________________
(૨) પ્રત્યેક ધર્મે અરૂણું પ્રતિક્રમણ
૨૩
પ્રતિક્રમણ
કોઈ દોષ થયો હોય તો તેનો ખૂબ પસ્તાવો કરે, ખૂબ પસ્તાવો કરે, તો તે દોષ જાય. પણ એને છોડાવનાર જોઈએ.
ભાવસતા, પ્રતિક્રમણ તે પ્રત્યાખ્યાત કરવાની
હવે કોઈના ખેતરમાંથી ગલકું લઈ લેવાની ઇચ્છા ના કરશો. જોઈએ તો માગીને લેવું. અમેય નાના હતા બાર-તેર વર્ષના, ત્યારે લોકોનાં ખેતરોમાંથી વરિયાળી ચોરી લાવતા. તે પાછળથી કેટલાય પસ્તાવા કર્યા ત્યારે ચોખ્ખું થયું.
‘પ્રતિક્રમણ’ ને ‘પ્રત્યાખ્યાન' કરવાની જ ભાવસત્તા છે, ક્રમિક માર્ગમાં !
દ્રવ્ય કોઈના તાબામાં નથી. ભાવ જ આપણા તાબામાં છે. માટે ખોટું થાય તો પસ્તાવો કરી લો. અમારું દ્રવ્ય સારું હોય ને ભાવેય સારા હોય. તમારું સ્વછંદપૂર્વકનું દ્રવ્ય હોય એટલે પસ્તાવા કરવા પડે.
ભગવાન આવામાં તે હાથ ઘાલતા હશે ? એ તો જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી, બધું જ જુએ અને જાણે. ત્યારે એ શું પ્રેરણા કરતા હશે ? મૂઆ, એ તો મહીંથી ચોરી કરવાની ગાંઠ ફૂટે છે ત્યારે તને ચોરી કરવાનો વિચાર આવે છે. મોટી ગાંઠ હોય તો બહુ વિચાર આવે અને ચોરી કરી પણ આવે. અને પાછો કહે છે કે મેં કેવી ચાલાકીથી ચોરી કરી ! એવું કહે, એટલે ચોરીની ગાંઠને ખોરાક મળી જાય. પોષણ મળે એટલે નવાં બીજ પડ્યા કરે ને ચોરીની ગાંઠ મોટી ને મોટી થતી રહે.
જ્યારે બીજો ચોર હોય તે ચોરી કરે ખરો પણ સાથે સાથે એને મહીં ડંખ્યા કરે કે આ ચોરી થાય તે બહુ ખોટું થાય છે, પણ શું કરું ? પેટ ભરવા કરવું પડે છે. તે હૃદયપૂર્વક પશ્ચાત્તાપ કરતો રહે એટલે ચોરીની ગાંઠને પોષણ ના મળે. અને આવતા ભવ માટે ચોરી ના કરવી એવાં બીજ નાખે છે, તે બીજે ભવ ચોરી ના કરે.
હાર્ટિલી પસ્તાવો એક માણસને ચોરી કર્યા પછી પસ્તાવો થાય છે, એને કુદરત
જતો કરે છે. પશ્ચાત્તાપ કર્યો. એનો ભગવાનને ત્યાં એ ગુનો નથી. પણ જગતના લોકો દંડ કરે એ આ ભવમાં ભોગવી લેવો પડે.
પ્રશ્નકર્તા : પણ એ તો બધાય એવું માને છે કે ખોટું બોલવું એ પાપ છે, માંસાહાર કરવો, અસત્ય બોલવું, ખોટી રીતે વર્તવું એ બધું ખરાબ છે. તેમ છતાં લોકો ખોટું કર્યું જ જાય છે, તે કેમ ?
દાદાશ્રી : આ બધું ખોટું છે, આ ના કરવું જોઈએ એવું બધા બોલે છે, તે ઉપલક બોલે છે. ‘સુપરફલુઅસ’ બોલે છે. ‘હાર્ટિલી’ નથી બોલતા. બાકી જો એવું ‘હાર્ટિલી’ બોલે તો એને અમુક ટાઈમે ગયે જ છૂટકો ! તમારો ગમે તેવો ખરાબ દોષ હોય પણ તેનો તમને ખૂબ ‘હાર્ટિલી” પસ્તાવો થાય તો એ દોષ ફરી ના થાય. અને ફરી થાય તોય તેનો વાંધો નથી, પણ પસ્તાવો ખૂબ કર્યા કરો.
પ્રશ્નકર્તા : એટલે માણસ સુધરે એવી શક્યતા ખરી ?
દાદાશ્રી : હા, બહુ જ શક્યતા છે પણ સુધારનાર હોવો જોઈએ. એમાં એમ.ડી., એફ.આર.સી.એસ. ડૉક્ટર ના ચાલે. ગોટાળિયું ના ચાલે, એના તો “સુધારનાર’ જોઈએ.
હવે કેટલાકને એમ થાય કે ખૂબ પસ્તાવો કર્યો છતાંય ફરી એવો દોષ થાય, તો એને એમ થાય કે, આ આમ કેમ થયું ? એટલો બધો પસ્તાવો થયો તોય ? ખરેખર તો ‘હાર્ટિલી’ પસ્તાવો થાય, તેનાથી દોષ અવશ્ય જાય છે.
પ્રતિક્રમણથી હળવાશ થાય. ફરી એ દોષ થતાં એને પસ્તાવો થયા કરે.
સંસ્કાર ક્યારે બદલાય ? રાત-દિવસ પશ્ચાત્તાપ કરે ત્યારે. અગર તો આપણું જ્ઞાન મળે તો સંસ્કાર બદલાય.
પસ્તાવો એ કંઈ જેવી તેવી વસ્તુ નથી. પશ્ચાત્તાપ થવો જોઈએ.
પ્રશ્નકર્તા : આખો દિવસ આડું અવળું આમ તેમ કરીએ ને પછી રાત્રે પશ્ચાત્તાપ કરીએ તો ?