________________
(૨) પ્રત્યેક ધર્મ પ્રરૂપ્યું પ્રતિક્રમણ
હતા ? એક જ દહાડો ત્રિમંત્ર બોલ્યા હતા ? તે જરા વધારે બોલેને એટલે બધું હલકું થઈ જાય અને તમને ભય લાગતો હોય તેય બંધ થઈ જાય.
૩૧
પ્રશ્નકર્તા : વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો માણસ કોઈ પાપ કરે કે ભૂલ કરે, તો એની એને સજા મળવી જોઈએ, તો મંત્રથી એ પાપનો નાશ કેવી રીતે થાય ?
દાદાશ્રી : મંત્રો શું છે કે આ પુરુષોની આપણે ભક્તિ કરીએ છીએ. ક્યા પુરુષોની ? વર્લ્ડમાં સર્વશ્રેષ્ઠ પુરુષોની ભક્તિ કરીએ છીએ, તે ઘડીએ મહીં કેટલી શક્તિ ઉત્પન્ન થાય.
પ્રશ્નકર્તા : તમે એમની બહુ ભક્તિ કરી, એમનાં વખાણ કર્યાં, એમનાં વાઈબ્રેશન લીધાં, પણ પાપ તો બાજુએ જ રહ્યાં ને ? પાપ તો જુદું રહ્યું જ ને ?
દાદાશ્રી : આ એમની ભક્તિ કરવાથી, એમની કીર્તન ભક્તિ કરવાથી સર્વ પાપો ભસ્મીભૂત થાય. તમારે પાપો નાશ કરવાં છે ? હું એક કલાકમાં કરી આપીશ, ‘વિધિન વન અવર’.
પાપ ચપ્પાથી કાપવાનું ના હોય. એની સ્લાઈસ પાડવાની ના હોય, એ તો ભસ્મીભૂત થાય.
પ્રશ્નકર્તા : પાદરીઓ પણ કહે છે કે અમારી પાસે કન્ફેશન કરી જાવ તો બધાં પાપો નાશ થઈ જાય.
દાદાશ્રી : એ કન્ફેસ કરવું સહેલું છે ? તમારાથી કન્ફેસ થાય ખરું ? એ તો અંધારી રાતમાં, અંધારામાં કરે છે, પેલો માણસ અજવાળામાં મોઢું નથી દેખાડતો. રાતે અંધારું હશે તો કન્ફેશન કરીશ.
અને મારી પાસે તો ચાળીસ હજાર માણસોએ એમનું બધું કન્ફેશન કરેલું છે, ઘણી છોકરીઓએ પણ ! એકેએક ચીજ કન્ફેસ કરે ! આમ લખી આપેલું છે. ઉઘાડા છોગે કન્ફેસ તો પછી પાપ નાશ થઈ જ જાયને ! કન્ફેસ કરવું સહેલું નથી.
પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા : એટલે આ પ્રતિક્રમણ કરે છે એ ને એ કન્ફેસ સરખું જ થયું ને પછી ?
૩૨
દાદાશ્રી : ના, એ સરખું ન હોય. પ્રતિક્રમણ તો અતિક્રમણ થાય અને પછી ધો-ધો કરવું અને પાછું ડાઘ પડે, પાછું ધોવું અને પાપ કન્ફેસ કરવાં, જાહેર કરવાં તો એ વસ્તુ જુદી છે.
પ્રશ્નકર્તા ઃ પ્રતિક્રમણ ને પશ્ચાત્તાપમાં ફેર શો ?
દાદાશ્રી : પશ્ચાત્તાપ એ બાધે ભારે છે, ક્રિશ્ચિયનો રવિવારે ચર્ચમાં પશ્ચાત્તાપ કરે છે. જે પાપ કર્યા તેનો બાધેભારે પશ્ચાત્તાપ કરે છે. અને પ્રતિક્રમણ તો કેવું છે કે, જેણે ગોળી મારી, જેણે અતિક્રમણ કર્યું, તે પ્રતિક્રમણ કરે. તે જ ક્ષણે, ‘શૂટ ઑન સાઈટ’ - તેને ધોઈ નાખે.
પ્રશ્નકર્તા : આત્માને નીંદવો કહે છે તે શું ?
દાદાશ્રી : એટલે પોતાની ભૂલ એકસેપ્ટ કરવાની માફી માંગવાની, પસ્તાવો કરવો તે નીંદવો. હવે મૂળ આત્માને નીંદવાનો નથી, પ્રતિષ્ઠિત આત્માને નીંદવાનો છે.
ચતુર્ગતિતા દોષ આંકડા, પ્રતિક્રમણથી છૂટે
પ્રતિક્રમણ વગર મોક્ષનો માર્ગ જ નથી. જ્યાં પ્રતિક્રમણ નથી ત્યાં માર્ગ જ ખોટો છે. જૈનો જો સાચાં પ્રતિક્રમણ કરે તેનાથી કષાયની ગાંઠ વળી ગઈ હોય તેને ઢીલી કરે અને તે આવતા ભવે જલદી નીકળી જાય. અમે જૈન કોને કહીએ કે જે ક્રોધ-માન-માયા-લોભ થાય ને તેનું તરત પ્રતિક્રમણ કરી લે, એ ભગવાનની આજ્ઞા પાળે તેને. તીર્થંકરો આ મૂકતા ગયા છે. કારણ કે મનુષ્ય જાતિ દોષ કર્યા વગર રહે નહીં (આત્મજ્ઞાની સિવાય). દેવલોકો દોષ કરે, મનુષ્ય જાતિ દોષ કરે, ચતુર્ગતિ દોષ કરે. દોષિત થયા વગર રહે નહીં. એના દોષ ભાંગવા માટે ઉપાય શો ? ત્યારે કહે, ‘આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન.
જગત શા આધારે ઊભું રહ્યું છે ? અતિક્રમણ દોષને લઈને આ જગત ઊભું રહ્યું છે. રોજ પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરે એ સાધુ, ઉપાધ્યાય,