________________
૪૯૭
૪૯૮
પ્રતિક્રમણ
સામાયિક કરતાં કરતાં વર્તમાનકાળને પકડતાં આવડે. એમ સીધે-સીધું ના આવે. કલાક સામાયિકમાં બેસો છો ત્યારે વર્તમાનમાં જ રહો છો ને !
સામાયિક, ક્રમિક અને અક્રમની જગત જે સામાયિક કરે છે એ જુદું સામાયિક છે અને આપણું આ સામાયિક એ જુદી જાતનું સામાયિક છે. ગજબનું ઊંચું છે. આ સામાયિક ! આવું સામાયિક તો હોય જ નહીંને ? આ લોકોનું સામાયિક તો કેવું હોય છે કે સામાયિક કરે તેમાં બાઉન્ડ્રી બાંધીને બેસે, પછી જે વિચાર આવ્યો એને ધક્કા માર માર કરે. દુકાનનો વિચાર આવ્યો કે તેને ધક્કો મારે, પછી બીજાને ધક્કો મારે, એટલે ધક્કા માર માર કરે, એમ કરતાં કરતાં એક ગુંઠાણું પૂરું થયું અને આ સામાયિક કહે છે.
અને આપણું આ સામાયિક તો ઓર જ જાતનું છે. આ સામાયિક શેને માટે છે ? બહારની ગાંઠો ઓગાળી નાખવાની, તે આપણે જાતે ‘ખુદ' (આત્મા) થયા હોઈએ પછી આ સામાયિક થાય. આપણે શું કહીએ છીએ કે, ‘મન-વચન-કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું ને મારા સ્વ-સ્વભાવને પણ જાણું છું.’ તો એ મન-વચન-કાયાના સ્વભાવને તું ઓગાળી નાખ. સામો પૂછે કે શી રીતે એ ઓગળે ? ત્યારે હું કહું, એને જોવાથી કે મન-વચન-કાયાનો સ્વભાવ આટલો જાડો છે, આટલો જાડો છે. તે તને ખબર પડે કે આ આટલો જાડો છે ?
પ્રશ્નકર્તા: ખબર પડે.
દાદાશ્રી : તે સ્વભાવને સામાયિકમાં મૂકી દેવાનો. તે એટલો એનો સ્વભાવ ઓગળીને ખલાસ થઈ ગયો. એટલે પછી બીજો સ્વભાવ પકડવાનો. એટલે આ ગાંઠો ઓગાળી નાખવા માટે આ સામાયિક છે. આપણો તો અક્રમ માર્ગ છે. એટલે સ્વભાવ ઓગાળવા માટે આપણે આ સામાયિક કરવાની છે. નહીં તો, આ જ્ઞાન જ એવું છે કે આપણને
આખો દહાડો સામાયિક જ હોય.
સામાયિક કોને કહેવામાં આવે છે કે કષાયનો અભાવ. કષાયના અભાવને ખરું સામાયિક કહેવામાં આવે છે. પણ કષાયનો અભાવ તો લોકોને રહે નહીં ને ! શી રીતે રહે ?
તે આપણે તો કાયમ આખો દા'ડો સામાયિક રહે છે, પણ આ સામાયિક તો શેને માટે કરવું પડે છે કે આ બધો ભરેલો માલ ખાલી કરવાનો છે. તે બધો બહુ માલ છે. મસાલો એટલો બધો ભરી આવેલા છે કે બીજી માર્કેટમાંથી હઉ ભરી લાવ્યા છે. અલ્યા, આપણી દેશી માર્કેટમાંથી લે ને ? ત્યારે કહે, “ના, આ બટાકા જેવું લાગે છે.” એમ કરી કરીને આ બધું જાતજાતનું ભરી લાવ્યા. આપણે કહેવા જઈએ તોય શરમ આવે, ઘડીવાર !
લૌક્કિ સામાયિક એ સામાયિકમાં તો મનને સ્થિર કરવાનું. જેમ એક ગાયને કુંડાળામાંથી ખસવા ના દે એવી રીતે. એ બહાર જાય તો હાંક હાંક કરે. સાસુનો વિચાર આવે તે પાછો એને ધક્કો મારે અહીંથી, કુંડાળામાંથી બહાર કાઢે, કુંડાળામાં પેસવા ના દે. જે વિચાર આવે તેને ધક્કો માર માર કરે આમ. પણ તોય મન લપટું પડી ગયેલું, જતું જ રહેને ? લપટું એટલે શીશો આડો થયો એટલે બૂચ ક્યાંય જતો રહે. આમ મનને પાછું લાવીને પોતાની બાઉન્ડ્રી (સીમા)માં રાખ રાખ કરવું એનું નામ સામાયિક, એ અત્યારે વ્યવહારમાં જે ચાલે છે એ (લૌકિક) સામાયિક કહેવાય.
એટલો ટાઈમ કોઈ ડખો ના કરે, નિરાંતે બેસે. એક જગ્યાએ પેલી શીશી મૂકી રાખે. ઉપરની રેતી નીચે પડે. નીચે પડી રહે, એટલે પાછી ફેરવી નાખે. એ શીશી ઉપરનો ઢગલો પડતાં પડતાં એને અડતાળીસ મિનિટ થાય, એટલે ઢગલો પડી રહે. એટલે કહેશે, “મારું સામાયિક પૂરું થઈ ગયું !' એટલે શીશી મૂકી રાખે ને પછી શું કરે ? આગલે દહાડે નક્કી કર્યું હોય કે સવારમાં સામાયિકમાં દુકાન યાદ જ