગું છું', એમ ક્ષમા માંગ માંગ કરજે અને ધંધો કર્યા કરજે. જાણીબૂઝીને ના કરીશ. જ્યારે તને મહીં ઇચ્છા થાય કે ‘હવે ધંધો નથી કરવો’ તો ત્યાર પછી તું બંધ કરી દેજે. તારી ઇચ્છા છેને, ધંધો બંધ કરવાની ? છતાં પણ એની મેળે અંદરથી ધક્કો વાગે ને કરવો પડે, તો ભગવાનની માફી માગજે. બસ એટલું જ ! બીજું કરવાનું નથી.
ચોરને એમ ના કહેવાય કે “કાલથી ધંધો બંધ કરી દેજે.' એમાં કશું વળે નહીં. કશું ચાલે જ નહીંને ! ‘આમ છોડી દો, તેમ છોડી દો’ એવું કશું કહેવાય નહીં. અમે કશું છોડવાનું કહીએ જ નહીં, આ પાંચમા આરામાં છોડવાનું કહેવા જેવું જ નથી. તેમ એમેય કહેવા જેવું નથી કે આ ગ્રહણ કરજે. કારણ કે છોડ્યું છૂટે એવું નથી. હા, નહીં તો પછી બૂમ પાડે કે ‘કરવું છે, પણ થતું નથી, ઉપવાસ કરવો છે, પણ થતો નથી.” અલ્યો, આવું શું કરવા ગા ગા કરે છે ? એના કરતાં ભગવાનની માફી માગને ! “હે ભગવાન ! ઉપવાસ તો કરવો હતો પણ થતો નથી, એની માફી માગું છું.’ પણ આ તો ‘થતું નથી, થતું નથી’ આવું ગાયા કરે છે. ‘થતું નથી, થતું નથી.” એવું બોલાય જ નહીં. એવો કંઈ કાયદો છે કે તમારે એવું બોલવું જોઈએ ? એ અહંકાર છે. એક જાતનો. ના થતું હોય તો તમારે એમ ગા ગા કરવાની જરૂર નથી. પણ શા હારુ ગાય છે ? એનો અહંકાર બતાવે છે.
આ વિજ્ઞાન તદન અજાણ્યું લાગે છે લોકોને સાંભળેલું નહીં, જોયેલું નહીં, જાણેલું નહીં ! અત્યાર સુધી તો લોકોએ શું કહ્યું ? કે ‘આ ખોટાં કર્મ છોડો અને સારાં કર્મ કરો.’ તેમાં છોડવાની શક્તિ નથી. અને બાંધવાની શક્તિ નથી ને અમથા ગા ગા કર્યા કરે છે કે, ‘તમે કરો' ત્યારે પેલો કહે છે કે, “મારે થતું નથી, મારે સત્ય બોલવું છે પણ થતું નથી.” ત્યારે અમે નવું વિજ્ઞાન કાઢ્યું. ‘ભઈ, અસત્ય બોલવાનો વાંધો નથીને, તને ? એ તો ફાવશેને ? હવે અસત્ય બોલીશ તો તું આવું કરજે, એનું પછી આવી રીતે પ્રતિક્રમણ કરજે.” તું ચોરી કરે તો તેનો અમને વાંધો નથી પણ એનું પ્રતિક્રમણ કરજે.’ અને પેલા લોકો કહે છે, “ના, ચોરી બંધ કરી દે.’ શી રીતે બંધ થાય આ ? બંધકોશ થઈ ગયો હોય તેને જુલાબ કરવો હોય તો દવા આપવી પડે, જેને ઝાડા થઈ ગયા હોય તેને બંધ કરવું હોય તો દવા આપવી પડે ! આ તે એમને એમ કંઈ ચાલે એવું છે જગત ?
બાપ જાણે કે “આ છોકરો ચોરી કરી રહ્યો છે તે બંધ કરવી હોય તો કરી શકાય. એ બંધ કરે તો થઈ જાય.’ લેને, તું તારા જ બંધ કરને ! તારા જે દોષો હોય તે બંધ કર.” તે ગુરુમહારાજેય એવું કહે, ‘આ છોડી દો, આ છોડી દો.” મહારાજ તમે છીંકણી છોડી દોને ! અને આ તમારો ક્રોધ છોડી દોને ! “આપણે’ ‘ચંદુલાલને ના કહીએ કે ક્રોધને તું છોડી દે ?
પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : ના છોડી દે, તો પ્રતિક્રમણ કરવાં પડે. શું કરવું પડે ? પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ, દાદા. દાદાશ્રી : કેટલાં પ્રતિક્રમણ કરવાં પડે ? પ્રશ્નકર્તા : ઘણાં પ્રતિક્રમણ કરવા પડે. રોજ એક હજાર કરવાં
દાદાશ્રી : એટલે આ પ્રતિક્રમણ કરે એટલે એ છૂટો થઇ ગયો.