________________
(૩) નહોય “એ” પ્રતિક્રમણ મહાવીરનાં !
૪૩
પ્રતિક્રમણ
આપણે અહીંયાં યે આ દાદાની વંશાવળી બે-પાંચ પેઢી થશેને, એટલે એય જાત-જાતના ભાગ પાડશે. “રીવીઝનાલિસ્ટ' થશે. તે મેં અત્યારે ચેતવ્યા છે. મેં કહ્યું, “રીવીઝનાલિસ્ટ ના થશો પાછા હો ! આ સાયન્સ છે, જીવતું રહેવા દેજો. કામ કાઢી નાખશે આ.
મહાવીર ભગવાન જાતે જ કહીને ગયા છે. અમારા શિષ્યો બધા વાંકા ને જડ થશે. કારણ કે એ નિયમ જ હોય છે. આ એકલી ચોવીસીનો નહીં, બધી ચોવીસીઓનો નિયમ એવો જ હોય.
જૈન ધર્મનો કંઈ દોષ છે આમાં ? આ કાળચક્ર એવું છે એટલે. હવે આ કાળચક્રમાં આવું જ હોય. આ તો જ્ઞાનીપુરુષ કોક ફેરો હોય છે. દરેક પાંચમા આરામાં હોય છે જ. નહીં તો આ જગતનું આ છેલ્લા તીર્થકરના શાસનનું શું થાય ? જંગલ થઈ જાય. એટલે આવું કંઈ ને કંઈ એક પુષ્ટિ હોય છે. એ હોય છે ને તે ચાલ્યા કરે છે. શાસન દીપશે. અત્યારે બહુ સરસ દીપશે.
આ શાસન અમારું ના ગણાય. અમે શાસનના શણગાર કહેવાઈએ. મહાવીર શાસનના શણગાર ! હંએ. અમારે એ શાસનને શું કરવું ? આ પીડા અમે ક્યાં લઈએ ? આ તો ભગવાન મહાવીરનું શાસન કહેવાય. એ તીર્થકરને શોભે. અમને શોભે નહીં આ. અમે તો વચ્ચે એમાં પુષ્ટિ દેનારા.
આ ફક્ત અમારું જ્ઞાન, એનું એ જ વિજ્ઞાન છે આ. પણ ગલીકૂંચીઓવાળું છે આ. અત્યારે લોક ગલીકુંચીઓમાં પેસી ગયા છે. અને તે આડી ગલી એકલીમાં નહીં પણ આડીમાં પાછી ઊભી ને ઊભીમાં પાછી ત્રાંસી. ફરી જડે જ નહીં પાછો. હવે ત્યાં જ્ઞાન પહોંચાડવું એટલે બહુ સહેલું ના હોય.
આ ભગવાનનું જ્ઞાન તે કેવું સ્ટ્રેઈટ ફોરવર્ડ ! આ સ્ટ્રેઈટ લાઈન ને આ સ્ટ્રેઈટ લાઈન. નોર્થ, નોર્થ-વેસ્ટ, સાઉથ-વેસ્ટ, એવું બધું પણ એકઝેક્ટ ફીગરનું. અને આ તો અત્યારે કંઈ ગલીની મહીં ગલી ને તેની મહીં ગલી. અને ગોળ કૂંડાળું ફરીને પાછા ત્યાંના ત્યાં જ આવે
એટલે આ અક્રમજ્ઞાન આવ્યું.
અક્રમ એટલે ક્રમ-બ્રમ કશુંય નહીં. કશું જ કરવાનું નહીં. જ્ઞાની પુરુષની હાજરીમાં સર્વ પાપો ભસ્મીભૂત કરી શકે, એટલો બધો પાવર હોય, એટલી બધી એની શક્તિ હોય, અનેક જાતના પાવર હોય, છતાં જાતે શાસનના માલિક થવું નથી. શું કામ માલિક થાય ? માલિકને તો દુ:ખ હોય. એક તીર્થંકર વગર કોઈ માલિક થઈ શકે નહીં. તીર્થકરને માલિકપણું હોય નહીં. તીર્થકર તો સ્વભાવથી માલિક છે. તીર્થંકર સ્વભાવ છે એવો. અમારે આવું શું કરવું છે ? અમારું આ નિમિત્ત છે. એ પૂરું કરીને અમે ચાલ્યા જવાના.
વચલા બાવીસ તીર્થંકરોના વખતમાં જે જાગૃતિ હતી, એવું જો વર્તન આવી ગયું, એટલે ભગવાન કહેવાય. કારણ કે ચંદુલાલથી આર્તધ્યાન-રૌદ્રધ્યાન થઈ જાય છે ખરું પણ તે પ્રતિક્રમણ કરે છે એનું, માટે એ પાછો ધર્મધ્યાનમાં આવી ગયો કહેવાય.
જેનું પ્રતિક્રમણ જો સર્વસ્વ રીતે આવું રોકડું થઈ ગયું, ત્યાંથી એ ભગવાન પદ જ ગણાય. જેને રૌદ્રધ્યાન ને આર્તધ્યાન વધારે થતું નથી, જેને ખાત-ચોપડે લખાતું નથી. થાય તોય વાંધો નથી પણ પ્રતિક્રમણ કરશે ને, તે ચોપડે નહીં લખાય. એટલે સુધી ‘પદ' આપણે આપેલું છે. “ભગવાનપદ' તમારા હાથમાં આપેલું છે. હવે તમને જેવું વાપરતાં આવડે એવું વાપરજો. અમે તો આપી છૂટીએ.
કારુણ્યભાવે સરેલાં વેણ બાવીસ તીર્થકરોના જે શિષ્યો હતા તે બધા શૂટ ઑન સાઈટવાળા હતા. એટલા બધા જાગૃત હતા કે દોષ થાય કે તરત ખબર પડી જાય. હવે ચોવીસમા તીર્થંકર મહાવીરના અને ઋષભદેવ ભગવાનના, બેઉના શિષ્યો એ જુદી જાતના, ઋષભદેવના જડ અને સરળ અને મહાવીરના જડ અને વાંકા. ‘વંક જડાય પચ્છિમા.” હવે આ મહાવીર ભગવાને કહેલું જ છે ને, હવે આપણે સાધુઓને પૂછીએ કે ‘ભગવાને કહેલું છે ?” ત્યારે એ કહે, ‘હા, કહેલું જ છે ને !' એ એની જાત ઉપર