________________
(૪) અહો ! અહો ! એ જાગૃત દાદો !
૮૩
આત્મજ્ઞાત પછી જળક્મળવત્
પ્રશ્નકર્તા : બાકી ‘આ' જ્ઞાન લીધા પછી જળકમળવત્ રહી શકાય છે.
દાદાશ્રી : હા. જળકમળવત્ જ રહે. આ માર્ગ જ જળકમળવો છે. એવું કેટલાં વર્ષ તમે રહી શક્યા ? તમને કેટલાં વર્ષ જ્ઞાન લીધે
થયાં ?
પ્રશ્નકર્તા ઃ એક વર્ષ પૂરું થશે.
દાદાશ્રી : તો આવું દસ વર્ષ થશે ત્યારે શું દશા થશે ? જ્યારે પહેલાં વર્ષમાં આ જોર કરે છે આટલું, તો દસ વર્ષ થાય ત્યારે શી
દશા આવે ? અને એ જગતમાં લોકો બધા બોલે, હિમાલયમાં, હે જળકમળવત્ રહીએ છીએ. તો એ રહી શકે નહીં. એ બધી વાતો છે, કલ્પનાઓ બધી ! કલ્પનાનાં જાળાં !! અને એ કહેતા હોય અમે જળકમળવત્ રહીએ છીએ, તો એ જતા હોય તે તમે મને કહો કે આ જળકમળવત્ રહે છે, તો હું એમને કહું કે મહારાજ તમારામાં અક્કલ છાંટોય નથી. તો જળકમળવત્ ખબર પડી જાય, હડહડાટ ! કોઈ મહારાજને એવું કહેવાય નહીં. ખોટું કોઈનું અપમાન કરવું, એ ગુનો કહેવાય એટલે પછી મહારાજને હું બસ્સો એક રૂપિયા આપી દઉં, એ બસ્સો એ ના માનતા હોય ત્યારે શું કહું ? કે મગજ જરા એવું છે, બ્રધર (ભાઈ) જોડે ઝઘડો થઈ ગયો છે. ત્યારે કહેશે, હા, મગજ એનું જરા એવું જ છે. પછી પાછો મારે માથે હાથ હઉં મૂકે !
આ ભમરડાઓને મૂરખ બનાવવાના એમાં શું વાર છે ? નર્યા ભમરડા ! કારણ કે જેને હારી જતાં આવડે, ત્યાં ભમરડા કેટલું જીતે ? જેને હારી જતાં આવડ્યું, એ કળા આવડી, ત્યાં ભમરડો કેટલું કૂદે ?!
આ ભમરડા કોણ ? આપણે માણસને નથી કહેતાં. જેને કૃષ્ણ ભગવાને કહ્યું છે કે પ્રકૃતિ પરાણે નચાવે છે અને પોતે નાચે છે અને પાછા કહે છે, ‘હું નાચ્યો'. એને ભમરડા કહીએ છીએ. કૃષ્ણ ભગવાને
પ્રતિક્રમણ
કહ્યું છે તેને જ કહીએ છીએ. આને બીજા શબ્દોમાં ભમરડા કહેવાય. ત્યારે ભમરડા કોઈ કહે નહીં.
૮૪
આવું ખોટું લાગે એવું કોણ કહે ? મને તો પ્રતિક્રમણ આવડે એટલે કહું. હું તો બોલુંય ખરો અને દવા ફાય ખરો. પણ ઊંધી વાત નીકળી જવી જોઈએ જગતમાંથી ! ઊંધાને જ પ્રોત્સાહન મળ્યું છે એ ઊડી જવું જોઈએ. પછી પ્રતિક્રમણ કરે તો વાંધો આવે ખરો ? પણ પ્રોત્સાહન તો ઊડી જાય.
આપણે ‘અક્કલ નથી’ કહીએ એટલે જળકમળવત્ ઊડી જાયને ? જળેય ઊડી જાય ને કમળેય ઊડી જાય. હવે લોક શું કહે છે ? આપણે પરીક્ષા કરોને મહિના સુધી. અલ્યા મૂઆ, ના થાય આમાં, પરીક્ષામાં તો તું ગાંડો થઈ જઈશ.
એટલે રૂપિયો તરત ખખડાવી જુઓને, બોદો છે કે કલદાર છે ? ખબર પડી જાય. પછી બસ્સો રૂપિયાનો ખર્ચ એની પાછળ આપો ! અને બસ્સો રૂપિયામાં ના માને તે એવાય હોય છે પાછા, ત્યારે આપણે કહેવું કે મગજ જરા એવું છે, જરા ચસકેલું છે. એટલે ખુશ, નહીં તો કોઈ સારો માણસ તો આપણને કહે જ નહીં. આ તો ચસકેલું છે એટલે કહે છે આ. ન્યાય કરતાં એને આવડે ને ? પણ જો આપણને તો માલમ પડી ગયુંને ? આપણે જે જોઈતું હતું કે આ જળમાં છે કે કમળમાં છે એ બેઉ ઊડી ગયુંને ? એટલે આપણે દુકાનમાં બેસતા બંધ થઈ જઈએને ? એટલે વાંધો આવે ખરો એમાં ?
આવી પરીક્ષા કરવાની કોઈ શીખવાડે નહીં. લોકો શું જાણે કે મારી પર કરે તો ? અને હું તો મારી પર કરે તો ખુશ છું, કરીને જો ડાહ્યા થતા હોય તોય સારું. પણ પરીક્ષા વગરના બોદા, ક્યાં સુધી ઘરમાં રાખી મેલશો ? બહાર લેવા જઈએ તો જલેબીનો એક કકડોય ના આવે.
આટલો જ છે મોક્ષમાર્ગ
આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એ મોક્ષમાર્ગ. આપણા