________________
(૩) નહોય ‘એ’ પ્રતિક્રમણ મહાવીરનાં !
દાદાશ્રી : એવું મહીં ડાઘ પડે કે તરત ધોઈ નાખવું પડે. આ લોકો તરત ધોઈ નાખે છે. કંઈ કષાય ઉત્પન્ન થયો, કશું થયું કે તરત ધોઈ નાખે તે સાફ ને સાફ, સુંદર ને સુંદર ! તમે તો બાર મહિને એક દહાડો કરો, તે દહાડે બધાં લૂગડાં બોળી નાખે !
અમારું શૂટ ઑન સાઈટ પ્રતિક્રમણ કહેવાય. એટલે તમે કરો છો એને પ્રતિક્રમણ કહેવાય નહીં. કારણ કે કપડું એકય ધોવાતું નથી તમારું. અને અમારાં તો બધાં ધોવાઈને ચોખ્ખા થઈ ગયાં. પ્રતિક્રમણ તો એનું નામ કહેવાય કે કપડાં ધોવાઈ ને ચોખ્ખાં થઈ જાય.
લૂગડાં રોજ એક-એક ધોવાં પડે. આ તો બાર મહિના થાય એટલે બાર મહિનાનાં બધાં લૂગડાં ધૂએ ! ભગવાનને ત્યાં તો એ ના ચાલે. આ લોકો બાર મહિને લુગડાં બાફે છે કે નહીં ? આ તો એકેએક ધોવું પડે. પાંચસો-પાંચસો લૂગડાં દરરોજનાં ધોવાશે ત્યારે કામ થશે.
જેટલા દોષ દેખાય એટલા ઓછા થાય. હજી દોષો નથી દેખાતા, એનું શું કારણ ? હજુ કાચું છે એટલું. કંઈ દોષ વગરનો થઈ ગયો છે, તે નથી દેખાતો ?
ભગવાને રોજ ચોપડો લખવાનો કહ્યો હતો, તે અત્યારે બાર મહિને ચોપડો લખે છે. જ્યારે પર્યુષણ આવે છે ત્યારે. ભગવાને કહ્યું કે સાચો વેપારી હોય તો રોજ લખજે ને સાંજે સરવૈયું કાઢજે. બાર મહિને ચોપડો લખે છે, પછી શું યાદ હોય ? એમાં કઈ રકમ યાદ હોય ? ભગવાને કહ્યું હતું કે સાચો વેપારી બનજે અને રોજનો ચોપડો રોજ લખજે અને ચોપડામાં કંઈ ભૂલ થઈ, અવિનય થયો એટલે તરત ને તરત પ્રતિક્રમણ કરજે, એને ભૂંસી નાખજે.
[૪] અહો ! અહો ! એ જાગૃત દાદો !
તિર્દોષ દષ્ટિ છતાં બોલાય દોષિત આ દુનિયામાં બધા નિર્દોષ છે પણ જો આવી વાણી નીકળે છે ને ! અમે તો આ બધાને નિર્દોષ જોયેલા છે, દોષિત એક્ય છે નહીં. અમને દોષિત દેખાતો જ નથી. ફક્ત દોષિત બોલાય છે. આપણે આવું બોલાતું હશે ? આપણે શું ફરજિયાત છે ? કોઈનુંય ના બોલાય. એની પાછળ તરત જ એનાં પ્રતિક્રમણ ચાલ્યા કરે. એટલું આ અમારે ચાર ડિગ્રી ઓછી છે તેનું આ ફળ છે. પણ પ્રતિક્રમણ કર્યા વગર ના ચાલે.
અમે ડખોડખલ કરીએ, કડક શબ્દ બોલીએ તે જાણી જોઈને બોલીએ પણ કુદરતમાં અમારી ભૂલ તો થઈ જ ને ! તે તેનું અમે પ્રતિક્રમણ કરાવીએ. દરેક ભૂલનું પ્રતિક્રમણ હોય. સામાનું મન તૂટી ના જાય તેવું અમારું હોય.
પ્રશ્નકર્તા : શુભ આશયથી વઢીએ તોય પ્રતિક્રમણ કરવું પડે ?
દાદાશ્રી : શુભ આશયથી પુણ્ય બંધાય છે. જ્ઞાન ના હોય ને આના પર ક્રોધ કરો તોય પુણ્ય બંધાય. કારણ કે આશય પર છે. આ જગતમાં બધું આશયથી બંધાય છે.
મારાથી ‘છે” એને ‘નથી’ એમ ના કહેવાય અને ‘નથી’ એને ‘છે” એમ ના કહેવાય. એટલે મારાથી કેટલાક લોકોને દુઃખ થાય. જો ‘નથી’ એને હું ‘છે” કહું તો તમારા મનમાં ભ્રમણા પડી જાય. અને આવું બોલું તો પેલા લોકોને મનમાં અવળું પડી જાય કે આવું કેમ બોલે છે ? એટલે મારે પેલી બાજુનું પ્રતિક્રમણ કરવું પડે રોજ, આવું