________________
સામાયિકની પરિભાષા
૪૯૯
પ્રતિક્રમણ
નથી કરવી. તો આંખો મીંચી કે તરત પહેલો દુકાનનો ધબડકો જ પડે. જે યાદ નથી કરવું. એ નિરાંતે પહેલો જ પડે. એટલે મૂઓ કંટાળી જાય પાછો બીજે દહાડે મને પૂછે છે કે, ‘આવું થયું.” ત્યારે મેં કહ્યું, “શું કરવા એને યાદ કરે છે કે “મારે દુકાનને યાદ નથી કરવી ?” તે એક્શન માર્યું પાછું તે રીએક્શન આવશે. એક્શન મારવાનાં જ શું કરવા તે ? પણ પછી સામાયિકમાં કરે શું છે ? શુદ્ધાત્મા થયા નથી, એટલે જે વિચાર આવે, એને ધક્કો મારે. કુંડાળાની બહાર આ વિચાર આવે એને કહેશે, અહીં નહીં. એટલે વખત પૂરો થાય. અડતાળીસ મિનિટ એ પાછો શીશી જોતો જાય. હજુ થોડીવાર છે, કહેશે. ભગવાને ના કહેલું તોય શીશી જોતા જાય.
હશે પણ તોય લોક કહે છે, “ભઈ દોડધામ કરતો'તો, તેના કરતાં ઘડીવારેય આ પાંસરો મર્યોને ! નહીં તો પેલા માછીમાર માછલાં મારે અને આ અંદર માછલાં મારે. આને સામાયિક કહેવાય જ નહીંને ! એ તો એક જાતની સ્થિરતા છે. છતાં એ સામાયિક સ્થળ ભાષામાં ખોટું નથી. એટલી સ્થિરતા તો રહેજે ! ખોટું તો કહેવાય જ નહીન
દુકાનેય ત્રણ કલાક જો માણસ સ્થિર બેસી શકતો ન હોય તો એ ધંધો કરી શકે નહીં. એ તો એની બેઠકે કેટલા કલાક બેસે છે એના ઉપર છે. ત્રણ કલાક સ્થિર બેસી રહેવો જોઈએ, એક જગ્યાએ. કેટલાકને ભમરા હોય છે તે પાંચ મિનિટ બેસે ને ઊઠે, બેસે ને ઊઠે.
મુમુક્ષુ : એવા વિચાર કંઈ નથી આવતા. દાદાશ્રી : ત્યારે શું આવે છે ?
મુમુક્ષુ : ગમે તે થતું હોય, વિચાર ના આવે. હું તો ચોપડીઓ વાંચું છું.
દાદાશ્રી : તો ચોપડીઓ વાંચવાથી સામાયિક થાય છે. સામાયિક એટલે શું ? કે તમે પોણો કલાક બીજામાં તમારું ધ્યાન હતું, તે આમાં રહ્યું. સ્વાધ્યાયમાં રહ્યું. એ સ્વાધ્યાય સામાયિક કહેવાય. ઉપયોગ બીજી જગ્યાએ કહેવાય. બાકી ખરું સામાયિક તો એક જ ફેરો કરોને, તો આનંદનો પાર ના રહે, બધાં પાપ ભસ્મીભૂત થઈ જાય.
મુમુક્ષુ : તો આમાં નિર્જરા ન થાય ?
દાદાશ્રી : નિર્જરા થાય પણ થોડી ઘણી થાય. નિર્જરા તો લાંબી ના થાય ને. પુસ્તક વાંચીને તો બધાય સામાયિક કરે. પુસ્તક વાંચવાનું સારું લાગે. પેલું બહારવટિયાની ચોપડીઓ ના વાંચતો હોય ને, આ શાસ્ત્રો વાંચે. શાસ્ત્રોમાંય ઈન્ટરેસ્ટ પડે ને ? તે બહુ આનંદ થાય. પણ કશું વળે નહીં એમાં. સાચું આત્માનું સામાયિક કરો તો વળે. ‘આત્મા’ થઈને એક ફેરો ‘આત્મા’ બોલ્યો એટલે કલ્યાણ થઈ ગયું. આત્મા થઈને બોલવાનું. તમને એમ થઈ જાય કે હું ‘આત્મા” થઈ ગયો, ત્યાર પછી તમારે બોલવાનું. એક જ મિનિટ જો ‘આત્મા’ થઈ જાવ તો પછી બહુ થઈ રહ્યું.
એટલે આ તો સામાયિક કરે છે, તેમાં ધાર્મિક પુસ્તક લઈને બેસે તોય ચાલે પણ એ બધું માનસિક સામાયિક કહેવાય. માનસિક એટલે એમાં આત્માને લેવાદેવા નહીં. એનાથી મન સ્થિર થાય, મન મજબૂત થાય અગર કેટલોક વખત શાસ્ત્ર વાંચે, એટલે બીજા વિચાર ના આવે.
સ્વ-સમજણથી સામાયિક મુમુક્ષુ : રોજ સામાયિક કરવાથી શું ફાયદો થાય ?
સ્વાધ્યાય સામાયિક
મુમુક્ષુ : બે ઘડીનું સામાયિક કરીએ તો એમાં કઈ કઈ ક્રિયાઓ થઈ શકે ?
દાદાશ્રી : એવું છેને, આ સામાયિક જે છેને, આ સામાયિક મનનું સામાયિક છે. દુકાનના વિચાર આવે કે બીજા રસોડાના વિચારો આવ્યા, તેને ધક્કા માર માર કરવાના.