________________
પ્રતિક્રમણ
(૩) નહોય “એ” પ્રતિક્રમણ મહાવીરનાં !
પ૩ ભવમાં પ્રતિક્રમણ કરી લે. એટલે હવે એ નિર્દોષ થઈ ગયો પછી આવતા ભવમાં ફરી દોષ કરે જ કેમ ?
દાદાશ્રી : એ તો કરવાનો જ. તે દર્શનમોહનીય ચાલુ છે એટલે પછી જેવા સંજોગ મળે તેવું કરે.
પ્રશ્નકર્તા : એટલે મૂળ કહેવાની વાત એ છે કે આત્મજ્ઞાન થાય પછી પ્રતિક્રમણ કરે તો જ નિર્દોષ થાય અને પછી કોઈપણ જન્મમાં એવું ન થાય.
દાદાશ્રી : અનંત અવતારથી ચોરીઓ છોડી છોડીને આવ્યો હોય, તે આવતા ભવે મા-બાપ ચોર મળે તે પાછો ચોર થઈ જાય. જેને દર્શનમોહ છે, એ શું ના કરે ?
પ્રશ્નકર્તા : તો એને પેલું પ્રત્યાખ્યાન કરેલું ફળ ના આપે ?
દાદાશ્રી : ના. એ તો એને તે ભવ પૂરતું જ હોય, પછી ના હોય. પછી બીજા સંજોગો ભેગા થાય તો બીજું બધું થાય.
આ તો આપણને અહીં આગળ પ્રતિક્રમણ કામ લાગ્યો કે ભાઈ, આવક બંધ થઈ ગઈ છે. માટે જાવકનો નિકાલ કરો. દર્શનમોહ બંધ થઈ ગયો, આવક બંધ થઈ ગઈ છે. આવક જો ચાલુ રહે તો રહે ? તો એ લોકોને આવક ચાલુ છે જથ્થાબંધ. જાવક કરતાં આવક વધારે. કેટલી આવક હોય ? જેટલી કલ્પના કરે એટલાં કર્મ !
આમ સર્જાયો એતો ઇતિહાસ પ્રશ્નકર્તા ઃ આ જૈનમાં સંવત્સરી કરવાનું કેમ કહ્યું? એ પર્વનો ઇતિહાસ શું?
દાદાશ્રી : જે તે રસ્તે પ્રતિક્રમણ કરજે. એવું છે, ભગવાને કહેલું, રોજ પંજો વાળજે. રાતે ને દહાડે, બે વખત પૂંજો વાળજે. સૌથી પહેલું કહ્યું કે, ‘શૂટ ઑન સાઈટ' કરજે. ત્યારે કહે, “સાહેબ, એવું કંઈ વારેઘડીયે બંદૂક સાથે હોય છે ?” ત્યારે કહે, “રાતની જોખમદારીઓની
બંદૂક સવારમાં લગાવજે અને રાતે લગાવજે.' પછી એ પાછા હજારમાંથી બે જણ નીકળ્યા એ કહે, ‘અમારે સાહેબ શું કરવું? અમારે થતું નથી આવું, સવાર ને સાંજનું લગાડવાનું.’ ત્યારે કહે છે, ‘પાક્ષિક કરજો.’ તે પણ ના નીકળ્યા ત્યારે કહે, “ચાર મહિને કરજો.' ભગવાનને આગળ કંઈ રસ્તો દેખાડવો પડે ને ! છેવટે ભગવાન અહીં આવીને અટક્યા કે, ‘ભઈ સંવત્સરીને દહાડે તો કરજે છેવટે. બાધભારે બોલજો કે બધાની માફી માગું છું.”
એટલે આ કાળમાં અત્યારે ‘શૂટ ઑન સાઈટ'ની વાત તો ક્યાં ગઈ પણ સાંજે કહે છે કે, આખા દહાડાનું પ્રતિક્રમણ કરજો. તે વાતેય ક્યાં ગઈ, અઠવાડિયે એકાદવાર કરજો તે વાતેય ક્યાં ગઈ ને પાક્ષિકે ક્યાં ગયું અને બાર મહિને એક ફેરો કરે. તેય સમજતા નથી ને કપડાં સરસ પહેરીને ફર્યા કરે છે. એટલે આમ રીયલ (સાચા) પ્રતિક્રમણ કોઈ કરતા નથી. એટલે દોષો વધતા જ ચાલ્યા. પ્રતિક્રમણ તો એનું નામ કહેવાય, કે દોષ ઘટતા જ આવે.
અતિક્રમણથી આ જગત ઊભું થયું અને પ્રતિક્રમણથી બંધ થાય.
માર્ગદર્શત વંકાયાં ત્યાં શું ? મુમુક્ષુ : દાદા, આમ તો અમે પ્રતિક્રમણ કરીએ છીએ.
દાદાશ્રી : તમને પ્રતિક્રમણ કરતાં આવડતું હશે ? એ તો બધું ઠીક છે. એ તો બાળકના હાથમાં રતન આપવા જેવું. પ્રતિક્રમણ તો સમજ્યા પછી પ્રતિક્રમણ, નિજ સ્વરૂપની પ્રાપ્તિ પછી પ્રતિક્રમણ હોય. પ્રતિક્રમણ કરાવનાર જોઈએ ને પ્રતિક્રમણ કરનાર જોઈએ. બધું સાથે જોઈએ. આ તો કોણ કરાવનાર તમારે ત્યાં ?
મુમુક્ષુ : આ પ્રતિક્રમણ અમને મહારાજ કરાવડાવે છે. પ્રતિક્રમણ શું છે, તેની મને ખબરેય નથી. પણ એમાં કહે છે કે, ઢીંગલા-ઢીંગલી પૈણાવ્યાં, આ કર્યું, એ બધાં પાપ છે. એના મિચ્છામિ દુક્કડમ કરાવે