________________
(૩) નહોય ‘એ” પ્રતિક્રમણ મહાવીરનાં !
૬૯
પ્રતિક્રમણ
પામ્યાનો કેફ લઈને ફરે છે. આ તો ‘સ્વરૂપ’નો એક છાંટો પણ પામ્યો ન કહેવાય. જ્યાં ‘જ્ઞાન’ અટક્યું છે ત્યાં કેફ જ વધે. કેફથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ ખસવાનું અટક્યું છે.
અજ્ઞાતદશામાં પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : સાચાં પ્રતિક્રમણ કેવી રીતે કરવો ?
દાદાશ્રી : સાચાં પ્રતિક્રમણ તમને હું દૃષ્ટિ આપું ત્યાર પછી કામના. કારણ કે જાગૃતિ આવ્યા વગર પ્રતિક્રમણ માણસથી થાય નહીં. અને જાગૃતિ જ્ઞાન આપ્યા વગર આવે નહીં. અને જ્ઞાન આપીએ ત્યારે જાગૃતિ નિરંતર રહ્યા કરે. આ તો હું તમને પ્રતિક્રમણનું કહીશ, સમજણ પાડીશ, તોય કાલે તમે પાછા ભૂલી જશો.
હવે આપને જો તાત્કાલિક જ યાદ નથી આવતું તો સાંજે શું યાદ આવે છે ? આખો દહાડો મુઝાયેલો ને આખો દહાડો ગભરાયેલો, શી રીતે દોષ યાદ આવે ? જાગૃતિ જ ક્યાં છે ? બેભાનપણે ! અભાનતાથી ફરે છે. ‘હું કોણ છું’ એનું ભાન નથી, એટલે દોષ શી રીતે દેખાય ? દોષ દેખાય તો કલ્યાણ થાય.
પ્રશ્નકર્તા : પણ જે માણસે જ્ઞાન ના લીધું હોય એ પ્રતિક્રમણ કરી શકે ? જેણે જ્ઞાન લીધેલું નથી એવાં માણસોને આપણે પ્રતિક્રમણ ક્રિયા સમજાવીએ તો એને પરિણામ પામે ?
દાદાશ્રી : ના થાય, થાય નહીં. જાગૃતિ ના રહેને ! જ્ઞાનથી બધાં પાપો ભસ્મીભૂત થાય એટલે જાગૃતિ ઉત્પન્ન થાય અને જાગૃતિ ઉત્પન્ન થાય તો આ બધું ખ્યાલ રહે.
પ્રશ્નકર્તા: એટલે આ પ્રતિક્રમણનો ઈલાજ દરેકને આપી શકાય એમ નથી.
દાદાશ્રી : થઈ શકે નહીંને ! બીજાને કામ લાગે નહીં. પણ આપણે કહીએ કે થોડું ઘણું થાય એટલું તો કરજે. થોડું ઘણું કરે તોય લાભ થાય એને. પણ એને જાગૃતિ રહે નહીંને ! જાગૃતિ કેમ કરીને
રહે ? પણ છેવટે થોડો ઘણો લાભ થાય, આ પ્રતિક્રમણ જાણતો હોય તો ! પણ આય ઈલાજને જાણતા જ નથી, તેને શું લાભ થાય ?
એટલે આખું જગત જાગૃતિ નહીં હોવાથી બાર મહિને પર્યુષણ કરે છે. બિલકુલ જાગૃતિ નહીંને !
પ્રશ્નકર્તા : તમે કોઈ દિવસ સામાયિક કે કશું કરેલું ? દાદાશ્રી : અમે પ્રતિક્રમણ જ કરતા, કાયમ જ પ્રતિક્રમણ કરતા. પ્રશ્નકર્તા : આપને જ્ઞાન થયા પહેલાંની વાત પૂછું છું. દાદાશ્રી : એમાં તે દહાડે આવું નહીં.
જ્ઞાન પહેલાંય અમે પ્રતિક્રમણ કરતા, એ કેવાં ? આ કર્મ ખોટું બંધાઈ રહ્યું છે એના પસ્તાવાપૂર્વકનાં પ્રતિક્રમણ; પણ એ સાચાં પ્રતિક્રમણ કહેવાય નહીં. જ્ઞાન પછી સાચાં પ્રતિક્રમણ થયેલાં.
સમતિ થકી સાચાં પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કેવી રીતે શુદ્ધ ગણાય ? સાચું પ્રતિક્રમણ કેવી રીતે થાય ?
દાદાશ્રી : સમકિત થયા પછી સાચું પ્રતિક્રમણ થાય. સમ્યત્વ થયા પછી, દૃષ્ટિ સવળી થયા પછી, આત્મ દૃષ્ટિ થયા પછી સાચું પ્રતિક્રમણ થઈ શકે. પણ ત્યાં સુધી પ્રતિક્રમણ કરે અને પસ્તાવો કરે તો એનાથી ઓછું થઈ જાય બધું. આત્મ દૃષ્ટિ ના થઈ હોય અને જગતના લોક ખોટું થયા પછી પસ્તાવો કરે ને પ્રતિક્રમણ કરે, તો એનાથી પાપ ઓછાં બંધાય. પ્રતિક્રમણ, પસ્તાવો કરવાથી કર્મો ઊડીયા જાય !
કપડાં પર ચાનો ડાઘ પડે કે તરત તેને ધોઈ નાખો છો તે શાથી ?
પ્રશ્નકર્તા : ડાઘ જતો રહે એટલા માટે.