________________
(૩) નહોય ‘એ' પ્રતિક્રમણ મહાવીરનાં !
પ૭
પ્રતિક્રમણ
દાદાશ્રી : કોને ? મુમુક્ષુ : આપણને.
દાદાશ્રી : દોષ થાય એટલે પ્રતિક્રમણ કરે. પણ એ પ્રતિક્રમણો તમારાથી ના થાય. સાધુઓને નથી આવડતુંને, આ પ્રતિક્રમણ તો શૂટ ઑન સાઈટ, દોષ થતાંની સાથે જ પ્રતિક્રમણ હોય.
મુમુક્ષુ : અમે રાયશી ને દેવશી બે પ્રતિક્રમણ કરીએ.
દાદાશ્રી : એ પ્રતિક્રમણ ના ચાલે. એ તે કેવું જોઈએ ? દોષ થાય કે તરત દોષ ઓળખતાં આવડવું જોઈએ, એ ચાલે. આ રાયશીદેવશી કરીને તો અત્યાર સુધી ભટક ભટક કર્યા કર્યું, અનંત અવતારથી !
પહેલાંના વખતમાં પ્રતિક્રમણ શૂટ ઑન સાઈટ કરતા. તે માણસને અત્યારે એ રહે નહીં એટલે પછી આખો દહાડો દોષ થયા હોય તે રાત્રે સંભારીને દહાડાનાં પ્રતિક્રમણ કરવાનાં, તે દેવશી કહેવાય. અને આખી રાતના દોષો તે સંભારી અને સવારનાં પ્રતિક્રમણ કરવાનાં તે રાયશી કહેવાય.
હોય કદી ક્રિયા પ્રતિક્રમણ અમે આ કાળના માણસોને ધર્મ જાણવો હોય તો અમે એને શું શીખવાડીએ કે તારાથી ખોટું બોલાઈ જવાય તેનો વાંધો નથી, મનમાં તું જુદું બોલ્યો તેનો વાંધો નથી, પણ હવે તું એનું પ્રતિક્રમણ કર, કે ફરી આવું નહીં બોલું. પ્રતિક્રમણ કરવાનું અને શીખવાડીએ.
મુમુક્ષુ : તો અમે સવાર-સાંજ રાયશી ને દેવશી પ્રતિક્રમણ કરીએ છીએ એ શું ખોટું છે ?
દાદાશ્રી : એ તો મરી ગયેલાં મડદાંનાં કરો છો, જીવતાનાં પ્રતિક્રમણ નથી કરતા. એ તો મરી ગયેલાં મડદાં હોય એવું પ્રતિક્રમણ કરીએ તો એને પુણ્ય બંધાય.
મુમુક્ષુ : એનો અર્થ એવો થયો કે જ્યારે ખોટું કરીએ ત્યારે
પ્રતિક્રમણ કરવું ?
દાદાશ્રી : પ્રતિક્રમણ તો હંમેશાં શૂટ ઑન સાઈટ કરવાનું હોય. પ્રતિક્રમણ તો કોઈ દહાડોય ઉધાર ના રખાય.
મુમુક્ષુ જીવ તો હંમેશાં કર્મની વર્ગણા બાંધ્યા કરે છે તો એણે સતત પ્રતિક્રમણ કરવાનું ?
દાદાશ્રી : હાસ્તોને, કરવું પડે.
આમાં ઘણા મહાત્માઓ પાંચસો-પાંચસો પ્રતિક્રમણ રોજ કરતા હશે ! આ નીરુબેન તો કેટલાં કરતાં હશે ? આજે આઠ વર્ષથી રોજ પાંચસો-પાંચસો, હજાર જેટલાં પ્રતિક્રમણ કરે.
પ્રશ્નકર્તા : એ તો ભાવ પ્રતિક્રમણ છે, ક્રિયા પ્રતિક્રમણ તો થાય જ નહીંને?
દાદાશ્રી : ના, ક્રિયામાં પ્રતિક્રમણ હોય જ નહીં. પ્રતિક્રમણ તો ભાવ પ્રતિક્રમણની જ જરૂર છે, જે કામ કરે. ક્રિયા પ્રતિક્રમણ હોય નહીં. ક્રિયા પ્રતિક્રમણ તો મડદું છે મડદું. એ તો ખરાબ જગ્યાએ ટાઈમ ના વપરાય અને સામાયિક થાય. સામાયિકનું ફળ મળે એમાં મને સારું રહે.
પ્રશ્નકર્તા : એ નિર્જરા ખરી કે નહીં ?
દાદાશ્રી : નિર્જરા તો હંમેશાં થયા જ કરે. નિર્જરા તો દરેક જીવને થઈ જ રહી છે પણ એ સારો ભાવ છે કે તારે પ્રતિક્રમણ કરવું છે. એ ભાવ સારો છે એટલે નિર્જરા સારી થાય બાકી પ્રતિક્રમણ તો શૂટ ઑન સાઈટ હોય.
આ બધા દિવસમાં પચાસ-સો વખત પ્રતિક્રમણ કરે. પ્રતિક્રમણ વગર તો કોઈ દહાડો કશું થાય એવું નથી. અને આ જે પ્રતિક્રમણ છે એ દ્રવ્ય પ્રતિક્રમણ છે, ભાવ પ્રતિક્રમણ જોઈશે.
પ્રશ્નકર્તા : દ્રવ્યની સાથે ભાવ જોઈએને ?