________________
સામાયિકની પરિભાષા
પ૦૫
૫૦૬
પ્રતિક્રમણ
મુમુક્ષુ : એક કલાક માટે આપણે સામાયિક કરીએ, તો એ ક્રિયામાં આપણે કરવાનું શું ?
દાદાશ્રી : આ આટલું જ, આ મનને સ્થિર કરવા માટે બધા બહારના વિચારો ખસેડ ખસેડ કરવાના. એ લૌકિક સામાયિક બધું વ્યવહારમાં ચાલે છે.
મુમુક્ષુ : અપાસરામાં જે સાધુ-મુનિઓ કરે છે તે ?
દાદાશ્રી : એ બધું માનસિક. એ લૌકિક બધું. એ બધું મનને સ્થિર કરવા માટે. મન સ્થિર રહે નહીંને ! એક કલાક મનને સ્થિર કરેને તો બહુ સારું. તો મનની શક્તિ વધે. અને એટલો અવકાશ રહ્યો. આવતા અવતારમાં અવકાશ રહે એટલે એટલાં કર્મ બંધ થઈ ગયેલાં હોય. મન આંતયું, મનને સ્થિર કર્યું, તે બધાનું પુણ્યકર્મ બંધાયેલું હોય.
મુમુક્ષુ : એવો કો'ક જ હશે કે જેનું મન કુંડાળામાં રહે. ઉપાશ્રયમાં જાય ત્યાં વ્યાખ્યાન ચાલતું હોય, આ લોકો સામાયિકમાં બેસી ગયા હોય, પણ એમના મન તો બહાર જ હોય, અંદર હોય જ નહીં.
દાદાશ્રી : મન વ્યાખ્યાનમાં ના હોય, એ તો ચિત્ત વ્યાખ્યાનમાં હોય. તેય વ્યાખ્યાન ગમતું હોય તો. બાપજીનું વ્યાખ્યાન આપણને ગમે તો ચિત્ત થોડીવાર ત્યાં ઊભું રહે, બહાર ભટકતું મટી જાય. અને મન તો એક બાજુ વિચાર કર્યા જ કરે. એ તો મન વશ થઈ જાય ત્યારે દહાડો વળે. ત્યારે સામાયિક થાય બરાબર, સારું.
મુમુક્ષુ : કોઈએ સો નવકારવાળી ગણવાની કહી હોય તો એ ક્યારે સો પૂરી થાય એના ધ્યાનમાં હોય.
દાદાશ્રી : હા, ત્યાં ઉતાવળમાં જ હોય. સામાયિકમાય છે તે પેલી શીશીને જ જોયા કરે ! પછી પૌષધ બોલે, તે પણ શું કરવાનું
ત્યાં ઉપાશ્રયમાં રહીને ? બીજી નાતવાળા કહેશે, “આપણે બળદને પાણી પાવા જઈએ છીએ, તો પોષી પોષો કહીએ છીએને, તેવું આ પાણી
પાઈ આવ્યા.” પૌષધ-વ્રત એટલે આત્માને પોષવાનો. એટલે ઘેરથી ત્યાં ઉપાશ્રયમાં રહીને સાધુ જીવન રહે (જીવ). તે ઘડીએ આત્માને પોષે, પેલો બધો વ્યવહાર બાજુએ મૂકી દેવાનો.
આરંભ, સમારંભ, સમારંભ આરંભ શબ્દ બોલે ખરા લોકો, પણ શું સમજે એ લોકો ? બોલે ખરા સમારંભ. પણ સમારંભ એટલે શું ? એય ના સમજે. મોટા મોટા પંડિતોય ના સમજે. કઈ ડિગ્રી સુધી સમારંભ કહેવાય છે ને પછી કઈ ડિગ્રી આરંભ કહેવાય છે, એ ડિગ્રી જાણે નહીં. અને શબ્દ બોલે એટલું જ. શબ્દો શાસ્ત્રોના જ છે.
પ્રશ્નકર્તા : કર્મબંધન સમારંભથી પણ થાય ?
દાદાશ્રી : સમરંભ એ જ કર્મ. એ પહેલું કર્મ, એ માનસિક કર્મ કહેવાય. સમારંભને મન ને વચન બેનું કર્મ કહેવાય અને આરંભ એ મન-વચન-કાયા ત્રણનું કર્મ કહેવાય. અને આ જ્ઞાન લીધા પછી તમે કોઈને ગાળ દઈ આવો ને એવો આરંભ કરી આવો તોય તમને અડે નહીં, એવું આ વિજ્ઞાન છે. ફક્ત તમારે પેલું ગાળ દીધા બદલ સામાને દુઃખ થયું માટે તમારે, ચંદુભાઈને કહેવું પડે, ‘આ અતિક્રમણ કેમ કર્યું? માટે પ્રતિક્રમણ કરો.” આટલું જ આપણે કરવાનું. “આપણે” દુઃખ દેવાનો ભાવ છે જ નહીં. કોઈને દુષ્ક દઈને આપણે મોક્ષે જઈએ એવું બને નહીં, ગમે એવું વિજ્ઞાન આપણી પાસે હોય તોય.
પ્રશ્નકર્તા : સમરંભથી કર્મબંધન થાય તે ઓછું હોય કે ત્રણેવનું ભેગું થાય ત્યારે વધારે હોય ?
દાદાશ્રી : સમરંભ જ ઓછું કહેવાયને. સમરંભ એટલે મનથી જ એકલું. ભેગું થાય ત્યારે બહુ મોટું કર્મ કહેવાય. તેથી આરંભ કહ્યુંને ભગવાને.
પ્રશ્નકર્તા : મનથી કર્મ કરીને પછી ત્યાંથી અટકી ગયો તો એ બહુ બંધનમાં ના પડે ?