________________
સામાયિકની પરિભાષા
પ૨૧
પ૨૨
પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા : ન બંધાય.
દાદાશ્રી : એટલે સામાયિકનો ખરો અર્થ આજે નીકળ્યો, એક્કેક્ટ, જે તીર્થંકરોના હૃદયમાં હતું તે અને તે અર્થ પ્રચલિત નથી, આજે બન્ને હજાર વર્ષથી કોઈ જાણતુંય નથી. સામાયિક એટલે વિષમતા ન થવા દેવી છે. પોતાને જ્ઞાન તો છે નહીં અને વિષમભાવ ન થવા દેવો ! ઓહોહો ! બહુ મોટી અજાયબી કહેવાય ! જો કે આ અર્થ અત્યારે પ્રચલિત નથી, પણ સામાયિકનો મૂળ અર્થ આ છે.
છોકરો એની માને આવડી આવડી ગાળો ભાંડતો હોય. તે ઘડીએ બાપ સહન ન કરી શકે પણ સામાયિકમાં બેઠો છે એટલે મનમાં એમ ખાતરી રહે કે અત્યારે સામાયિકમાં બેઠો છું, એટલે મારે વિષમતા નથી કરવી. આ એવી સામાયિક કરતો હોય તો કામ જ થઈ જાય ! આપણા મહાત્માઓને સામાયિક જેવી સમતા રહે છે, એમાં બે મત નહીં !
તિરંતર સામાયિકતી તો વાત જ જુદી છે ! પ્રશ્નકર્તા : એવું કહ્યું છે કે અનેક પ્રકારે સામાયિક કરવી જોઈએ. એ સામાયિકના પ્રકાર કયા કયા ?
દાદાશ્રી : હા, એ તો અનેક પ્રકારે એટલે આપણે અડતાળીસ મિનિટ કરીએ એ તો સામાયિક કહેવાય પણ અમથા અમથા રસ્તામાંય કો'કની જોડે ઝઘડો થઈ ગયો તો તે ઘડીએ સામાયિક લઈ લેવું. સમત્વમાં આવી જવું. જ્યાં જ્યાં એવું હોય ત્યાં સમત્વમાં આવી જવું અને આપણો માર્ગ એ જ છે ને, સમભાવ. આપણો સામાયિકનો જ માર્ગ છે આખો. સામાયિકનો, આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખાનનો આ માર્ગ એટલે આપણો છેલ્લો માર્ગ છે. હવે બીજી કંઈ વાત છે?
પ્રશ્નકર્તા : આપણે તો અડતાળીસ મિનિટમાં ક્યાંથી આવીએ? આપણે તો ચોવીસ કલાક એ ભાવમાં જ રહેવાનું ને ?
દાદાશ્રી : એના જેવું તો એકુય નહીં ને ! એની તો વાત જ જુદી ને ! અરે, આપણા તો આ પ્રતિક્રમણ જે કરે છે, એ તે બહુ કિંમતી. એમને બબ્બે, ત્રણ-ત્રણ કલાક સુધી તો જગત યાદ જ ના હોય કશું અને દોષો જ દેખાયા કરે, ત્રણ-ત્રણ કલાક સુધી.
દોષ દેખાય તો તે દોષ જતા રહે. એ જીવતું પ્રતિક્રમણ કહેવાય ને પેલું તો નિર્જીવ પ્રતિક્રમણ કહેવાય. એનું પુણ્ય બંધાય. નકામું જાય નહીં એ.
પદ્માસતની આવશ્યકતા કેટલી ? એક ભાઈ કહે છે, “અમે સામાયિક કરીએ ત્યારે પદ્માસન કરીએ કે ના કરીએ ?” મેં કહ્યું, ‘આ કાળમાં પદ્માસન કરશો નહીં. નહીં તો આપણે પગ મરડવા જવું પડશે. હા પણ સ્થિર બેસજે. અને સ્થિર બેસાય નહીં તો સૂતા સૂતા કરજો. આંખો મીંચીને કરજો. આંખ ઉઘાડી રાખીને સામાયિક એક જ્ઞાનીપુરુષ જ કરી શકે. બીજા લોકોનું કામ જ નહીં.
સામાયિકમાં શ્રાવક બતે શ્રમણ
પ્રશ્નકર્તા : સામાયિક કરતી વખતે શ્રાવક પણ શ્રમણ જેવો બની જાય છે.
દાદાશ્રી : શ્રમણ કોનું નામ કહેવાય કે વધુ સમતા ધરાવે. સમતાધારી લોકો એ શ્રમણ કહેવાય. એટલે શ્રમણ જેવો જ થઈ જાયને !
પ્રશ્નકર્તા : હું શ્રાવક એટલે ગૃહસ્થી એમ સમજું છું.
દાદાશ્રી : હા, પણ ગૃહસ્થી શ્રમણ સમતાવાળો હોય નહીં પણ તે સામાયિક કરે તે દહાડે એક કલાક માટે શ્રમણ જેવો બની જાય. હમણે સામાયિકનો સાચો અર્થ ના નીકળ્યો હોય તો શ્રમણ જેવો બની જાય એનો વાંધો પડત. કારણ કે એકાગ્રતા તો અહીં બાવાઓય કરે છે, ગમે તે યોગવાળા.