________________
પ્રતિક્રમણ
(૧) પ્રતિક્રમણનું યથાર્થ સ્વરૂપ એવું આપણને ખબર પડે કે આની જોડે મારે કડક શબ્દ બોલાયો કે વર્તનમાં અવળું થયું. ખબર પડે કે ના પડે ? તો એ અતિક્રમણ કહેવાય.
અતિક્રમણ એટલે આપણે અવળા ચાલ્યા. એટલું જ સવળા પાછા આવ્યા એનું નામ પ્રતિક્રમણ, અવળા ચાલ્યા એનું નામ અતિક્રમણ અને પાછા આવીએ એનું નામ પ્રતિક્રમણ.
આમ તરત ધોવાઈ જાય જ્યાં ઝઘડો છે ત્યાં પ્રતિક્રમણ નથી ને જ્યાં પ્રતિક્રમણ છે ત્યાં ઝઘડો નથી.
તમને ‘ગમે તે બીજાને આપો. તેનાથી પુણ્ય બંધાશે. પોતાને ગાળ સહન થતી નથી ને બીજાને પાંચ આપે છે, નથી ગમતું તે બીજાને આપે તે ભયંકર ગુનો છે, એ ના હોવું જોઈએ. અને કો'ક આપણને આપી જાય તે કાયદેસર છે. એને કેમ આપે છે એમ પૂછવા ના જશો. એને જમે જ કરી દેવાનું.
મુમુક્ષુ : ઉઘરાણી કરવા જઈએ તો શું થાય ?
દાદાશ્રી : બીજી બે આપે. અને એને કહીએ કે બે જ કેમ આપી ? ત્રણ નહીં, ચાર નહીં, એક નહીં. ત્યારે કહે કે ‘હું કંઈ નવરો છું ?” એટલે કાયદેસર છે. જમે કરી લો. તમે આપશો નહીં અને અપાઈ જાય તે તમે પ્રતિક્રમણ કરો.
છોકરાને મારવાનો અધિકાર નથી, સમજાવવાનો અધિકાર છે. છતાં છોકરાને ધીબી નાખ્યો તો પછી પ્રતિક્રમણ ના કરે તો બધાં કર્મ ચોંટ્યા જ કરે ને ? પ્રતિક્રમણ તો થવું જ જોઈએ ને ? છોકરાને ધીબી નાખ્યો એ તો પ્રકૃતિના અવળા સ્વભાવે કરીને, ક્રોધ-માન-માયા-લોભને લઈને, કષાયો થકી ધીબી નાખ્યો. કષાયો ઉત્પન્ન થયા એટલે ધીબી નાખ્યો. પણ ધીબી નાખ્યા પછી મારો શબ્દ યાદ રહે કે, ‘દાદા'એ કહ્યું હતું કે અતિક્રમણ થયું તો આવું પ્રતિક્રમણ કરો, તો પ્રતિક્રમણ કરે ને તોય ધોવાઈ જાય, તરત ને તરત ધોવાઈ જાય એવું છે..
પ્રતિક્રમણ કોણે નથી કરવામાં ? દાદાશ્રી : તમે કેટલાં પ્રતિક્રમણ કરો છો ? પ્રશ્નકર્તા : એક પણ નહીં.
દાદાશ્રી : તો અતિક્રમણ કેટલાં કરો છો ? અતિક્રમણ હોય ત્યાં પ્રતિક્રમણ હોય જ. અતિક્રમણ ના હોય ત્યાં પ્રતિક્રમણની જરૂર નથી. ‘હું ચંદુભાઈ” એ જ અતિક્રમણ. છતાં વ્યવહારમાં એ લેટ ગો કરીએ. પણ કોઈને દુઃખ થાય છે તમારાથી ? ના થાય તો એ અતિક્રમણ થયું નથી. આખા દહાડામાં કોઈને પોતાનાથી દુઃખ થયું એ અતિક્રમણ થયું. એનું પ્રતિક્રમણ કરો. આ વીતરાગોનું સાયન્સ છે. અતિક્રમણ અધોગતિમાં લઈ જશે ને પ્રતિક્રમણ ઊર્ધ્વગતિમાં લઈ જશે અને ઠેઠ મોક્ષે જતાં પ્રતિક્રમણ જ હેલ્પ આપશે.
પ્રતિક્રમણ કોને ના કરવાનું હોય ? જેણે અતિક્રમણ ના કર્યું હોય તેને.
અતિક્રમણની ઓળખાણ પ્રશ્નકર્તા: આપણને કોઈ દુઃખ દેવાનો ભાવ નથી છતાં દુ:ખ નિમિત્તરૂપે અપાઈ જાય છે તો એવો અભિપ્રાય બાંધવાની જરૂર ખરી કે અતિક્રમણ થયું ને તેનું પ્રતિક્રમણ કરવાનું ?
દાદાશ્રી : કો'કને ખોટું લાગે એવું તમે બોલ્યા હોય, કો'કને દુઃખ થાય એવું કંઈક બોલી ગયા હોય, કો'કને દુઃખ થાય એવો તમારો ધક્કો વાગ્યો હોય, ત્યારે એ અતિક્રમણ કર્યું કહેવાય. ત્યારે એનું પ્રતિક્રમણ કરવું જોઈએ. અતિક્રમણ કર્યું એટલે ભૂલ કરી અને તેથી કર્મ બંધાશે.
પ્રશ્નકર્તા : જો સામી વ્યક્તિ નિમિત્ત જ હોય તો એને દુ:ખ કેમ લાગે ? તો પ્રતિક્રમણ કરવાની કેમ જરૂર ?
દાદાશ્રી : એને દુઃખ થાય તો પ્રતિક્રમણ કરવું પડે. દુઃખ ના થાય એવું થયું હોય તો અતિક્રમણ ના કહેવાય. એટલે અતિક્રમણ થાય તો