________________
પ્રતિક્રમણ
(૫) અક્રમ વિજ્ઞાનની રીતિ
૯૧ ‘ચાર્જ માનીને શું અર્થ છે ? મિનીંગલેસ (અર્થ વગરની) વાત. આચાર વચ્ચે ધર્મમાં આવતો જ નથી. જો તમે ‘આચાર હું કરું છું’ એમ કહેશો તો આચાર ફરી ઊભો થશે. એટલે ધર્મ ઊભો થશે. પણ શુદ્ધતા નહીં આવે. શુદ્ધતા ‘ડિસ્ચાર્જ'માં નહીં આવે.
એટલે કાળને અનુરૂપ જ્ઞાન આપો ! આપણે એવી વાત કરીએ કે પહેલાં બાર આને મણ બાજરી મળતી હતી. એવી વાતો મોટું લાઉડ સ્પીકર લઈને બોલ બોલ કરીએ કે આપણા દેશમાં તો ઘણો મોલ હોય છે, બાર આને મણ બાજરી મળતી હતી. ફરી બાર આને મણ બાજરી મળશે ! ત્યારે લોક શું કહેશે, અલ્યા, એવી વાત ના કરીશ. આ કાળને અનુરૂપ વાત નથી. આ બધાં શાસ્ત્રો કાળને અનુરૂપ નથી.
માંગો પ્રતિક્રમણ કરવાની શક્તિ આપણું અક્રમ શું કહે છે ? એને પૂછીએ કે, “તું બહુ દહાડાથી ચોરી કરું છું ?” ત્યારે એ કહે, ‘હા.” પ્રેમથી પૂછીએ, તો બધું કહે, કેટલું, કેટલા વર્ષથી કરું છું ?” ત્યારે એ કહે, ‘બે-એક વર્ષથી કરું છું.’ પછી અમે કહીએ, ‘ચોરી કરું છું તેનો વાંધો નથી. એને માથે હાથ ફેરવીએ. ‘પણ પ્રતિક્રમણ કરજે આટલું.” શું શીખવાડીએ ?
પ્રશ્નકર્તા : આટલું પ્રતિક્રમણ કરજે.
દાદાશ્રી : ત્યારે એ કહે, “કેવી રીતે ?” તે હું કહું ‘આવી રીતે.’ એટલે એને આશ્વાસન મળ્યું કે ઓહોહો ! બધા મને તિરસ્કાર કરતા હતા. અને આ પ્રેમ દેખાડે છે.
જે પ્રતિક્રમણ કર્યું, તે ચોરી આખી ભૂંસાઈ ગઈ. અભિપ્રાય બદલાયો. આ જે કરી રહ્યો છે તેમાં પોતાનો અભિપ્રાય એક્સેપ્ટ કરતો નથી. નોટ હીઝ ઓપીનિયન ! તમને શેઠ સમજાઈ આ મારી વાત ?
એટલે હું શું કહું છું? ભલે તે ચોરી કરી, મને તેનો વાંધો નથી. આ ૧૫-૧૬ વર્ષનો છોકરો હોય અને બે-ચાર વખત ચોરીઓ કરી હોય, તો આપણે એને કહીએ કે “તેં ચોરી કરી તેનો વાંધો નથી, પણ
હવે તું આવું કરજે એટલે જોખમદારી ના આવે ત્યારે કહે, ‘હું શું કરું ?” દાદાનું નામ લઈ અને પછી પસ્તાવો કરજે. હવે ફરી નહીં કરું, ચોરી કરી એ ખોટું કર્યું છે. અને હવે એવું ફરી નહીં કરું એવું એને શીખવાડીએ !
એવું એને શીખવાડ્યા પછી પાછાં એનાં માબાપ શું કહે છે ? ફરી ચોરી કરી પાછી ?' અલ્યા, ફરી ચોરી કરે તોય પણ એવું બોલવાનું, એ બોલવાથી શું થાય છે, એ હું જાણું છું. આ છૂટકો નથી.
એટલે આ અક્રમ વિજ્ઞાન આવું શીખવાડે છે કે આ બગડી ગયું છે, તો એ સુધરવાનું નથી, પણ આ રીતે એને સુધાર.
હવે આ ક્રમિક માર્ગમાં એવું છે નહીં સુધારવાનું. એ તો કહે, મારી ઠોકીને એને સુધારો', અલ્યા ના સુધરે. આ તો પ્રકૃતિ છે. કઢીમાં મીઠું વધારે પડ્યું હોય તો તે કાઢી લેવાય કોઈ પણ રસ્તે. કઢીને માટે બધા પ્રયોગો છે. પણ આનો ઉપાય આ કરવો પડે. એટલે આ ઉપાયથી ઘણા લોકોને ફાયદા થયા.
તેં ચોરી કરી તેનો વાંધો નથી. તું આમ કરે તેના કરતાં આ રીતે કરજે. તો એ જાણે કે મારો ગુનો ગણતા નથી. એનો અહંકાર ન ઘવાય. અને નહીં તો પેલો તો અહંકાર ઘવાય. મેં એટલે સુધી જોયાં છે કે જે છોકરાને મારનારો એનો બાપ હોય છે, તે પેલો છોકરો અંદરખાને ભાવ કરે છે, કે હું મોટો થઈશ ત્યારે બાપાને માર્યા વગર છોડીશ નહીં.” અલ્યા, તું આ ચોરીથી છોડાવવા ફર્યો ને ઊલટું આ વેર બાંધ્યું. ના મરાય. ખાલી અમથી બીકથી જ માણસને સુધારવો એ તો રસ્તો જ ન્હોય. બીક તો એક આંખ કોઈ દહાડો કાઢીએ તો ઠીક છે. તેય અવળા સ્વભાવનો છોકરો હોય તો ના કરાય !
આપણામાં કહેવત છે કે કાળો થઈને કોટડીમાં હાથ ઘાલે છે, ત્યારે આંખ દેખાડવી પડે. એટલે ક્યાં ક્યાં આંખ કાઢવી, ક્યાં કેવી રીતે વર્તવું, એનો વિવેક ને સવિવેક કહ્યો. તે સવિવેક તો છે જ નહીં અને લોકો કહે છે કે સવિવેક કરો.