________________
યા તો પાપથી નિવર્તવાની, દૃઢભાવના ને પ્રતિક્રમણે; નિશ્ચે છોડાવે અનંત અવતારનાં, પાપકર્મના પોટલાને ! વ્યવહાર કે વ્યાપારે અન્યાય, તેનું શું છે પ્રાયશ્ચિત્ત ? પ્રભુ પાસે કરો નક્કી, ફરી કરવું નથી એવું કંદ !
પૂર્વ ભવના પ્રકૃતિ દોષે, આજે દેવાય છે દુ:ખો; ભોગવી લેવા સમતાભાવે, મુક્તિ મળ્યાના આનંદો !
સહી લેવાં ઉપકારી ભાવે, આવે જેટલાં સામેથી દુ:ખો; દાદે દીધેલાં પ્રતિક્રમણે, છોડી દો આ ભંગજાળો !
વૈજ્ઞાનિક તત્ત્વ જૈનોમાં, આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન; અન્ય ધર્મોમાં પણ છે, પ્રાયશ્ચિત્તને મુખ્ય સ્થાન ! પૂર્ણતા ને ઝીણવટ, પમાડે વીતરાગી વિજ્ઞાન; વ્યવહાર ધર્મને ટૉપ પર લઈ, એ આપે છે ધર્મધ્યાન !
ક્ષપક શ્રેણીઓ ચઢાવી, પ્રતિક્રમણ પમાડે શુધ્યાન; નિશ્ચય-વ્યવહાર સંપૂર્ણ ધર્મ, બોધે તીર્થંકર ભગવાન ! દાદાશ્રી સમજાવે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાનનો સાર; નિજદોષનો જ્ઞાની કે, ગુરુ કને કરવો એકરાર !
નિર્ભય થઈ નિશ્ચિત મને, સોંપી દે ગુરુને ભાર; ગુરુ કરાવે પ્રતિક્રમણ, સ્હેજે જાગૃત ફરીવાર ! પ્રતિક્રમણ છે કર્મ મુક્તિનું, સર્વશ્રેષ્ઠ આ હથિયાર; દાદે દીધું પ્રતિક્રમણ પકડ્યે, પ્રગતિ વિણ ગુરુ આધાર !
વિણ જપ-તપ-ઉપવાસ, ધ્યાન-યોગના કષ્ટો પારાવાર; પહોંચે નિશ્ચે મોક્ષ, પ્રતિક્રમણ એક માત્ર તારે સંસાર ! પસ્તાવાથી પાપોમાંથી, પુનિત થઈ મુક્ત બને; ફરી ફરી પસ્તાવો કરી, માફી માંગ પ્રભુ કને !
પસ્તાવો તો હંમેશા, હાર્ટિલી જ હોય સ્વયં; પ્રતિક્રમણથી છૂટે કર્મ, એ જ છે કર્મ નિયમ !
12
ભૂલની માફી દિલથી માંગ, એ છે મુક્તિની રીત; ખોટા દિલથી માંગે, તો સચવાય છે આત્મ હિત !
પીવાય જો દારૂ તો, માંગતો જા માફી નક્કી કરી; એકદિ’ છૂટશે નિશ્ચે, છે વૈજ્ઞાનિક વાત ખરી ! આ છે ‘અક્રમ વિજ્ઞાન', ન રહે પરિણમ્યા વિણ; બે કલાકમાં મોક્ષ મળે, માત્ર ‘જ્ઞાની’ જ્ઞાન-આજ્ઞા સૂણ !
કોઈને ગર્ભિત દુઃખ થયું, તેય ગણાય અતિક્રમણ; ખબર પડે કે ના પડે, પણ ખપે તુર્ત પ્રતિક્રમણ ! મરજીથી કરે તે મરજીયાત, પુરુષાર્થ થાય ત્યાં; દબાણથી કરે તે ફરજીયાત, પ્રારબ્ધ કહેવાય આ !
ક્રિયા છે ફરજીયાત ને ભાવ-કુભાવ છે મરજીયાત; અપમાન છે ફરજીયાત ને પ્રતિક્રમણ છે મરજીયાત ! અજ્ઞાન દશામાં છે ભાવસત્તા, પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનની; ખૂન, ચોરી કરી થાય રાજી, તો પડે ઘોડા ગાંઠ ચીકણી !
વિષયી વિચારે કરે પ્રતિક્રમણ, તો ધરે રાહ હનુમાનની; દિલથી કરે પ્રતિક્રમણ તો, દોષ-શુદ્ધિ શિરે દાદા ભગવાનની !
કન્ફેશન કરે ક્રિશ્ચિયનો, પણ મોં સંતાડી અંધારે; અક્રમમાં જ્ઞાની કને, આલોચના કરે આંસુ ધારે !
પ્રતિક્રમણ ને ત્રિમંત્રો, સાથે કરવાં ચોક્કસ ફળે; મહા પુરુષોને ભજવાથી, પાપોથી મુક્તિ મળે ! અનંતીવાર કર્યા પ્રતિક્રમણ, કેમ ન ફળ્યાં કદિ; સમજીને, ‘શૂટ ઑન સાઈટ' કર્યુ’તું એકુય કદિ ?
સવાર-સાંજ પ્રતિક્રમણ, પણ એ ‘મિકેનિકલ' થાય; પસ્તાવા વિનાનું પ્રતિક્રમણ, પ્રતિક્રમણ શેં કહેવાય ? ગોખીને બોલ્યા કરે રોજ, એવું તો રેકર્ડ બોલી જાય; મૂળ ગુનેગાર જડતો નથી, જે સામો તે માર્યો જાય !
13