________________
પ્રતિક્રમણ
(૧) પ્રતિક્રમણનું યથાર્થ સ્વરૂપ કરવું ? આપણાથી જો આવો કોઈ અન્યાય થતો હોય તો તેનું શું પ્રાયશ્ચિત્ત ?
દાદાશ્રી : હા, એ તો કરવું જ પડે ને ! એ તમને અહીં શીખવાડશે.
ઓહો, એમાંય પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : અને પ્રતિક્રમણ તો બીજાના દોષ જોવાય, એના જ પ્રતિક્રમણ ?
દાદાશ્રી : બસ. બીજાના દોષ એકલા નહીં, દરેક બાબત, ખોટું બોલાયું હોય, અવળું થયું હોય, જે કંઈ હિંસા થઈ ગઈ હોય, ગમે તે પાંચ મહાવ્રત તોડાયાં હોય, એ બધા ઉપર પ્રતિક્રમણ કરવાનાં.
પ્રશ્નકર્તા : ખોટું કરનારો જુદો છે પછી કેમ પ્રતિક્રમણ કરવાનું?
દાદાશ્રી : જુદો છે એમ નહીં, પોતે નથી કરતો. ખોટું કરનાર પાસે પ્રતિક્રમણ કરાવડાવે છે, પ્રતિક્રમણ શુદ્ધાત્મા પોતે નથી કરતો.
દાદાશ્રી : પ્રાયશ્ચિત્તમાં આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન હોવું જોઈએ. જ્યાં જ્યાં કોઈને અન્યાય થાય ત્યાં આલોચના-પ્રતિક્રમણ હોવું જોઈએ અને ફરી અન્યાય નહીં કરું એવું નક્કી કરવું જોઈએ. જે ભગવાનને માનતા હો, કયાં ભગવાનને માનો છો ?
મુમુક્ષુ શિવને.
દાદાશ્રી : હા, તો તે શિવની પાસે, ત્યાં આગળ પશ્ચાત્તાપ લેવો જોઈએ. આલોચના કરવી જોઈએ કે મારાથી આ મનુષ્યો જોડે આવો ખોટો દોષ થયો છે, તે હવે ફરી નહીં કરું એવો. આપણે વારેઘડીએ પશ્ચાત્તાપ કરવો પડે. અને ફરી એવો દોષ થાય તો ફરી પશ્ચાત્તાપ લેવો જોઈએ. એમ કરતાં કરતાં દોષ ઓછો થાય. તમારે ના કરવો હોય તો પણ અન્યાય થઈ જશે. થઈ જાય છે એ હજુ પ્રકૃતિદોષ છે. આ પ્રકૃતિદોષ એ તમારો પૂર્વભવનો દોષ છે, આજનો આ દોષ નથી. આજે તમારે સુધરવું છે, પણ આ થઈ જાય છે એ તમારો પહેલાનો દોષ છે. એ તમને પજવ્યા વગર રહેશે નહીં. માટે આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કર કર કરવું પડે.
મુમુક્ષુ : આપણને સહન કરવું પડે છે, તો એનો રસ્તો શો ?
દાદાશ્રી : આપણે તો સહન કરી જ લેવું, ખાલી બૂમ-બરાડો નહીં પાડવો. સહન કરવું તે પણ પાછું સમતાપૂર્વક સહન કરવું. સામાને મનમાં ગાળો ભાંડીને નહીં, પણ સમતાપૂર્વક કે ભઈ, મને કર્મમાંથી મુક્ત કર્યો. મારું જે કર્યુ હતું, તે મને ભોગવડાવ્યું અને મને મુક્ત કર્યો. માટે એનો ઉપકાર માનવો. એ સહન કંઈ મફત કરવું પડતું નથી, આપણા જ દોષનું પરિણામ છે.
મુમુક્ષુ : મને આ આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન લખી આપોને, જ્ઞાની પુરુષનું કન્ફર્મેશન કરાવી આપો કે, આ આલોચના-પ્રતિક્રમણપ્રત્યાખ્યાન હું કરતો થઉં.