________________
૪૯૬
પ્રતિક્રમણ
ખંડ-૨ સામાયિકતી પરિભાષા
પેટમાં ભૂખ લાગી હોય તોય જાણવી અને બહારનાનો વિચાર આવે તેને શુદ્ધ જોવો, એ આપણું સામાયિક. શુદ્ધ રહેવું, શુદ્ધ જોવું, આખી રાત કચકચ કરી હોય ને પછી સામાયિકમાં બેઠા, એટલે શુદ્ધ જોવું અને કહેવું, ‘ચંદુભાઈ, માફી માગી લો !'
પ્રશ્નકર્તા : દાદા, એ સામાયિક યથાર્થ રીતે કેવી રીતે કરાય ?
દાદાશ્રી : અહીં આ બધા છે તે એવી જ ‘સામાયિક' કરે છે. તે પછી સામાયિકમાં એ વિષયને મૂકીને પોતે ધ્યાન કરે તો એ વિષય ઓગળતો જાય, ખલાસ થઈ જાય. જે જે તમારે ઓગાળી નાખવું હોય, તે આ સામાયિકથી અહીં ઓગાળી શકાય. તમને કોઈ જગ્યાએ જીભનો
સ્વાદ નડતો હોય, તે જ વિષય “સામાયિક'માં મૂકવાનો. અને આ દેખાડે એ પ્રમાણે તેને ‘જોયા’ કરવાનું. ખાલી જોવાથી જ બધી ગાંઠો ઓગળી જાય. સામાયિકથી જે બહુ મોટી ગ્રંથિ હોય, જે બહુ હેરાન કરતી હોય તે ઓગળી જાય. આપણે અહીં કરાવે છે એવી સામાયિકો કરવી.
સામાયિક એટલે શું ? પ્રશ્નકર્તા : સામાયિક એટલે શું ?
દાદાશ્રી : બે જાતના સામાયિક. એક વ્યવહારમાં પ્રચલિત સામાયિક, કે જેમાં મનને કુંડાળાની બહાર નીકળવા ના દે. મનને બાઉન્ડ્રી (સીમા)માં રાખે. બહાર જે ચાલે છે એમાં મન સ્થિર રહ્યું એ (વ્યવહાર) સામાયિક કહેવાય.
અને બીજા પ્રકારનું સામાયિક તે ભગવાન મહાવીરે કહેલું યથાર્થ સામાયિક, જે આપણે અક્રમમાં બધા કરીએ છીએને ! (એક ગુંઠાણું એટલે કે અડતાળીસ મિનિટ સુધી પોતે આત્મસ્વરૂપમાં રહીને પોતાની ફાઈલ નં.૧ને જુએ છે.)
પ્રશ્નકર્તા : આપણું અક્રમનું સામાયિક સમજાવો ને !
દાદાશ્રી : આપણું સામાયિક તો આત્મારૂપ થઈ જવાનું. મહીં ચંદુભાઈ (ફાઈલ નં.૧)નું તંત્ર શું ચાલી રહ્યું છે એ જોવું, ચંદુભાઈને આ વિચાર આવ્યો, તે વિચાર આવ્યો, ફલાણો આવ્યો, તેને બધાને જોવા, આપણે જોનાર. વિચાર એ દૃશ્ય, આપણે દ્રશ્ય અને જે સમજણ પડે એવા વિચાર હોય એ શેય કહેવાય ને આપણે શાતા. - પછી ચંદુભાઈની બુદ્ધિ શું કરે છે, ચિત્ત શું કરે છે, પગમાં દુઃખે છે, ત્યાં ચંદુભાઈ ધ્યાન રાખે છે કે નહીં, એ બધું “આપણે” જાણવું.
સામાયિક-પ્રતિક્રમણતી વ્યાખ્યા પ્રશ્નકર્તા : આપણા પ્રતિક્રમણ અને સામાયિકમાં શું કનેકશન (સાંધો) છે ?
દાદાશ્રી : પ્રતિક્રમણ તો અતિક્રમણ થયું હોય તેનું. તમારો વ્યવહાર એ ક્રમણ છે ને વધારે બોલાયું તે અતિક્રમણ છે. તે તમારે ચંદુભાઈને કહેવું કે અતિક્રમણ કેમ કર્યું ? માટે પ્રતિક્રમણ કર. અતિક્રમણ થાય તેની પર પ્રતિક્રમણ કરવું.
સામાયિક એટલે ‘હું શુદ્ધાત્મા છું’નું ભાન તે સામાયિક. પાંચ આજ્ઞામાં નિરંતર સામાયિક રહે. સમભાવે નિકાલ કરવો એ પહેલું સામાયિક, અને સહજદશામાં, સ્વભાવિક રહેવું તે અમારા જેવું સામાયિક. તે તમનેય થોડું-ઘણું રહે.
આ સામાયિક કરો છો, ત્યારે પ્રકૃતિ બિલકુલ સહજ કહેવાય.