________________
(૪) અહો ! અહો ! એ જાગૃત દાદો !
છે ને અમારો હેતુ અમારી જાત માટે નથી, બધાને માટે છે.
અને જોડે જોડે અમારી પ્રતીતિમાં છે કે દોષિત નથી. પ્રતીતિમાં નિર્દોષ છે. એ પ્રતીતિ આખીયે બદલાઈ ગયેલી છે. એટલે નિર્દોષ છે એમ માનીને હું બોલું છું આ.
પ્રશ્નકર્તા : નિર્દોષ છે એમ સમજીને બોલો છો ?
૩૯
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : તો પછી તમારે પ્રતિક્રમણ શા માટે કરવાં પડે ?
દાદાશ્રી : પણ ના બોલાય. શબ્દેય બોલાય નહીં. એવો વાંકો શબ્દેય કેમ બોલ્યા ? સામો તો છે જ નહીં, અહીં આગળ. સામાને દુઃખ થતું નથી. અને તમારે બધાને વાંધો નથી કે દાદાને એમની બિલીફમાં તો આવું નિર્દોષ જ છે. પણ શબ્દ આવો ભારે કેમ બોલ્યા ? માટે પ્રતિક્રમણ કરવું પડે. ભારે શબ્દય ના હોવો જોઈએ.
પ્રશ્નકર્તા : તમે તો છૂટા ને છૂટા જ રહો છો, બોલો ત્યારે પણ
તો પછી શા માટે પ્રતિક્રમણ ?
દાદાશ્રી : છૂટા છે, એટલે પ્રતિક્રમણ ‘મારે’ નહીં બોલવાનું. આ અંદરના અંદર, જે કરે ને, જે બોલેને, તેને જ કહેવાનું, ‘તમે પ્રતિક્રમણ કરી લો.’ અને તમારેય એવું જ છે. આ પ્રતિક્રમણ તે ‘તમારે’ નહીં કરવાનું, ‘ચંદુભાઈ’ને કહી દેવાનું. ‘તમારે' પ્રતિક્રમણ કરવાનું હોય નહીં. જેણે અતિક્રમણ કર્યું ને, તેણે જ પ્રતિક્રમણ કરવાનું.
પ્રશ્નકર્તા : તે ભૂલનું પ્રતિક્રમણ કેવી રીતે કરો ?
દાદાશ્રી : પછી પ્રતિક્રમણ કરવું પડે. ભૂલ, જ્ઞાન સંબંધી ના હોય. કોઈ સ્યાદ્વાદના વિરોધમાં જતો હોય એ માણસ પર કડકાઈ થઈ ગઈ હોય. સ્યાદ્વાદ હોય ત્યારે કડકાઈ ના થાય, બિલકુલ સંપૂર્ણ સ્યાદ્વાદ ! આ તો સ્યાદ્વાદ કહેવાય, પણ સંપૂર્ણ સ્યાદ્વાદ કહેવાય નહીં ને ! એટલે કેવળજ્ઞાન થાય ત્યારે સંપૂર્ણ સ્યાદ્વાદ !
૯૦
પ્રતિક્રમણ
‘કેવળ દર્શત' દેખાડે ભૂલ
અમારું જ્ઞાન અવિરોધાભાસ હોય અને વાણી સ્યાદ્વાદ ના હોય. કોઈ ઝપટમાં આવી જાય એમાં. અને તીર્થંકરોની વાણીમાં કોઈ ઝપટમાં ના આવે. એ તો સંપૂર્ણ સ્યાદ્વાદ ! ઝપટમાં લીધા સિવાય બોલે એ. વાત તો એ એવી જ બોલે, પણ ઝપટમાં લીધા સિવાય.
પ્રશ્નકર્તા ઃ આપનું આ સ્યાદ્વાદ કોઈ ઝપટમાં આવી જાય છે તેથી સંપૂર્ણ ના કહ્યું, તોય પણ એ દર્શન તો સંપૂર્ણ છેને કે ભૂલ સ્યાદ્વાદમાં થઈ ગઈ ?
દાદાશ્રી : હા, દર્શન તો પૂરેપૂરું, દર્શનનો વાંધો નહીં. જ્ઞાનેય ખરું, પણ જ્ઞાનમાં ચાર ડિગ્રી ઓછું. એટલે આ સ્યાદ્વાદ ના હોય. અમારે દર્શન પૂરેપૂરું હોય. દર્શનમાં બધું તરત જ આવી જાય. ભૂલ તરત ખબર પડે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલનીય તરત ખબર પડે. જે ભૂલો તો હજુ તમને જોતાં ઘણો ટાઈમ લાગશે. તમો તો સ્થૂળ ભૂલો જુઓ છો. મોટી મોટી દેખાય એવી જ ભૂલો જુઓ છો. તેથી અમે કહીએ છીએને કે અમારો દોષ હોય, છતાંય કોઈને આ અમારો દોષ દેખાય નહીં, અમને પોતાનો દેખાય.
પ્રશ્નકર્તા ઃ સ્યાદ્વાદમાં ભૂલ થઈ એવા દોષો બધા દેખાય ?
દાદાશ્રી : સ્યાદ્વાદ-અનેકાંતમાં ભૂલ થઈ એવા દોષો બધા દેખાય. હવે અમારું સ્યાદ્વાદ સંપૂર્ણ થઈ રહ્યું છે. સ્યાદ્વાદ પૂરું થઈ રહે એટલે કેવળજ્ઞાન પૂરું થઈ જાય. દર્શન છે તેથી તો ખબર પડે કે આ ભૂલ છે. ‘ફૂલ’ (પૂર્ણ) દર્શન છે, તેથી બધાને કહ્યું ને કે કેવળદર્શન આપું છું.
અમારે પ્રતિક્રમણ કરવું પડે. અમારે મોઢે નીકળ્યા કરે છે. જુઓને આપણું એટલું ફરજિયાત છે. કોઈ ફેરો આચાર્યનું બોલાતું હશે ! બાકી કોઈનુંય ના બોલાય. આ દુનિયામાં બધાય નિર્દોષ છે, એવું જાણીએ છીએ. પણ કોઈનું બોલાય ?