________________
સામાયિકની પરિભાષા
૫૦૩
મુમુક્ષુ : ચિત્ત નથી રહેતું.
દાદાશ્રી : તો શું કરશો ?
મુમુક્ષુ : એ તમારી પાસે માંગવા આવ્યા છીએ.
દાદાશ્રી : હા. એટલે વહાલું નથી આ ! ગમતું નથી ! છોકરાં ને એ બધું ગમે છે. જેમાં ગમેને ત્યાં ચિત્ત જાય. છોકરાંની કિંમત કાઢી નાખો, ઓછી કરી નાખો ને આની કિંમત વધારી દો તો કંઈ રાગે પડે, નહીં તો શી રીતે રાગે પડે ?
સામાયિક કરવી હોય તો પસ્તાવાનું જ સામાયિક કરોને ! શું પસ્તાવાનું ? જેના જેના ખોટા પૈસા લીધા તેનો પસ્તાવો કરો, જ્યાં જ્યાં
દૃષ્ટિ બગાડી હોય તેનો પસ્તાવો કરો.
મુમુક્ષુ : તો સામાયિકમાં નવકારવાળી નહીં ગણવાની ?
દાદાશ્રી : બળ્યું, નવકારવાળી ગણીને તો આ દશા થઈ છે ! એકુય નવકાર સાચો ગણ્યો નથી. એ કોનું આપેલું હોય તે જોવાનું કે નહીં ?
આ છે બધી સ્થૂળ સામાયિક
આર્તધ્યાન-રૌદ્રધ્યાન છે ત્યાં જૈનધર્મ જ નથી.
મુમુક્ષુ : સામાયિક કરતા હોઈએ તોય જૈનધર્મ ના કહેવાય ? દાદાશ્રી : તમે સામાયિક કોને કહો છો ? સામાયિકને સામાયિક કહો છો કે અસામાયિકને સામાયિક કહો છો ?
મુમુક્ષુ : સામાયિક ને અસામાયિક કોને કહેવાય, એ ફોડ પાડોને. દાદાશ્રી : આ લોકો કયું સામાયિક કરે છે ? આ સાધુ-આચાર્યો બધા સ્થૂળ સામાયિક કરે છે. સ્થૂળ સામાયિક એટલે મનને વ્યગ્રતામાંથી એકાગ્રતામાં લાવે છે.
એ કેટલાક પુસ્તક લઈને બેસી રહે, તે પુસ્તકો જ વાંચ વાંચ
પ્રતિક્રમણ
કરે. કેટલાક બીજા વિચારમાં, કેટલાક મંત્રમાં, ગમે તેમાં, પણ સામાયિકમાં રહે. પણ તોય આ પાંસરા રહેતા નથી. ભગવાનેય શી રીતે જમા કરે ? ઘડીવાર, અડતાળીસ મિનિટ પાંસરો રહેતો નથી, તેનું શું થાય ?
૫૦૪
આ સ્થૂળ સામાયિક તો મજૂરોને રહે છે, બળ્યું ? આ તો આમને વ્યગ્ર થયેલા શેઠિયાઓને ના રહે. સ્થૂળ સામાયિક મજૂરોને રહે પણ એને નકામું જાય. પણ આ તો વ્યગ્રતાવાળાને એકાગ્રતા થાય તે જ કામનું !
જૈત ધર્મતો સાર ‘આ' છે
આર્તધ્યાન-રૌદ્રધ્યાન બંધ થઈ જાય, એ આ જૈનધર્મનો સાર છે.
મુમુક્ષુ : એ તો અમે પ્રતિક્રમણમાં બોલીએ કે આર્તધ્યાનરૌદ્રધ્યાન જાય, ધર્મધ્યાન-શુક્લધ્યાન થાય ! એનું પછી મિચ્છામી દુક્કડમ માંગી લઈએ.
દાદાશ્રી : હા, પણ કશું દહાડો વળે નહીંને ! એય બોલ બોલ કરવાથી ઓછું થવાય છે ? આર્તધ્યાનનું ફળ જાનવર૫ણું, રૌદ્રધ્યાનનું ફળ નર્કગતિ. શું થાય તો એમાં ? અને જૈનમાં જન્મ્યા તોય જાનવરપણું થાય ! બળ્યો એ અવતાર !
અન્ય ધર્મોતી ક્રિયાઓ
મુમુક્ષુ : આ જૈનોમાં છે એવી રીતે બીજા ધર્મોમાં આવી પદ્ધતિ છે ખરી ?
દાદાશ્રી : એવી બધેય છેને, ત્યાં આગળ સ્થિરતા કરવાનો ગુણ ખરોને ? ત્યાં ભક્તિ કરે, અહીં સામાયિક કરે. પણ આ મનને થોડો વખત સ્થિર કરે બધું.
મતતે આંતરવું એટલે સામાયિક
તમે કયું સામાયિક કહો છો ?