________________
પ્રતિક્રમણ
(૧) પ્રતિક્રમણનું યથાર્થ સ્વરૂપ પ્રતિક્રમણ કરવાનું.
એવું છે ને, આ બધું ખાય-પીએ, વાતોચીતો કરે એ બધું ક્રમણ છે. આખો દહાડો ક્રમણ જ હોય છે. વહેલું ઊઠવું, મોડું ઊઠવું એ બધું ક્રમણ જ હોય છે.
હમણે એક જણ ઊઠી અને કો'કને ગાળ ભાંડે એટલે તમે બધાય સમજી જાવ કે, ગાડું સીધું ચાલતું હતું, તે આવું અતિક્રમણ શું કરવા કરે છે? એને અતિક્રમણ કહેવાય. કોઈને દિલ દુ:ખ થાય એવું કશું કર્યું હોય, એ અતિક્રમણ સહજભાવે હોય, તોય પ્રતિક્રમણ કરવું પડે. આમ મોઢે ના બોલે ને મન બગડ્યું હોય તોય કરવું પડે. પ્રતિક્રમણ એટલે તમને સમજણ પડે એ રીતે એની માફી માંગવાની છે. આ દોષ કર્યો એ મને સમજાયો, ને હવે ફરી આવો દોષ નહીં કરું એવું ડીસાઈડ કરવું જોઈએ. આ આવું કર્યું તે ખોટું કર્યું, આવું ના થાય, અને આવું ફરી નહીં કરું, એવી પ્રતિજ્ઞા લેવાની. છતાંય પાછું ફરી થાય, પાછો એનો એ જ દોષ આવે તો ફરી પસ્તાવો કરવાનો, પણ જેવું દેખાયું એનો પસ્તાવો કર્યો, એટલું ઓછું થઈ ગયું, એમ ધીમે ધીમે બધું ખલાસ થઈ જાય છેવટે.
જે ધર્મથી કર્મનો નાશ ના થાય, એને ધર્મ કેવી રીતે કહેવાય ? નવાં કર્મ ક્યારે અટકે ? પ્રતિક્રમણથી.
રીત, શક્તિઓ માંગવાની પ્રશ્નકર્તા : ઊંચે ચઢવા માટે આ શક્તિઓ કઈ રીતે માગવી ને કોની પાસે માંગવી ?
દાદાશ્રી : પોતાના શુદ્ધાત્મા પાસે, ‘જ્ઞાની પુરુષ' પાસે શક્તિઓ મંગાય અને જેને સ્વરૂપનું જ્ઞાન ના હોય તે પોતાના ગુરુ, મૂર્તિ, પ્રભુ જેને માનતો હોય તેની પાસે શક્તિઓ માંગે. જે જે પોતાનામાં ખોટું દેખાય તેનું ‘લિસ્ટ’ કરવું જોઈએ ને તે માટે શક્તિઓ માંગવી. શ્રદ્ધાથી, જ્ઞાનથી જે ખોટું છે તેને નક્કી કરી નાખો કે આ ખોટું જ છે. તેનાં પ્રતિક્રમણ કરો, ‘જ્ઞાની” પાસે શક્તિઓ માંગો કે આવું ના હોવું ઘટે તો તે જાય. મોટી ગાંઠો
હોય તે સામાયિકથી ઓગાળાય ને બીજા નાના નાના દોષો તો પ્રાર્થનાથી જ ઊડી જાય. વગર પ્રાર્થનાથી ઊભું થયેલું પ્રાર્થનાથી ઊડી જાય. આ બધું અજ્ઞાનથી ઊભું થઈ ગયું છે. પૌગલિક શક્તિઓ પ્રાર્થનાથી ઊડી જાય. લપસી પડવું સહેલું છે ને ચઢવું અઘરું છે. કારણ કે લપસવામાં પૌલિક શક્તિઓ હોય છે.
જ્ઞાતીતા જ્ઞાતથી, નિવેડો કર્મો થકી મુમુક્ષુ : ઘણી વખત વ્યવહારમાં જુદી જુદી જાતનાં કર્મો કરવાં પડે છે, જેને ખરાબ કર્મો અથવા પાપકર્મ કહે છે, તો એ પાપકર્મથી કેવી રીતે બચી શકાય ?
દાદાશ્રી : પાપકર્મનું જેટલું જ્ઞાન હોય એમને, એ જ્ઞાન હેલ્પ કરે. આપણે અહીંથી સ્ટેશને પહોંચવું હોય, તો સ્ટેશને જવાનું જ્ઞાન આપણને હોય તો તે આપણને પહોંચાડે, પાપકર્મોથી કેવી રીતે બચી શકાય ? એટલે જ્ઞાન જેટલું હોય, આમાં પુસ્તકમાં જ્ઞાન કે બીજા કોઈની પાસે જ્ઞાન હોતું નથી. એ તો વ્યાવહારિક જ્ઞાન હોય છે. નિશ્ચયજ્ઞાન એ ફક્ત જ્ઞાનીઓની પાસે હોય. એ પુસ્તકમાં નિશ્ચયજ્ઞાન હોતું નથી. એ તો જ્ઞાનીઓના હૃદયમાં છુપાયેલું હોય છે. એ નિશ્ચયજ્ઞાન જ્યારે આપણે સાંભળીએ, વાણીરૂપે સાંભળીએ ત્યારે આપણો નિવેડો આવે. નહીં તો પુસ્તકમાં વ્યાવહારિક જ્ઞાન હોય છે. એય પણ ઘણા ખુલાસા આપી શકે છે. એનાથી બુદ્ધિ વધે છે. મતિજ્ઞાન વધતું જાય. શ્રુતજ્ઞાનથી મતિજ્ઞાન વધે ને મતિજ્ઞાન એનો નિવેડો લાવે. પાપથી કેમ છૂટવું તે ! બાકી બીજો કોઈ ઉપાય છે નહીં. અને બીજી પોતાની ભાવના, પ્રતિક્રમણ કરે તો છૂટે. પણ પ્રતિક્રમણ કેવું હોય ? ‘શૂટ ઑન સાઈટ’ હોવું જોઈએ. દોષ ઉત્પન્ન થતાંની સાથે જ પ્રતિક્રમણ કરવામાં આવે તો નિવેડો આવે.
અન્યાયી વ્યવહારનું પ્રાયશ્ચિત મુમુક્ષુ : વ્યવહાર, વ્યાપાર ને અન્ય પ્રવૃત્તિમાં અન્યાય થતો લાગે અને તેથી મનને ગ્લાનિ થાય, તેમાં જો વ્યવહાર જોખમાય તેના માટે શું