________________
સામાયિકની પરિભાષા
૫૧૭
૫૧૮
પ્રતિક્રમણ
ઉપયોગ જો એક ગુંઠાણું રહેને તો પુણિયા શ્રાવકનું સામાયિક થાય એવું છે. તમે કરી શકી તો અવશ્ય લાભ ઉઠાવો.
મહીં મને ગમે તે સળી કરે, તોય કહીએ કે તમે હમણે બેસો, એક કલાક પછી આવો, જે કંઈ આવવું હોય તે આવો. મહીં પાછા આવનાર હોયને, બૂમો પાડનાર હોય, એમને કહીએ, ચૂપ, હમણે એક કલાક બંધ છે. અમારું સામાયિક ચાલે છે. હમણે આવશો નહીં. અંદર હોમ ડિપાર્ટમેન્ટમાં કોઈને પેસવાનો અધિકાર નથી. ફોરેનમાં રહો. અમે કલાક પછી બહાર નીકળીએ ત્યારે પછી. એટલે બંધ થઈ જાય, એની મેળે. આપણે ઓર્ડર કરીએ એ પ્રમાણે વર્તે. કારણ કે એ બધી વસ્તુઓ નિર્જીવ છે પણ સચેતન થયેલી છે, સચેતન ભાવને પામેલી છે. એટલે આ પુણિયા શ્રાવકની સામાયિક કલાક કરજો, બધું ખંખેરીને જતું રહેશે !
જગત વિસ્મૃત કરાવે તે સામાયિક સામાયિકનો અર્થ શું ? જગત વિસ્તૃત કરાવડાવે. આ બહારવટિયાની વાત હોય તોય જગત વિસ્તૃત કરાવડાવે. તમે ઘેર ગયા હોય, તે જમવાની થોડી વાર હોય, પાંચ મિનિટ, તો તમે અકળાયા કરતા હોય. પછી પેલી ચોપડી ઝાલી પછી પેલા કહેશે, “હેંડો, જમવા.” તે ઊઠે નહીં પાછો. અલ્યા, કેમ આમ ? ત્યારે કહે, પેલી ચોપડીમાં એકાગ્ર થઈ ગયો. કારણ કે માણસને ઉતારનારા જે સંસ્કારો છે, એ જલદી એકાગ્ર કરે. તે સંપૂર્ણ એકાગ્ર થાય, તે ઊઠે નહીં પછી. હવે તે ઘડીએય જગત વિસ્મૃત થાય, પણ એ અધોગતિમાં લઈ જનારું. એ આપણું જ ધન વટાવીને માર ખવડાવે છે. અને જે ઊર્ધ્વગામી સામાયિક એમાં જરા વાર લાગે. જગત વિસ્તૃત થતાં વાર લાગે.
દાદા સ્મૃતિમાં તો વિશ્વ વિસ્મૃતિમાં આ બધાને દાદા યાદ રહેતા હશે આખો દહાડો ? અને દાદા યાદ રહે એટલે શું થાય ? કે જગત વિસ્મૃત થયું. એક યાદ હોય. કાં
તો જગત યાદ હોય તો દાદા યાદ ના હોય અને દાદા યાદ હોય તો જગત વિસ્તૃત થાય. જગતની વિસ્મૃતિ થઈ ત્યાંથી કર્મો ઓછાં લાગે. તે લોકોને તો સામાયિકમાંય જગત વિસ્તૃત થતું નથી. જગત વિસ્તૃત કરવા માટે જ કૃપાળુદેવ કહેતા'તા. એક કલાક જો જગત વિસ્મૃત થઈ જાય તો એની તુલના જ બહુ મોટી લખી છે એમણે.
મનમાં એવું હોય તે શું થાય ? મનમાં એવું હોય પણ આત્માથી જુદો છે. એ શેઠનેય ખબર પડે કે આ સામાયિક કરું છું ને મન ઉકરડે ગયું છે. તે કોને ખબર પડે ? એને પેલું મીઠાશ વર્તે છે એટલે ત્યાં પાછો દોડે છે. મીઠાશ વર્તે છે, ત્યાં જઈને ઉઘરાણી કરવા માંડે ! ઉઘરાણી શરૂ કરી દે !!
અને અત્યારે મારી હાજરીમાં બધું ભૂલી ગયા છો કે નથી ભૂલી ગયા ? એ સામાયિક કહેવાય. અહીં સંસારની વાત છે નહીં બિલકુલેય. અહીં આત્મા ને પરમાત્માની બે જ વાત છે. તે બધું ભૂલી ગયાને, તે આ મોટામાં મોટું સામાયિક. બીજું કશું ના આવડે તોય અહીં આવીને બેસી રહેજો ને થોડીવાર, કલાકેય બેસીને હેંડતા થાવને ! જુઓ, નર્યાં પાપો ધોવાઈ જશે. ભસ્મીભૂત થઈ જશે પાપો બધાં. આ સામાયિકમાં પાપો ભસ્મીભૂત થઈ જાય. જ્ઞાની પુરુષની અજાયબી કહેવાય !
સમભાવે નિકાલ કરો એ સામાયિક જૈનોની સામાયિક એટલે શું? સમતાભાવ કેળવે.
હવે સમભાવે નિકાલ કરવાની તમે આજ્ઞા પાળો, એનું નામ જ સામાયિક, સમભાવે રહેવું એનું નામ જ સામાયિક અને વિષમભાવે રહેવું એનું નામ જ સંસાર અને આ દુનિયાની વ્યવહારિક સામાયિક એટલે શું ? અડતાળીસ મિનિટ સુધી બીજા વિચારમાં ન આવવું, એક જ વિચારમાં, બસ એ સામાયિક.
આત્મા એકલાના જ વિચાર હોય અને ભૌતિકનો કોઈ વિચાર આવે નહીં તો એ શુદ્ધ સામાયિક કહેવાય. અડતાળીસ મિનિટ સુધી,