________________
(૪) અહો ! અહો ! એ જાગૃત દાદો !
૭૫
પ્રતિક્રમણ
રીતે કહી શકે ? એ તો સહુ સહુની સમજણથી સાચું છે. બીજાની સમજણથી ખોટું લાગે છે ને ?
અમને કોઈ દોષિત દેખાતું જ નથી. આ વાણી નીકળે છે તેની જોડે પાછું પ્રતિક્રમણ હોય છે. એટલે ‘આમ ન હોવું જોઈએ’ એમ અભિપ્રાય જુદો હોય છે અમારો કે આવું છે નહીં. દેખાય છે કેવું ? નિર્દોષ દેખાય છે અને આ વાણી કેમ આવી નીકળે છે ? અવર્ણવાદ ના હોવો જોઈએ. અમારે તો મૌન રહેવું જોઈએ. હવે મૌન રહે તો તમે બધાં જાણો નહીં કે શું થયું, તે પણ સત્ય ના કહેવાય. આ સત્ય કહેવાય નહીં.
શુદ્ધાત્મા કે સિવા સબ જૂઠા. પ્રશ્નકર્તા: બીજાની સમજણે ખોટું લાગતું હોય તો એનું શું કરવાનું?
દાદાશ્રી : આ જેટલાં સત્ય છે એ બધાં વ્યવહારિક સત્ય છે. એ બધાં જૂઠાં છે. વ્યવહારના પૂરતાં સત્ય છે. આ મોક્ષમાં જવું હોય તો બધાંય જૂઠાં છે. બધાનું પ્રતિક્રમણ કરવું પડે. ‘હું આચાર્ય છું’ એનુંય પણ પ્રતિક્રમણ કરવું પડશે.
એટલે આ બધું જ જૂઠું છે, સબ જૂઠા. તને એવું સમજણ પડે કે ના પડે ?
પ્રશ્નકર્તા: પડે જ.
દાદાશ્રી : સબ જૂઠા. બધા તો નહીં સમજવાથી કહે છે કે “હું સત્ય કહું છું.” અરે, સત્ય કહે તો કોઈ સામો આઘાત જ ના હોય.
એતે સત્ય કહેવાય ? હું અહીં આગળ બોલું છું, એ કોઈ માણસ સામો અવાજ આપવા તૈયાર થાય છે ? વિવાદ હોય છે ? હું જે બોલ બોલ કરું છું એ બધા સાંભળ્યા જ કરે છેને ! વિવાદ નથી કરતાને ! એ સત્ય
છે. એ વાણી સત્ય છે અને સરસ્વતી છે અને જેની અથડામણ થાય એ તો ખોટી વાત, એઝેક્ટલી ખોટી !
આમાં તો સામો કહે, અક્કલ વગરના, બોલ બોલ ના કરશો. એ પેલોય ખોટો ને આય ખોટો અને સાંભળનારાય ખોટા પાછા. સાંભળનારા કશું ના બોલે અને તે બધાય એ ટોળું આખું ખોટું !
પ્રશ્નકર્તા : પણ આપણા કર્મનો ઉદય એવો હોય, કે આપણે સામાને ખોટા જ લાગતા હોઈએ. આપણી વાત સત્ય હોય, એકદમ બરાબર હોય, આપણે કહીએ, “આ મેં નહોતું કર્યુંછતાં કહેશે, “ના, તેં આમ જ કર્યું હતું', તો એ આપણા કર્મનો ઉદયને ? તો જ એને ખોટું લાગ્યુંને ?
દાદાશ્રી : સાચું હોતું જ નથી. કોઈ માણસ સાચું બોલી શકતો જ નથી, જૂઠું જ બોલે છે. સાચું તો સામો માણસ કબૂલ કરે તે સાચું, નહીં તો પોતાની સમજણનું સત્ય માનેલું છે. પોતે માનેલું સત્ય એ કંઈ લોકો સ્વીકાર ના કરે.
એટલે ભગવાને કહ્યું કે સત્ય કોનું ? વીતરાગ વાણી હોય એનું ! વીતરાગ વાણી એટલે શું ? વાદી કબૂલ કરે, પ્રતિવાદી કબૂલ કરે, પ્રમાણ ગણવામાં આવે. આ તો બધી રાગી-દ્વેષી વાણી. જૂઠીલબાડી, જેલમાં ઘાલી દેવા જેવી, આમાં સત્ય હોતું હશે ? રાગી વાણીમાં સત્ય ના હોય. તમને લાગે છે એમાં સત્ય હોય ? આ અમે અહીં વઢીએ ત્યારે આત્મા કબૂલ કરે. વિવાદ ના હોય. આ આપણામાં કોઈ દહાડો વિવાદ થયો છે ? કો’ક માણસ જરા કાચો પડી ગયો હશે, બાકી કોઈ વિવાદ થયો નથી. દાદાના શબ્દો ઉપર ફરી કોઈ બોલ્યો નથી. કારણ કે આત્માની ચોખ્ખી પ્યૉર વાત, પ્રત્યક્ષ સરસ્વતી ! દેશના !.
અને રાગી-દ્વેષી વાણીને સાચી કહેવાય ? પ્રશ્નકર્તા : ના કહેવાય.