________________
(૩) નહોય “એ” પ્રતિક્રમણ મહાવીરનાં !
૪૫
પ્રતિક્રમણ
ના લે. ‘લોક એવા થઈ ગયા છે એવું કહે. પણ બધાં એવું જ કહે ને ! એટલે એના ભાગે, કોઈના ભાગે આવ્યું જ નહીં ને ! એટલે જા પછી પાછું મહાવીરને ઘેર, પાછું હતું ત્યાં ને ત્યાં !
અમે આવું બોલીએ, પણ અમે તો બોલતાં પહેલાં જ પ્રતિક્રમણ કરી લીધેલું હોય, તમે આવું બોલશો નહીં. અમે આવું કડક બોલીએ છીએ, ભૂલ કાઢીએ છીએ છતાં અમે નિર્દોષ જોઈએ છીએ. પણ જગતને સમજાવવું તો પડશે ને ? યથાર્થ, સાચી વાત તો સમજાવવી પડશે ને ?
પણ એટલું ખરું કે, વચલા તીર્થંકરના વખતમાં એ લોકો પ્રતિક્રમણમાં બહુ ડાહ્યા હતા. એટલે બહુ ઊંધા ના પડી જાય એ. એમની પ્રગતિ સારી થાય. એ બહુ સારું હોય.
પ્રશ્નકર્તા : એ લોકો, જેમ આપણે પ્રતિક્રમણ છે, ‘શૂટ ઑન સાઈટ’નું એવું પ્રતિક્રમણ કરતા'તા, એ લોકો ? એ જરા ખુલાસો કરોને !
દાદાશ્રી : હા, એવું શૂટ ઑન સાઈટનું. અને એ કંઈ મોક્ષનો માર્ગ નહોતો. એ સંસારમાં શૂટ ઑન સાઈટ થયું ને, એટલે ગતિ સારી રહે, ફર્સ્ટક્લાસ રહે, દુઃખ ના આવે, અડચણો ના આવે વેર બંધાય નહીં. એટલે સંસારી સુખનો માર્ગ હતો એ. અને જેને મોક્ષે જવું હોય તેને મોક્ષના માર્ગમાં આ કામ લાગતું હતું. બન્ને રીતે કામ લાગતું હતું.
અને આ તો જુઓને, આ પ્રતિક્રમણ, પડકમણું, પડકમણું બોલે, તે મહારાજ બોલે ને લોકો સાંભળે. અને લોકો મહીં બોલે. આપણે પૂછીએ પડકમણાનો અર્થ શું? એ બોલે ખરા કે પ્રતિક્રમણ કરવાનું પણ એજ્ય દોષ ધોવાય નહીં. કપડું, સાબુ ઘાલવા છતાં, ચોખ્ખું પાણી વાપરવા છતાં, જે ડાઘ ના જતો હોય, તો સાબુ ખોટો હતો, કે કોઈ ધોનારો ખોટો હતો, કે પાણી ખોટું હતું ? એય દોષ ઘટ્યો નથી. શાથી દોષ ના ઘટ્યો ? રોજ આટલાં આટલાં પ્રતિક્રમણ કરે છે, તમે એ તો જાણો છો. તમે આ મહારાજ સાહેબ પાસે ગયેલા ને પ્રતિક્રમણ કરવા માટે ?
પ્રશ્નકર્તા : હા, ગયા હતા.
દાદાશ્રી : પડકમણું કર્યું તોય કેમ દોષ ધોવાયો નહીં એકુય ? કારણ કે પ્રતિક્રમણ માગધી ભાષામાં બોલે છે, એ પેલો પોપટ બોલેને, આયારામ-ગયારામ, મોક્ષ એ બધું બોલે તોય એમાં આપણે શું ? પોપટની જેમ નામ દેવું, એટલે આ સમજ્યા વગર પ્રતિક્રમણ કોનું કરે છે? સમજે તો ધોવાય. એટલે મેં મહારાજને કહ્યું કે ગુજરાતીમાં પ્રતિક્રમણ કરી નાખો. સમજે તો મનમાં એમ વિચાર આવે કે આ પ્રતિક્રમણ કરીએ છીએ. પણ આપણે કશું સાચું પ્રતિક્રમણ કરતા નથી. ફળ તો આવવું જોઈએ ને ?
પ્રાતિ, હેતુ પ્રમાણે પ્રશ્નકર્તા : આપે કહ્યું કે જે બાવીસ તીર્થંકરો હતા. તે વખતે ‘શૂટ એટ સાઈટ'નાં પ્રતિક્રમણો કરતાં હતાં, માણસો બધા વિચક્ષણ હતા, અને એ પ્રતિક્રમણ સંસારના સુખ અને મોક્ષ બન્ને વસ્તુ માટે કરતા હતા.
દાદાશ્રી : નહીં, એવું સુખ માટે નહીં, કેટલાકનો મોક્ષનો હેતુ, કેટલાકનો આ હેતુ, કોઈનો સુખનો હેતુ. આ પ્રતિક્રમણથી જે એનો હેતુ હતો તે પ્રમાણે એનો લાભ મળી જતો હતો.
પ્રશ્નકર્તા : પણ હું એમ પૂછું છું કે પ્રતિક્રમણમાં તો મોક્ષનો જ રસ્તો હોયને ? પેલો સુખનો રસ્તો પ્રતિક્રમણમાં કેવી રીતે આવે ?
દાદાશ્રી : પ્રતિક્રમણનો અર્થ શું કે આજે ખોટું થયું તે બદલ ક્ષમા માગી લઉં છું એટલે ખોટું ભૂંસાઈ ગયું એટલે પુણ્ય બંધાઈ. પુણ્ય બંધાઈ, એટલે પુષ્ય ભોગવવા જવું પડે.
પ્રશ્નકર્તા : પણ એ તો મોક્ષમાર્ગમાં પણ એમ જ થયુંને, તો પેલુંય પ્રતિક્રમણ થયું ને આય પ્રતિક્રમણ ?
દાદાશ્રી : એ સહુ સહુના હેતુ જુદા હોય. દરેકના હેતુ અને ધ્યેય જુદા હોય.