________________
સામાયિકની પરિભાષા
પર૩
પ૨૪
પ્રતિક્રમણ
એમાં જોયા જ કરવાનું પ્રશ્નકર્તા : સામાયિક સમયે જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહીએ, એ વાત બરોબર પણ મન-બુદ્ધિ-ચિત્ત અહંકારની કેવી સ્થિતિ હોય ? સામાયિક સમયે ખાસ શું શું ધ્યાન રાખવું જોઈએ ?
દાદાશ્રી : આ મન-બુદ્ધિ-ચિત્ત અહંકાર શું શું કરી રહ્યા છે, એ જોયા કરવાનું. જેમ આપણે ‘સુપરવાઈઝર’ હોય ને સાહેબે કહ્યું હોય કે આનું ‘સુપરવિઝન’ કરો, એટલે આપણે શું કરીએ ?
પ્રશ્નકર્તા : બધાની સામું જોવાનું એ શું શું કરે છે ?
દાદાશ્રી : સુપરવિઝન જ કરવાનું, કોઈને ધોલ-બોલ મારવાની નહીં. એવી જ રીતે મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર એને જોયા જ કરવાનું.
સામાયિકમાં અંદર આત્માને જુદો પાડ પાડ કરવો અને બીજું બધું મહીંનું જો જો જ કરવું. પણ એ ‘જોવાનું ને જાણવાનું' બે જ અભ્યાસ ‘આત્મા’ કર્યા કરે છે. બીજા અભ્યાસમાં આત્મા ના ઉતરે. ‘શું બન્યું તે જોયા કરે. મન શું ધર્મમાં છે, બુદ્ધિ શું ધર્મમાં છે, એ બધું જોયા કરે. બધાને ‘જોવાનું, ખાલી જો જો જ કર્યા કરવાનું. જેમ સિનેમામાં જોઈએ છીએ કે મહીં માણસ મારમાર કરે છે, તોફાન કરે છે પણ આપણે તેમાં ‘ઈમોશનલ” થતા નથી ને ? જેવું સિનેમામાં જોઈએ છીએ તેવું. અંદરનો બધો સિનેમા જોવાનો, એ સામાયિક છે. અડતાળીસ મિનિટ કરવામાં આવે તો બહુ કામ થઈ ગયું.
પ્રશ્નકર્તા : તો આમાં ભૂતકાળને યાદ કરવાની જરૂર નહીં ?
દાદાશ્રી : ભૂતકાળ યાદ કરવાનો નથી, સામાયિક કરવાની છે. સામાયિક કરવાની એટલે મહીં જે કૂદે છે, તેને આત્મા જોયા કરે છે. તે ઘડીએ આત્મા સંપૂર્ણ જ્ઞાતા-દ્રષ્ટા રહે છે.
શુદ્ધ ઉપયોગ રાખવા માટે પ્રશ્નકર્તા : અક્રમ માર્ગમાં સામાયિકની જરૂર છે ?
દાદાશ્રી : દાદાની જાગૃતિ હોય, બીજી જાગૃતિ રહેતી હોય, આજ્ઞામાં રહેતાં આવડતું હોય તો સામાયિક ના કરે તો ચાલે.
બાકી તમારે કંઈ અબ્રહ્મચર્ય કે એવા બધા દોષો ક્યાં ક્યાં કર્યા, એવી સામાયિક લેવાની હોય.
પ્રશ્નકર્તા : એમાં હજી રસ જ ઉત્પન્ન નથી થયો ને કે સામાયિક થાય જ.
દાદાશ્રી : સામાયિક કરવું એવું લખી આપ્યું નથી. શુદ્ધ ઉપયોગ રહેતો હોય તો પછી વાંધો નહીં. શુદ્ધ ઉપયોગ રાખવા માટે જ સામાયિક કરવાની છે. સામાયિક માટે શુદ્ધ ઉપયોગ રાખવાનો નથી.
સામાયિકથી વિકાર ગ્રંથિ ઓગાળવી પ્રશ્નકર્તા ઃ અમે યુવાન છીએ એટલે અમારી વિષય સંબંધી ગાંઠ મોટી હોય. તો જો અમારો ઉપયોગ સામાયિકમાં હોય તો જ એ ગાંઠ ઓગાળી શકીએ ?
દાદાશ્રી : હં, જોવાથી ઓગળી જાય છે.
પ્રશ્નકર્તા : હા, તે એ જોઈ જોઈને ઓગાળવાનું, એટલા માટે સામાયિકમાં બેસાય તો સારું ને ? અને એ પછી સામાયિકમાં બેસવું છે એવું નથી થતું.
દાદાશ્રી : સામાયિકમાં ના બેસાય તો આમ જ્યારે ગાંઠ ફૂટે ને વિચાર આવે તો એને જ્ઞાન કરીને ચોખ્ખો કરવો એનું નામ જાગૃતિ કહેવાય. છેવટે કશું ના આવડે તો ‘હોય મારું એમ કહે, એ વિચારોને, તો એ છૂટ્યો. વિચાર આવ્યો કે દૃષ્ટિ બગડી તો ન્હોય મારું' એમ કહે તો છૂટ્યો. અને વિષયનો વિચાર જ્યારે ઉત્પન્ન થાય, એને ‘હોય મારો’ એમ કહીએ તોય બંધ થઈ ગયું.
પ્રશ્નકર્તા : એટલે એમાં સામાયિકની જરૂર જ નથી ઊભી થતી કે રીતસર કલાક આપણે બેસવું જોઈએ.