________________
(૨) પ્રત્યેક ધર્મે અરૂણું પ્રતિક્રમણ
૩૩
આચાર્ય કહેવાય. જગત કોઈને મોક્ષે જવા દે તેવું નથી. બધી રીતે આંકડા ખેંચી જ લાવે. તેનાથી આપણે પ્રતિક્રમણ કરીએ તો આંકડો છૂટી જાય. એટલે મહાવીર ભગવાનને આલોચના-પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન આ ત્રણ વસ્તુ એક જ શબ્દમાં આપી છે. બીજો કોઈ રસ્તો જ નથી. હવે પોતે પ્રતિક્રમણ ક્યારે કરી શકે ? પોતાને જાગૃતિ હોય ત્યારે. જ્ઞાનીપુરુષ પાસે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે એ જાગૃતિ ઉત્પન્ન થાય.
આલોચના-પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન મહાવીર ભગવાનના સિદ્ધાંતનો સાર છે અને અક્રમમાં જ્ઞાનીપુરુષ એ સાર છે, એટલું જ સમજવું જોઈએ. આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ છે. પણ એ ડખો કર્યા વગર રહે નહીં ને ! અનાદિની કટેવ પડી છે.
[3]
તહોય “એ' પ્રતિક્રમણ મહાવીરનાં !
એ છે ધર્મનો સાર સાચાં પ્રતિક્રમણ હોય તો તો આખો જૈન શાસ્ત્રોનો સાર જ આ પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન છે.
મુમુક્ષુ : આ બહુ સાયન્ટિફિક (વૈજ્ઞાનિક) વસ્તુ છે.
દાદાશ્રી : હા, બહુ સાયન્ટિફિક વસ્તુ છે. અને પ્રતિક્રમણ તો બધા જ ધર્મોમાં છે. પણ સાયન્ટિફિક એ છે કે આ પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન. આ સાયન્ટિફિક વસ્તુ છે, વૈજ્ઞાનિક ઢબ છે અને ક્રોધમાન-માયા-લોભ ઓછાં થઈ જાય. ક્રોધ-માન-માયા-લોભ પોતાના તાબામાં જ છે, પણ લોકોને ઓછાં કરવાં નથી.
દરેક જગ્યાએ પસ્તાવાથી શરૂઆત છે. અંગ્રેજોની શરૂઆત પસ્તાવાથી થાય. તે મુસ્લિમોય પસ્તાવો કરવાના. લોકો શું કહે છે કે, આ જે જે અમે કર્યું, એ બધો પસ્તાવો કરીએ છીએ, પશ્ચાત્તાપ કરીએ છીએ અને આપણે અહીં પ્રતિક્રમણરૂપે આપ્યું કે આપણે શું કહીએ છીએ કે અતિક્રમણ થયું માટે પ્રતિક્રમણ કરો. અતિક્રમણ એટલે વ્યવહારમાં જોઈએ તેનાં કરતાં વિશેષ થઈ ગયું માટે એનું પ્રતિક્રમણ
કરો.
મુમુક્ષુ : જે અમુક વખતે ડખોડખલ થઈ જાય છે કે સેન્સિટિવ (લાગણીશીલ) થઈ જાય છે, એને અટકાવવા માટે શું કરવું જોઈએ ?
દાદાશ્રી : પ્રતિક્રમણ ને પસ્તાવો કરવાનો ને ભાવના ભાવવી