________________
સામાયિકની પરિભાષા
પ૧૯
પર
પ્રતિક્રમણ
એથી વધારે મિનિટ થાય નહીં. કોઈથીય થાય નહીં.
સામાયિકતી યથાર્થ વ્યાખ્યા પ્રશ્નકર્તા : સામાયિક શબ્દનો ભાવાર્થ જરા બરાબર સમજાવો.
દાદાશ્રી : સામાયિક એટલે એકાગ્રતા નહીં, પણ એણે દસ પ્યાલા પડી ગયાનું આમ જાણવામાં આવ્યું તોય મહીં સમતા રાખે, ત્રાજવાનું પલ્લું નમે નહીં એકય બાજુ, એનું નામ સામાયિક. સામાયિક એટલે ત્રાજવાનું પલ્લું એક્ઝક્ટ !
સામાયિક એટલે બીજું બધું જ આવતું હોયને, તેને કાઢ કાઢ કરે, ધક્કા માર માર કરે, એટલે કોણ રહ્યું ? પોતે એકલો આવાં સામાયિક કરે છે ! પેલું સામાયિક તો એને ફાવે જ નહીંને ! સમતા તો રહે જ નહીંને !
એણે નક્કી કર્યું હોય કે આજ દુકાન યાદ નથી કરવી તો આંખ મીંચતાની સાથે જ ધબડકો પહેલો જ એ પડે. અને આપણે કહીએ, ‘દુકાન-બુકાન બધા તમે આવો. બધા મને સામાયિકમાં આવીને હેરાન કરો.’ તો બધાય નાસી જશે. એ બધા જાણે કે આ શું કર્યું. કંઈ દવાબવા લાવ્યા હશે. ફટાકડા ફોડે છે ત્યારે શું કરીએ ? એમાં ભડકો શું કરે છે ? ‘દુકાન યાદ ના આવજે.” “આવ તું, હું બેઠો છું.’ ‘હે ભગવાન, હે પ્રભુ, દુકાન યાદ ના આવે.’ મેર મૂઆ, કઈ જાતનો ચક્કર છું તું ? દુકાન નહીં યાદ આવે તો વહુ યાદ આવશે પણ આવશેને. એય દુકાન જ છેને ! વહુ દુકાન નહીં ?
પ્રશ્નકર્તા : મોટી દુકાન ! દાદાશ્રી : પાછા આ વહુને મોટી દુકાન કહે છે !
સામાયિકનો ખરો અર્થ એ છે કે, વિષમભાવ ન થવા દે, કોઈપણ કારણસર ! સમ ન રહે, પણ વિષમ ન થવા દો, એનું નામ સામાયિક. ત્યાં આગળ છોકરો એની માને ગાળો ભાંડતો હોય, આ
પોતે સાંભળે છતાં વિષમભાવ થાય નહીં. પેલો ઉછાળો તો રહે પણ એને સમ કરી નાખે, જેમ આ તોલતી વખતે જરાક પેલામાં એ થયું તો પાછા આમાં નાખો, પાછું આ ઊંચું ગયું તો આમ નાખ્યું પણ રાગે પાડી દે. દેડકાની પાંચશેરી જેવું ના હોય.
વિષમતા ન થવા દે તે સવારના પહોરમાં ઊઠીને શાક લેવા જતાં હોય તો શુદ્ધાત્મા જોતા જોતા જાવ તો કોઈ વઢે ખરું ? હેં ? ગધેડું કહેશે, કેમ મારામાં શુદ્ધાત્મા જોયા ? એવું કહે ? માટે સમતા, વિષમતા નહીં. પલ્લામાં ખૂટ્યું કે તરત આ બાજુ નાખે. દેડકાંની પાંચશેરીઓ બાંધીએ ત્યારે મુશ્કેલી ઊભી થાય ને ! ત્યાં સમતા ના રહે.
એવું છેને, આ બાજુ પાંચશેરી મૂકી હોય અને પાંચ શેરનું દસ શેર કરવું હોય તો બીજી બાજુ પાંચ શેર બીજી વસ્તુ મૂકવી પડે. પથ્થર કે ઢેખાળા બીજું કંઈ પણ મૂકવું પડે અગર તો ઘઉં હોય તોય ચાલે. એટલું પાંચ શેર તોલ્યા પછી આમાં પાછી પાંચ શેર મૂકીએ એટલે પછી ફરી દસ શેર તોલી શકાય. પાંચશેરી બાંધવા માટે શું કરે ? એક બાજુ આ પાંચ શેર મૂકે અને એક બાજુ કશુંય સાધન ના હોય તો, એક જણે દેડકાં મૂક્યાં. તે આમથી બે મૂકે ત્યાર હોરાં ત્રણ કૂદીને બહાર ગયાં. એટલે એ પકડી પકડીને મૂકે ત્યાર હોરાં બીજા કૂદીને બહાર નીકળે. એટલે પાંચશેરી બંધાય નહીં. એવી રીતે આ લોકોનું સામાયિક થાય છે.
એટલે ત્રાજવું આમને આમ થયા કરે. આમનું કોઈ દહાડો દેડકાંની પાંચશેરી જેવું સામાયિક થાય નહીં. આ દેડકાની પાંચશેરી કહીએ તો વઢવઢા કરે. હૈ... અમારા સામાયિકને દેડકાંની પાંચશેરી કહો છો ? ત્યારે નહીં કહીએ, ભઈ ! ત્રાજવાંનું પલ્લું જરા ઊંચું-નીચું હતું, એટલું જ કહીએ. બાકી દેડકાંની પાંચશેરી જેવું જ છેને ? આમથી બે મૂકવા જાય ત્યાર હોરાં ત્રણ કૂદીને બહાર નીકળે. પાંચશેરી બંધાય ખરી ?