________________
(૪) અહો ! અહો ! એ જાગૃત દાદો !
૭૩
૩૪
પ્રતિક્રમણ
બોલવાનું થાય તો ! કારણ કે પેલાને દુ:ખ તો ન જ થવું જોઈએ. પેલો માને કે અહીં આ પીપળામાં ભૂત છે અને હું કહું કે આ પીપળામાં ભૂત જેવી વસ્તુ નથી. એનું પેલાને દુ:ખ તો થાય, એટલે પાછું મારે પ્રતિક્રમણ કરવું પડે. એ તો હંમેશાં કરવું જ પડેને ! હું કોઈને દુઃખી કરવા માટે નથી આવ્યો. કોઈને દુઃખ થાય એને માટે અમે નથી આવ્યા. અમે તો સુખી કરવા માટે આવ્યા છીએ અને અજ્ઞાની અને જ્ઞાની બેઉ જણને સુખ આપી શકાય નહીં, માટે આ બાજુનું પ્રતિક્રમણ કરવું પડે.
પ્રશ્નકર્તા : ઘણીવાર અજ્ઞાન હોય છે, તે જ્ઞાનનો આંચળો ઓઢીને પ્રગટ થાય છે.
દાદાશ્રી : અજ્ઞાન પ્રગટ થાય તો ટકે નહીં. એક સેકન્ડેય ટકે નહીં. અને આપણે અહીં તો બિલકુલ ટકે નહીં. કારણ કે આપણું જ્ઞાન કેવું છે ? ડિમાર્કેશનવાળું જ્ઞાન છે. આ અજ્ઞાન ને આ જ્ઞાન, બેની વચ્ચે ડિમાર્કેશનવાળું એટલે અહીં તો ચાલે જ નહીં ને કોઈપણ.
પછી એને દુઃખ થયું હોય તો પ્રતિક્રમણ કરવું પડે. વાળી લેવાય એટલું વાળી લઈએ પાછા કે ભઈ, અમારી ભૂલચૂક થઈ હોય તો અમે પ્રતિક્રમણ કરીએ છીએ.
દુઃખ તો મનુષ્યોને ન જ કરાય. તને એની અણસમજણ હોય, પણ એને મન તો એ સમજણ જ છેને ! આપણને એની અણસમજણ લાગે, પણ એને તો સમજણ જ માની બેઠો છે ને, એને દુ:ખ કેમ થાય આપણાથી ?
તો પ્રતિક્રમણ નહીં પ્રશ્નકર્તા : સામો માણસ ઉદયકર્મને આધીન વર્તે છે એવો ભાવ આપણને રહેતો હોય, તો પછી પ્રતિક્રમણ કરવાની જરૂર નહીં ?
દાદાશ્રી : એ સ્થિતિ સારી કહેવાય ને ! પણ પ્રતિક્રમણ તો આપણને એના પ્રત્યે ભાવ જો અવળો થયો હોય તો જ કરવાનું.
પ્રશ્નકર્તા : અને ન થયો હોય તો નહીં ને ? દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા : આપણે એને ખોટો માનતા જ નથી. દાદાશ્રી : તો પછી નહીં.
જગત આખું નિર્દોષ છે. એક ક્ષણવાર પણ કોઈ જીવ દોષિત થયો નથી. આ જે દોષિત દેખાય છે તે આપણા દોષે કરીને દેખાય છે. અને દોષિત દેખાય છે એટલે જ કષાય કરે છે, નહીં તો કષાય જ ના કરે.
એટલે દોષિત દેખાય છે એટલે ખોટું જ દેખાય છે. આંધળે આંધળા અથડાય છે, એના જેવી વાત છે આ. આંધળા માણસોમાં ટીચાય તો આપણે જાણીએ ને કે આ આંધળા લાગે છે એટલે. આટલા બધા અથડાય છે એનું શું કારણ ? દેખાતું નથી.
બાકી જગતમાં કોઈ દોષિત છે જ નહીં. જે દોષ દેખાય છે તેથી કષાય ઊભા રહ્યા છે.
સત્ય-અસત્ય સાપેક્ષ
પ્રશ્નકર્તા : સત્ય વાત હોય તો પછી એનું પ્રતિક્રમણ કેમ કરવાનું?
દાદાશ્રી : આ સત્ય એ જ અસત્ય છે, જે જે સત્ય છે, એ બધુંય અસત્ય છે. કઈ વાત સત્ય છે એ તમે કહો. કઈ વાત તમને સત્ય લાગે છે ? હું તમને કહી આપું કે એ અસત્ય છે.
પ્રશ્નકર્તા : આપણે સાચું કહીએ, આપણે સામું કહી દઈએ તો એને ખરાબ લાગે તો પછી એનું પ્રતિક્રમણ કેમ ?
દાદાશ્રી : સાચું કોઈ કહી શકતો નથી. આ હિન્દુસ્તાનમાં કોઈ માણસ એવો પાક્યો નથી કે જે સાચું કહી શકે. માણસ સાચું કેવી