________________
(૩) નહોય ‘એ” પ્રતિક્રમણ મહાવીરનાં !
૬૮
પ્રતિક્રમણ
એટલે આમાં આપણે નિંદા કરવા જેવું નથી. આ જે છે તે સારું છે. પણ છતાંય એ લોકોની દાનત તો સારી છે, દાનત ખોટી નથી.
સાધુ-આચાર્યો કોઈનો દોષ છે એવું કહેવા નથી માગતો. આ સમજાયું નહીં તો કોઈ શું કરે ?
એમનો ઈરાદો બહુ સાચો છે બિચારાનો, કે આપણે મહાવીરની આજ્ઞા પાળવી છે. તેય જેટલું પળાય એટલી, સમજણ પડે એટલું તો પાળવા તૈયાર જ છે કે નહીં, તે આપણે જોવાની જરૂર છે. પછી સમજણ ના પડે તો પછી મુખ્ય વાત એમની દાનત શું છે કે એમાં સોમાંથી એક્યાસી જણ પાળવા તૈયાર જ છે. પછી એ માર્ગ આપણાથી ખોટો તો કેમ કહેવાય ? પણ એ અઠ્યાસી જણને પોતાનો એકુય દોષ દેખાતો નથી. એમ મોટી મોટી વાતો કરે છે. ‘હા, જરાક ગુસ્સો છે ને એ છે !' આવું બોલે, પણ દોષ છે એવું ના કહે.
હિન્દુસ્તાનમાંથી કોઈથી એવું બોલાય નહીં કે મને મોક્ષ વર્તે છે. કારણ કે હમણે સળી કરે તો ઉપાધિ. સળી કરે કે ફેણ માંડે. પછી મોક્ષ શાનો હોય ત્યાં આગળ ? અને આપણે અહીં તો બે ધોલ મારેને તોય કોઈ ફેણ કશું ના માંડે અને વખતે ફેણ મંડાઈ ગઈ, તો એનું પ્રતિક્રમણ કરે પાછું. અને બીજે ત્યાં તો પ્રતિક્રમણેય ના કરે ને કશુંય નહીં.
પ્રતિક્રમણથી વિશેષતા મોક્ષે તો ક્રેડીટ (જમા) અને ડેબીટ (ઉધાર) બન્ને ખાતાં પૂરાં થયાં તો જાય. કેડીટ શેષ રહે તો અવતાર રહે. ડેબીટ શેષ રહે તો અવતાર લેવો પડે.
પ્રશ્નકર્તા : કર્મની શેષ હોય છે કે ભાવની શેષ હોય છે ? દાદાશ્રી : કર્મની મા કોણ ? ભાવ. મા છે તો છોકરો છે.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કેડીટ અને ડેબીટ બન્નેને નિઃશેષ કરવા માટે છે ?
દાદાશ્રી : હા, બેઉને માટે પ્રતિક્રમણ કરવાનું પણ કેડીટનું યાદ ના રહેને. એટલે આ ક્રેડીટનું પ્રતિક્રમણ તો હંમેશાં કર્યા કરવાનું
તે પામ્યો મહાવીરનો માર્ગ પણ અત્યારે બધું આવું ચાલ્યું આવ્યું છે અને બહુ વર્ષનું જૂનું થઈ ગયેલું છે. ૨૫૦૦ વર્ષ થઈ ગયાં. બહુ વર્ષ જૂનું થાય એટલે એવું જ થઈ જાય ને ! આટલું બાર મહિને કરે છે તે સારું છે ને ! બાર મહિને પ્રતિક્રમણ કરીએ તેથી દોષ કંઈ ઘટે નહીં. તું કેવાં પ્રતિક્રમણ કરે છે ?
પ્રશ્નકર્તા : શૂટ ઑન સાઈટ.
દાદાશ્રી : એવાં પ્રતિક્રમણ કરવા પડે. હવે એ પ્રતિક્રમણ કરવા માટે જાગૃતિ જોઈએ. અને જાગૃતિ વગર શી રીતે થાય ? પોતાને ખબર જ ના પડે ત્યાં આગળ દોષ થયો છે. તે જ ઘડીવાર પછી ભૂલી જાય ને ! આ જાગૃતિ હોય નહીં એટલે પ્રતિક્રમણ થાય નહીં. એટલે અમે એને જાગૃતિની સ્થિતિમાં લાવીને મૂકીએ. તે નિરંતર જાગૃત થઈ જાય. પછી તે બધું શૂટ ઑન સાઈટ થાય. એક માણસના હાથમાં દોરો છૂટી ગયેલો હોય ને પતંગ એની પોતાની હોય, તે પછી પતંગ ગુલાંટ ખાય ને બૂમો મારે તો કશું વળે?
પ્રશ્નકર્તા : છૂટી ગયા પછી કંઈ ના વળે.
દાદાશ્રી : એવી સ્થિતિ આજે મનુષ્યોની છે. તે જો દોરો તમારા હાથમાં પકડાવી આપે, પછી ગુલાંટ ખાય તો તમે ખેંચો એટલે પાછું ઠેકાણે આવી જાય, નહીં તો ત્યાં સુધી પોતાના હાથમાં પરિસ્થિતિ જ નથી કોઈ જાતની.
મહાવીર ભગવાનના માર્ગને ક્યારે પામ્યો કહેવાય ? જ્યારે રોજ પોતાના સો-સો દોષો દેખાય, રોજ સો-સો પ્રતિક્રમણ થાય ત્યાર પછી મહાવીર ભગવાનના માર્ગમાં આવ્યો કહેવાય. ‘સ્વરૂપનું જ્ઞાન’ તો હજી એની પછી ક્યાંય દૂર છે ! પણ આ તો ચાર પુસ્તકો વાંચીને સ્વરૂપ