________________
(૩) નહોય ‘એ’ પ્રતિક્રમણ મહાવીરનાં !
દાદાશ્રી : નહીં, આવું સાધુ મહારાજ કહે છે કે એમાં કોઈ વસ્તુમાં પાપ જ નથી. નવરા પડ્યા, એમને સમકિત ના આવ્યું, તે એમનું મગજ ખરાબ થઈ ગયું ને લોકોનાં મગજ ખરાબ કરી નાખ્યાં.
૫૫
હવે આવું બોલવું એય ગુનો છે. કારણ કે કૃપાળુદેવે કહ્યું કે આવું કરતો હોય ને જો તમે ખોટું કહેશો, તો એ છોડી દેશે. માટે કશું બોલવું નહીં.
એટલે પ્રતિક્રમણ આવું થઈ જવાથી બધું બગડી ગયેલું છે. એમ કહીએ તો ચાલે. છતાં કાઢી ના નખાય. જે છે એનાથી ચલાવી લેવાનું છે. આમાંથી સુધરશે પાછું. કાળ સુધારી રહ્યો છે.
ઓર્નામેન્ટલતી એમાં તથી જરૂર
મુમુક્ષુ : પ્રતિક્રમણ કરવાની કોઈ ટેકનિક ખરી ?
દાદાશ્રી : હવે કશું ના આવડે તો માફી માંગો કે હૈ દાદા, તમારી સાક્ષીએ મને આ સમજણ પડતી નથી, આવી-તેવી કે ચાલ્યું. અને ટેકનિકની ત્યાં જરૂર નથી. તમારો હેતુ શો છે ?
એટલે પછી હેતુને બુદ્ધિશાળી લોકો ઓર્નામેન્ટલ બનાવે ને ઓર્નામેન્ટલ બનાવે એટલે પેલો બિચારો ભડક્યા કરે કે, આપણા જેવાને સમજણ પડતી નથી, આપણાથી થાય નહીં. અરે, મેલને પૂળો અહીંથી, માફી માગો. ‘મને સમજણ પડતી નથી. આ બધી ભૂલો થઈ, તે ભગવાન આપની સાક્ષીએ માફી માગું છું.' ત્યાં તો ઓર્નામેન્ટલ હોતું હશે ?
અતિક્રમણ, ડગલે ને પગલે
આ જે પ્રતિક્રમણ તમે કરો છો, એ પ્રતિક્રમણથી એક વરસ દહાડામાં બે આના મળે. અને સાચું પ્રતિક્રમણ કરે ને તો વરસ દહાડામાં ત્રણસોને પાંસઠેય દહાડાના, ચોવીસેય કલાકના સોળ આના મળે.
પ્રતિક્રમણ
સાચું પ્રતિક્રમણ એટલે સમજાયું તમને ? આપણે આમ વ્યવહારમાં ક્રમણ રાખીએ છીએ. ક્રમણ એટલે આપણે કહીએ, ‘મને ખાવાનું આપો માજી.' તે માજી ખાવાનું આપે. એમાં કશી ભાંજગડ નથી. પણ આપણે કહીએ, ‘માજી, આ કઢી ખારી કરી નાખી', તે અતિક્રમણ કર્યું કહેવાય. અને અતિક્રમણ કર્યું હોય તો પ્રતિક્રમણ કરવું પડે. અતિક્રમણ ના કર્યું હોય તો પ્રતિક્રમણ ના કરવું પડે. અતિક્રમણ કરે છે ખરાં કે
લોક?
૫૬
પ્રશ્નકર્તા : અતિક્રમણ તો ઓટોમેટિક જ થઈ જાય.
દાદાશ્રી : અતિક્રમણ કરો તો પ્રતિક્રમણ કરવાનું ભગવાને કહ્યું છે. અતિક્રમણ ના કરતા હોય તો કશો વાંધો નથી. તમે કઢી ખારી આપી ને હું ખાઈ લઉં તેમાં પ્રતિક્રમણની જરૂર નથી.
પ્રશ્નકર્તા ઃ ડગલે ને પગલે અતિક્રમણ તો થાય છે ? દાદાશ્રી : તો અતિક્રમણ થશે ત્યાં સુધી આ મનુષ્યપણું ફરી આવશે નહીં. ચેતીને ચાલજો. આ તો પોપાબાઈનું રાજ નથી, આ તો વીતરાગોનું રાજ છે. અહીં જરાયે લાંચરુશ્વત ના ચાલે. હા, બધા જાણે અહીં તો. પોલ ના ચાલે અહીં આગળ તો.
પ્રશ્નકર્તા : એના માટે રસ્તો ખરો ?
દાદાશ્રી : આ બેનને તમારા માટે જરાક અવળો વિચાર આવે કે આ વળી આવ્યા ને મને ભીડ શું કરવા કરી ? એટલો વિચાર મહીં આવે પણ તે તમને જાણવા ના દે, મોઢું હસતું રાખે. તે વખતે મહીં પ્રતિક્રમણ કરે. અવળો વિચાર કરે તે અતિક્રમણ કર્યું કહેવાય. એ રોજ પાંચસો-પાંચસો પ્રતિક્રમણ કરે છે. નર્યા દોષ જ છે, ભાન જ નથી હોતું.
ખપે રોકડું પ્રતિક્રમણ
મુમુક્ષુ : આ કર્મો ‘ડિસ્ચાર્જ' થાય છે, ત્યારે જે ખરાબ થયાનું પ્રતિક્રમણ કરીએ તોય એટલાં કર્મનાં ફળની થોડીક અસર તો ભોગવવી પડેને ?