________________
(૪) અહો ! અહો ! એ જાગૃત દાદો !
પ્રતિક્રમણ
દાદાશ્રી : ત્યારે તું કહું છું ને સત્ય ? પ્રશ્નકર્તા : વ્યવહાર સત્ય કહેવાયને એ તો ? દાદાશ્રી : વ્યવહાર સત્ય એટલે નિશ્ચયમાં અસત્ય છે.
વ્યવહાર સત્ય એટલે સામાને જો ફિટ થયું તો સત્ય અને ના ફિટ થયું તો અસત્ય. વ્યવહાર સત્ય એટલે ખરેખર સત્ય તો છે જ નહીં
પ્રશ્નકર્તા : આપણે સત્ય માનતા હોઈએ અને સામાને ફિટ ના થયું...
દાદાશ્રી : એ બધું જૂઠું. બધું જ જૂઠું. ફિટ ના થયું એ જૂઠું. અમે હઉ કહીએ છીએને કો'કને, જેને અમારી વાત ના સમજાતી હોય તો એની ભૂલ નથી કાઢતા, અમારી ભૂલ કહીએ છીએ કે અમારી એવી કેવી ભૂલ રહી કે એમને વાત ન સમજાઈ. વાત સમજાવી જ જોઈએ. સામાને સમજણ ના પડી એમાં સામાનો દોષ કાઢતા જ નથી, અમે અમારો દોષ જોઈએ. મને એને સમજાવતાં આવડવું જોઈએ. એટલે સામાનો તો દોષ હોતો જ નથી. સામાનો દોષ જુએ છે એ તો ભયંકર ભૂલ જ કહેવાય. સામાનો દોષ તો અમને લાગતો જ નથી, કોઈ દહાડો લાગ્યોય નથી.
આ તો અમને પૂછે એટલે જવાબ આપવો પડે ને પાછું અમારે પ્રતિક્રમણ કરવું પડે. હવે સત્ય તો પ્રતિક્રમણપૂર્વકનું જ કહેવાય છે હંમેશાં. પ્રતિક્રમણ ના હોય તો એ સત્ય સત્ય જ નથી. આ જગતનું સત્ય નિશ્ચયમાં અસત્ય છે.
એ વેણ કરુણ્ય ઝરણામાંથી... અમે તો દવા કરી નાખીએ ઝટ. અને પછી અમે તો વીતરાગ જ હોઈએ. અમને રાગ-દ્વેષ ના હોય. દવા કરવામાં તૈયાર. અને ભૂલેચૂકે એના તરફ સહેજ અભાવ થઈ જાય, આમ તો ના જ થાય, પણ વખતે થઈ જાય તો અમારી પાસે પ્રતિક્રમણની દવા હોય, એટલે
તરત જ દવા કરી નાખીએ. તરત જ પ્રતિક્રમણની દવા હોયને !
આ તો આ અવતારમાં હું મહારાજનું આવું બોલું છું. આખા જગતના તમામ ધર્મમાર્ગમાં જે બધા ઊંધું કરી રહ્યા છે, એ બધા માટે બોલું છું. જાણે કે આ ધર્મનો રાજા જ હું છું ! એવી રીતે લોકોનું બોલું છું. જાણે મારે જ લેવાદેવા છે ! પણ અમારે શું લેવાદેવા ? હું તો વન ઑફ ધી મેન ! અને આવું બોલાય નહીં પણ લોકો આનાથી છૂટવા જ જોઈએ ! એટલે આવું બોલીને પાપ વહોરેલાં છે. વખતે કંઈ ભોગવવાનાં હોય તોય પાપ મારે ભોગવવાં પડે. બીજું પાપ નથી કર્યું. અને બીજાં મારાં સ્વતંત્ર પાપ તો છે જ નહીં.
કાયદો શું છે કે કોઈપણ માણસને તમે જ્ઞાનની વાત કરી શકો. પણ એ જ્ઞાન ના લઈ શકે એવા હોય, ઠંડા હોય, તો તમારે ધીમું મૂકવું. વીતરાગ થવું. પણ આની પાછળ એ કરુણા છે કે ‘આ અહીં સુધી આવ્યા છે તો પામો ને અલ્યા ! આ આટલો તાવ છે તે દવા નથી પીતા ! દવા તૈયાર છે.’ પણ તે કાયદેસર નો ગણાય. એટલે પછી પ્રતિક્રમણ કરવું પડે. આપણે લેવાદેવા થઈ હોય તેનું પ્રતિક્રમણ કરવું પડે. આને ભગવાને કરુણાનાં પ્રતિક્રમણ કહ્યાં છે.
નિર્દોષ દષ્ટિ છતાં સદોષ વાણી હવે આ જે કહેવું પડે છે ને, કે આ વ્યાજબી નથી. એવું કહ્યું ત્યાં ચાલ્વાદ ચૂક્યો. છતાં વ્યાજબી પર ચઢાવવા માટે આમ બોલવું પડે છે. પણ ભગવાન તો શું કહે છે કે આય વ્યાજબી છે, પેલુંયે વ્યાજબી છે, ચોરે ચોરી કરી તેય વ્યાજબી છે, આનું ગજવું કપાયું તે ય વ્યાજબી છે. ભગવાન તો વીતરાગ. ડખોડખલ કરે નહીં ને ! ઘાલમેલ કરે નહીં ને ! અને અમારે તો ખટપટ બધી. અમારે ભાગે આ ખટપટ આવી.
પ્રશ્નકર્તા : પણ એય અમારા રોગ કાઢવા માટે ને ? દાદાશ્રી : હા. તે લોકોને તૈયાર કરવા માટે. આમાં હેતુ સારો