________________
પ્રતિક્રમણ
(૩) નહોય ‘એ’ પ્રતિક્રમણ મહાવીરનાં ! છે. તે અમારું ખેતશીનું કેમ નહીં કરતા હોય ? એ નામેય હોય છે ને દેવશી ને રાયશી ?
હવે એ લોકો જે પ્રતિક્રમણ કરે છે ને, એમાં પ્રતિક્રમણનું બળ જ નથી હોતું. સમજ્યા વગરનું કરે છે.
અને તે પાછું કેવું કરે છે ? માગધી ભાષામાં, એક અક્ષરેય સમજે નહીં, સમજ્યા વગરનું. અંગ્રેજીમાં આપણે કહીએ, ‘પારડન મી, પારડન મી’ કરીએ તો શું ભલીવાર આવે ? અંગ્રેજી તો સમજતા
નથી !
આટલાં પ્રતિક્રમણ કરવા છતાં એકય પ્રતિક્રમણ જો સાચું કર્યું હોય તો. એના કરતાં ગુજરાતી શીખવાડી દીધું હોય ને કે ભઈ. આ પ્રતિક્રમણ આવું કરજે. તો એ જાણે કે આની જોડે દોષ થયા માટે પ્રતિક્રમણ કરું છું. પણ આ તો સમજતા જ નથી ને બાર મહિનાનું ભેગું કરે છે. નહીં તો રાયશી-દેવશી પ્રતિક્રમણ કરે.
ત્યારે પેલો કહે, ‘મેં પ્રેમથી પ્રતિક્રમણ કર્યું.’ એ એમ સમજી જાય કે “આ પેલા એના નામનું ગાય છે, ત્યારે હું મારા નામનું ગાઉં.”
આ તો ચોપડવાની પી ગયા છે. માટે હવે ચોપડવાની ચોપડો ને પીવાની પીવો. જો પોતાની ભૂલ પોતાને માલમ પડે તો એ પરમાત્મા થાય.
હંમેશાંય કર્યાનું આવરણ આવે છે. આવરણ આવે એટલે ભૂલ દબાઈ જાય ને એટલે ભૂલ દેખાય જ નહીં. ભૂલ તો આવરણ તૂટે ત્યારે દેખાય અને એ જ્ઞાની પુરુષની પાસે આવરણ તૂટે, બાકી પોતાથી આવરણ તૂટે નહીં. જ્ઞાનીપુરુષ તો બધાં આવરણ ફેકચર કરી ઊડાડી મેલે ! પછી આ લોકોને તો રાયશી ને દેવશી ના પોષાય. આખા દહાડાનું સરવૈયું રાતે ના નીકળે, ભૂલી જાય આ લોકો. આ લોકો બેભાન છે ને !
એવું છે, રાયશી ને દેવશી એ બે પ્રતિક્રમણ જે કરે છે એને
ભગવાન ચાર આના આપે છે. મહેનત કરીને ? એ બેમાં કલાક થતા હશે ને ? તો મહેનત કર્યાના ચાર આના આપે છે. એક સામાયિકના ચાર આના. એમ બેના આઠ આના થાય ને એને ? આપણા મહાત્માઓ તો દહાડામાં સો-સો પ્રતિક્રમણ કરે ને તેના એક લાખ રૂપિયા આપે છે. એની કિંમત સમજાવવા માટે દાખલા રૂપે સમજાવ્યું છે.)
મૃત પ્રતિક્રમણ ખરેખર તો કેવું હોવું જોઈએ ? આજથી પાંચસો વર્ષ પહેલાં કેવાં પ્રતિક્રમણ થતાં ? તે મહારાજ સાહેબને પૂછે કે સાહેબ, મારે શુટ ઑન સાઈટ પ્રતિક્રમણ કેવી રીતે કરવા ? અમે આ ધંધો કરીએ તે, આ સોપારી ઓછી તોલીને આપું છું, સારું મીઠું લેવા આવે, ત્યારે ખરાબ મીઠું આપું છું, તેલ લેવા આવે ત્યારે ભેળસેળવાળું આપું છું. મહીં તોલ્યામાં દોષ થાય છે, એ શી રીતે હું પ્રતિક્રમણ કરું ? ત્યારે મહારાજ કહે, દેવશી પ્રતિક્રમણ કરજે. આખા દહાડાની ભૂલને યાદ કરી, લલ્લુ જોડે સોપારી ઓછી આપી'તી, તેનું પ્રતિક્રમણ, આને મીઠું ખરાબ આપ્યું તેનું પ્રતિક્રમણ, આને તેલ ભેળસેળવાળું આપ્યું'તું. દુકાનમાં ભાંજગડ કર કર કરી તેનું પ્રતિક્રમણ. એટલે દેવશી રીતે કરજે. ચોપડો ઉધાર છે, રાયશી, દેવશી કરતાં કરતાં કચ્છી લોકોએ નામ પાડી દીધાં. રાયશી, કરમશી, દેવશી... !
રાયશી એટલે રાતના કરેલા દોષો તેનું પ્રતિક્રમણ, એમ કરતાં કરતાં નામ પડી ગયાં, તો રહ્યું જ શું છે ? તે પાંચસો વર્ષ પહેલાં કંઈક સજીવન હતું આ પ્રતિક્રમણ, તે અત્યારે તો એ પ્રતિક્રમણની મરી ગયા પછી પૂજા થાય છે ! અલ્યા છોડને મૂઆ ! હવે મરી ગયેલા પ્રતિક્રમણ છોડને ! ત્યારે કહે, ના આવી પૂજા કરવાની. આજ પ્રતિક્રમણ છે. આવજો બધા ત્યાં આગળ. અલ્યા મૂઆ, મરી ગયેલા પ્રતિક્રમણની શું કામ પૂજા કરો છો ?
અલ્યા, કઈ જાતના ચક્કરો પાક્યા ! ભગવાને પહેલેથી બધું જ ભાખેલું છે. ભગવાન બધું જ જાણતા'તા કે કેવા પાકવાના છે !