________________
(૩) નહોય ‘એ પ્રતિક્રમણ મહાવીરનાં !
૪૮
પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા : પણ પ્રતિક્રમણ તો દોષનું છે. કોઈ પણ દોષ થયો એટલે પ્રતિક્રમણ કરે, હવે દોષ ભૂંસાવો એટલે મોક્ષમાર્ગે જવું.
દાદાશ્રી : ના, એવું કશું નહીં.
પ્રશ્નકર્તા : એ કેવી રીતે ? અમને જરા સમજાવો કે એક પ્રતિક્રમણથી પુણ્ય મળે છે અને...
દાદાશ્રી : આપણે અહીં પ્રતિક્રમણ છે તે મોક્ષને માટેનું છે. પણ આ સંસારનું પ્રતિક્રમણ તો સંસારનો કોઈ દોષ, સંસારના સુખને માટે, એનો જે હેતુ હોય એમાં વપરાય.
પ્રશ્નકર્તા : બરાબર છે, હું એય સમજવા માગું છું કે, પ્રતિક્રમણ બે પ્રકારના આપે કહ્યું, એમાં એક પ્રતિક્રમણનું પરિણામ.
દાદાશ્રી : બે પ્રકારનાં નહીં, પ્રતિક્રમણ એક જ પ્રકારના હોય.
પ્રશ્નકર્તા : હા, પણ એમાં જે ધ્યેય છે, ધ્યેય બે પ્રકારનાં આવ્યા ને ? એક મોક્ષનો ધ્યેય...
દાદાશ્રી : બેય બે પ્રકારના નહીં, કેટલીય પ્રકારના ધ્યેય, એમાં માણસે માણસે જુદી જુદી જાતના ધ્યેય એમાં.
પ્રશ્નકર્તા: હવે આમાં સંસારના સુખનું જે ધ્યેય છે. એનો અર્થ થયો કે પ્રતિક્રમણથી એને ધર્મધ્યાન થાય, શુક્લધ્યાન ન થાય ?
દાદાશ્રી : પ્રતિક્રમણ ને શુક્લધ્યાનને લેવાદેવા નથી. શુક્લધ્યાન તો લેવાદેવા જ ના હોય સંસારમાં. આપણે ત્યાં અહીં આગળ, આ તો અક્રમ છે એટલે શુક્લધ્યાન. નહીં તો શુક્લધ્યાન બોલાય જ નહીં.
પ્રશ્નકર્તા : તો એ પ્રતિક્રમણ કેવી રીતે થાય ? મારે સમજો કે, પ્રતિક્રમણ કરવું છે, મારે સંસારમાં સુખ જોઈએ છે, તો એ કેવી રીતે પ્રતિક્રમણ, કેવો ધ્યેય રાખવાનો ? એટલે ધ્યેય રાખીને, કેવી રીતે પ્રતિક્રમણ કરવાનું છે ?
દાદાશ્રી : ના, ના. પ્રતિક્રમણ તો એ કરેને, તો આપણી મહીં દોષ થયેલો એ ભૂંસાઈ ગયો.
પ્રશ્નકર્તા : ભૂંસાઈ ગયો તો ભૂંસાઈ ગયો, પછી ? દાદાશ્રી : એટલે પુણ્ય બંધાઈને !
પ્રશ્નકર્તા : હા, તો એવી રીતે આ મોક્ષમાર્ગમાં એને પુણ્ય બંધાઈ જ ને?
દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા : તો કેવી રીતે સમજવું તે ? દાદાશ્રી : મોક્ષમાર્ગમાં છૂટા થવા માટે પ્રતિક્રમણ કરીએ છીએ. પ્રશ્નકર્તા : પણ એ છૂટા થવા માટે અને પેલા ? દાદાશ્રી : પેલા છૂટા થવાને લેવાદેવા નહીં.
પ્રશ્નકર્તા : તો એ મનમાં એવું ધારેલું હોય કે, ભઈ અમને આ...
દાદાશ્રી : ના, એ તો “ચંદુલાલ” થઈને પ્રતિક્રમણ કરતો હોયને?
પ્રશ્નકર્તા : અજ્ઞાની અને જ્ઞાની ?
દાદાશ્રી : બસ.
પ્રશ્નકર્તા : એનો ભેદ. હા, તો બરોબર. અજ્ઞાની જે કરે, પ્રતિક્રમણ એને પુણ્ય મળે.
દાદાશ્રી : અજ્ઞાની જે કરે એને પુણ્ય કે પાપ જ હોય. બીજું કશું જ ના હોય. એ તો મોક્ષનો માર્ગ જ ના હોય.
પ્રશ્નકર્તા : હા, બરાબર છે.