________________
(ઉપોદ્ધાતો (રાગ : વળતરની ઈચ્છા વિતા, લૂંટાવે મોક્ષ જ લક્ષ્મી)
ખંડ-૧ : પ્રતિક્રમણ જીવનમાં કરવા જોગ, ત્રિકરણનો એકાત્મયોગ; તે તૂટતાં તુર્ત પ્રતિક્રમણ, અક્રમ જ્ઞાનની શોધખોળ !
યથાર્થપણે પ્રતિક્રમણ, વિધિ ‘દાદા' દેખાડે;
‘દાદા ભગવાન' સાક્ષીએ, સામાના આત્મ કને ! દોષ જાહેર દિલમાં કરી, ક્ષમા પસ્તાવો ‘હાર્ટિલી'; ફરી નહીં કરું નિશ્ચય કરી, દોષ ધોવાય સીમ્પલી” !
સારા કર્મો કરે તે ધર્મ, બૂરાં કરવાં તે અધર્મ;
ધર્મ-અધર્મની પેલે પાર, ત્યાં રહ્યો છે આત્મધર્મ ! સારાં કર્મોથી ‘ક્રેડિટ’, તેથી સુખનો ભોગવટો; બૂરાં કર્મોથી ‘ડેબિટ, તેથી દુ:ખનો ભોગવટો !
ક્રેડિટ-ડેબિટ’ શૂન્ય થયે, આત્મસુખનો ભોગવટો;
પહેલાં બે સંસાર વૃદ્ધિ, ત્રીજે માર્ગે મોક્ષ ખરો ! ઈષ્ટદેવ - દાદા સાક્ષીએ, ‘હાર્ટિલી’ પશ્ચાત્તાપે; આ વિજ્ઞાન ક્રિયાકારી, દર્દ થયું ત્યાં દવા પાકે !
ખાવું-પીવું, ઊઠવું-નહાવું, બોલવું કે કરવું જમણ;
સામાને દુ:ખ દે નહીં, સહજ વ્યવહાર એ ક્રમણ ! રાગ-દ્વેષ દુ:ખ સામાને, તે સઘળું છે અતિક્રમણ; પાછા ફરવું અતિક્રમણથી, તે વિધિ છે પ્રતિક્રમણ !
ક્રોધ-માન-માયા-લોભ, એ બધા છે માત્ર અતિક્રમણ;
એ જાય બધાં તુર્ત જ, કરતાં તેનાં પ્રતિક્રમણ ! અતિક્રમણથી રાગ-દ્વેષ, અસર પૂગે બન્નેને; પ્રતિક્રમણ તેનાં થતાં, શમે અસર તે બન્નેને !
ડાઘ પડ્યું કપડું ને ધોનાર, વેઠ થાય બન્નેને; ક્રમણની અસર ન કોઈને, સહજતા વર્તે સહુને !
જીવ માત્ર “પ્રોજેક્ટ' કરે, હાલતાં, ચાલતાં અનંતીવાર; કોમી હુલ્લડ સાંભળતાં, ચીતરી મારે થર્ડ વર્લ્ડ વોર !
એક સેકન્ડના સમય અસંખ્ય, અતિક્રમણ કરે અપાર;
અતિક્રમણથી થયો ખડો, પ્રતિક્રમણે વિરમે સંસાર ! અપમાન કરનાર ખોટો લાગે, તેય છે અતિક્રમણ; કડક બોલાયું કે અવળું ચાલ્યા, તે પણ છે અતિક્રમણ !
છોકરાને ધીબી નાખ્યાં, તેય છે અતિક્રમણ;
ગાળ કેમ આપી મને ? એ થવું તે ય અતિક્રમણ ! કોઈને પણ આપણાથી, દુઃખ થયું તે અતિક્રમણ; ત્યાં દાદાને સંભારી, કરી લે તુર્ત જ પ્રતિક્રમણ !
આપણા દિલમાં તલભાર, દુ:ખ દેવાના ભાવ નથી;
છતાં દુઃખ દીધું નૈમિત્તિક, ત્યાં દાદે આ વાત કથી ! સામો દુભાવ્યો જાણે અજાણે, તોય તે છે અતિક્રમણ; મોઢે નહીં પણ મન બગડ્યું, તોય તે છે અતિક્રમણ !
મન-વચ-કાયાના યોગથી, જીવ માત્રને દુઃખ લાગણ;
નિશ્ચ ઘટે તુર્ત જ તેનું, હાર્ટિલી પ્રતિક્રમણ ! કર્મ ઘટાડો કરે તે ધર્મ, કર્મ વધારે તે અધર્મ, પ્રતિક્રમણથી નવા ન કર્મ પડે, સાર એ સર્વોચ્ચ ધર્મ !
માંગવી શક્તિ ઊંચે ચઢવા, પ્રાર્થના કરી દિલથી;
જ્ઞાની કે સ્વાતમ પાસે, ગુરુ-ઈષ્ટદેવ-મૂર્તિ! ક્ષમા માંગ પોકાર કરી, ભૂલોની શુદ્ધિ કાજ; તેથી ઊડી નાની ભૂલો, ને ઓગાળે સામાયિક ગાંઠ !
અનંત કાળના પાપકર્મથી નિવૃત્તિ શીદને પ્રવૃત્ત ?
જ્ઞાનીઓનું નિશ્ચય જ્ઞાન, એ હૃદયાંકિત થયે ! એ ન મળે તો શ્રુતજ્ઞાન, સીધું ગ્રંથોમાંથી મળે; શ્રુતમાંથી મતિ પરિણમ્ય, પાપકર્મ નિવર્તે !
lo