________________
(૨) પ્રત્યેક ધર્મે અરૂણું પ્રતિક્રમણ
૨૧
પ્રતિક્રમણ
દાદાશ્રી : આ જ કર્મનો નિયમ ! માફી માંગવી એ જ કર્મનો નિયમ !
મુમુક્ષુ : તો તો બધા પાપ કરતા જાય ને માફી માંગતા જાય.
દાદાશ્રી : હા, પાપ કરતા જવાનું ને માફી માંગતા જવાનું. એ જ ભગવાને કહેલું છે.
મુમુક્ષુ : પણ ખરા મનથી માફી માંગવાનીને !
દાદાશ્રી : માફી માંગનારો ખરા મનથી જ માફી માંગે છે. અને ખોટા મનથી માફી માંગે તોય ચલાવી લેવાશે, તોય માફી માંગજો.
મુમુક્ષુ : તો તો પછી એને ટેવ પડી જાય !
દાદાશ્રી : ટેવ પડી જાય તો ભલે પડી જાય પણ માફી માંગજો. માફી માંગ્યા વગર તો આવી બન્યું જાણો ! માફીનો શો અર્થ છે? એને પ્રતિક્રમણ કહેવાય છે. અને દોષને શું કહેવાય ? અતિક્રમણ.
કર્મનો નિયમ શું છે ? અતિક્રમણ કરે તો એનું પ્રતિક્રમણ કરો. સમજાયું તમને ?
મુમુક્ષુ : હા.
દાદાશ્રી : એટલે માફી અવશ્ય માંગો. ને આ ડાહ્યા, દોઢ ડાહ્યાની વાત જવા દો. કોઈ ખોટું કરતો હોય ને માફી માંગતો હોય તો કરવા દોને ! “ધીસ ઈઝ કમ્પ્લીટ લાઁ.’
કોઈ બ્રાની પીતો હોય અને કહેશે કે હું માફી માગું છું. તો હું કહ્યું કે, માફી માંગજે. માફી માંગતો જજે ને પીતો જજે, પણ મનમાં નક્કી કરજે કે મારે હવે છોડી દેવી છે. સાચા દિલથી મનમાં નક્કી કરજે. પછી પીતો જજે ને માફી માંગતો જજે. એક દહાડો એનો અંત આવશે. આ સો ટકાનું મારું વિજ્ઞાન છે.
આ તો વિજ્ઞાન છે ! ઉગ્યા વગર રહે નહીં. તરત જ ફળ
આપનારું છે. “ધીસ ઈઝ ધ કૅશ બેન્ક ઑફ ડિવાઈન સૉલ્યુશન’, ‘કૅશ બેન્ક’ આ જ ! દસ લાખ વર્ષથી નીકળી જ નથી ! બે કલાકમાં મોક્ષ લઈ જાવ !! અહીં આગળ તું જે માંગું એ આપવા તૈયાર છું, માંગતો ભૂલે.
આવ્યા અને સુખ આપવા જ અતિક્રમણ એટલે કોઈને સહેજ પણ દુઃખ થાય, આમ ના થતું હોય વખતે, પણ ગર્ભિત દુ:ખ રહેતું હોય. ગર્ભિત એટલે અંદરખાને દુઃખ હોય, સામાને ના સમજણ પડે, ના પહોંચે પણ એનો અર્થ એવો ન થવો જોઈએ. ગર્ભિત એય દુઃખ ન હોવું જોઈએ. અમારી લાઈફમાં કોઈને પણ કિંચિત્માત્ર દુ:ખ નહીં આપેલું. પણ ગર્ભિત દુ:ખ થયેલું હોય તેની સામે માફી માંગી લઈએ. અમે દુઃખ આપવા નથી આવ્યા. અમે સુખ આપવા આવ્યા છીએ.
કયું ફરજિયાત, કયું મરજિયાત ? દાદાશ્રી : આ અમે અહીં આવ્યા તે ફરજિયાત કે મરજિયાત ? મુમુક્ષુ : મરજિયાત.
દાદાશ્રી : ના. આ તો લમણે લખેલું ફરજિયાત હતું અને મરજિયાત શું છે ? આ ભાઈએ ગોદો માર્યો તેય ફરજિયાત અને તેનું પ્રતિક્રમણ કરવું કે ના કરવું એ મરજિયાત છે.
૫00 રૂપિયા આપ્યા તે મેયરના દબાણથી આપ્યા. તેનો ‘અહીં’ જશ મળે પણ ‘ય’ કશું નહીં. અને મરજીથી આપે તો તેનું ત્યાં ફળ મળે, એ મરજિયાત.
મરજિયાત શું છે ? આ બધું ફરજિયાત જ છે. બહાર ક્રિયા કરી એ ફરજિયાત છે. અહીં ક્યા ભાવે ક્રિયા કરી તે મરજિયાત છે. બહાર કોઈએ બે ધોલ મારી તે ફરજિયાત ને મહીં પસ્તાવો કર્યો તો તે મરજિયાત સુધર્યું ને મહીં ભાવ બગાડ્યો, તે મરજિયાત બગડ્યું.