________________
(૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ
આ જાત્રામાં ખાસ. એવા સંજોગોમાંય આજ્ઞાથી કરવું.
૧૯૭૩માં અમે બધા ૩૮ દિવસની જાત્રાએ ગયેલા. ત્યાંય અમારે તો નો લૉઝ (કોઈ કાયદો નહીં). તે પછી એવું નહીં કે કોઈની જોડે વઢવાનું નહીં. જેની જોડે લઢવું હોય તેની જોડે લઢવાની છૂટ. તે લઢવાની છૂટ આપવી એવુંય નહીં ને ના આપવી એવું નહીં. તે જો લઢે તો ‘અમે’જોઈએ. પણ રાત્રે પાછા બધા ‘અમારી’ સાક્ષીએ પ્રતિક્રમણથી ધોઈ નાખે ! સામસામા ડાઘા પડે અને પાછા ધોઈ નાખે ! આ પ્યૉર ‘વીતરાગ માર્ગ’ છે, એટલે અહીં કેશ-રોકડાં પ્રતિક્રમણ કરવાં પડે, આમાં પખવાડિક-માસિક પ્રતિક્રમણ ના હોય. દોષ બેઠો કે તરત જ પ્રતિક્રમણ.
પ્રશ્નકર્તા : આમ જાગૃતિ છે કે ‘શુદ્ધાત્મા’ છું પણ છતાંય પેલું અગાઉનું...
દાદાશ્રી : જે કચરો હોયને, તે મહીંથી ના નીકળે તો મહીં રહી જશે, એના કરતાં નીકળે તો સારું. એટલે અમે જાત્રાએ જતા'તાને, તે અમારા થોડાક પટેલો ને મહીં બીજા તમારા જેવા વિણકો હોય, તે અંદર-અંદર એવા બાઝે, એવા બાઝે તો આ બધા મને શું કહે, કે દાદાજી, આમને છોડાવોને ! આ લોકો આટલા અવળા શબ્દો બોલે છેને, બહુ લડી પડ્યા છે. મેં કહ્યું, મારી રૂબરૂમાં લઢે તો ઉકેલ આવી જાય ને. જલદી પાર આવી જાય અને કશું બંધાય નહીં બિચારાને. એટલે તો મારુંમાર કરતા હોય તો છોને મારવા દો કે મારો બરોબર.’ એવું કહું, ‘મારજો બરોબર.' એ તો મહીં છે તો મારશો. મહીં છે જ નહીં, તો શી રીતે મારવાના ?
૪૮૧
એટલે આ બસમાં આવું આખો દહાડો તોફાન ચાલ્યા કરે એટલે ડ્રાઈવર મને એમ કહે કે, “સાહેબ, તમે તો ભગવાન જેવા છો. આવા માણસ જોડે તમારે ક્યાંથી પ્રેમ થયો ?” મેં કહ્યું, “આ માણસો જ ઉત્તમ છે બધા. એક દહાડો સુધરશે !’
પછી સાંજ થાયને એટલે બધા આરતી કરે પાછા, ભેગા થઈને
પ્રતિક્રમણ
‘દાદા ભગવાન’ની ! બસમાં ને બસમાં. એ મારે-કરે પણ પાછા બધા ભેગા થઈને આખી આરતી બોલે. અને પછી પ્રતિક્રમણ કરવાનાં. જે બધા વઢવઢા કરતા હતા, મારુંમાર, તે સામા આવીને પગે અડીને પાછા નમસ્કાર કરી આવે. એટલે પેલો ડ્રાઈવર કહે છે કે “આવું તો મેં દુનિયામાં કોઈ જોયું નથી.' તરત જ પાછું પ્રતિક્રમણ કરવાનાં. રોજ એક વખત પ્રતિક્રમણ કરવાનાં. લઢો એટલું જ પ્રતિક્રમણ કરવાનું અને તે પગે અડીને. જો હવે છે કશી ભાંજગડ ?
૪૮૨
પ્રતિક્રમણરૂપી વિચાર આપીએ છીએ. અમારી આજ્ઞાથી પ્રતિક્રમણ કરશો તો સપાટાબંધ કલ્યાણ થઈ જશે. પાપ ભોગવવાં પડશે પણ આટલાં બધાં નહીં.
આજ્ઞા ચૂક્યાતાં પ્રતિક્રમણ
અમે તમને જ્ઞાન તો આપ્યું, પણ તે તમે ખોઈ બેસશો. એટલે આ પાંચ આજ્ઞા આપીએ છીએ, કે પાંચ આજ્ઞામાં રહો તો મોક્ષે જશો. અને છઠ્ઠું શું કહ્યું ? કે જ્યાં અતિક્રમણ થાય ત્યાં પ્રતિક્રમણ કરો. આજ્ઞા પાળવાની ભૂલી જાય તો પ્રતિક્રમણ કરવું. ભૂલી તો જાય, માણસ છે. પણ ભૂલી ગયા તેનું પ્રતિક્રમણ કરવું કે ‘હે દાદા, આ બે કલાક આપની આજ્ઞા ભૂલી ગયો પણ મારે તો આજ્ઞા પાળવી છે. મને માફ કરો.' તો પાછલું બધુંય પાસ. સોએ સો માર્ક પૂરા. એટલે જોખમદારી ના રહી. જેને ભૂલ ફરી કરવાની ઇચ્છા નથી, તેને અમે માફ કરી દઈએ છીએ. માફ કરવાનું અમારી પાસે લાયસન્સ છે.
અમારી આજ્ઞામાં રહેશો તો કામ નીકળી જશે ને એને ચોળી ચોળીને બહુ ચીકણું કરેને તે શું થાય ?
આજ્ઞામાં રહેવાતું ના હોય તો પ્રતિક્રમણ કરવું પડે. ઘેરથી નક્કી કરીને નીકળવું કે આજ્ઞામાં જ રહેવું છે. પછી ના રહેવાય તો તરત પ્રતિક્રમણ કરે. એમ કરતાં કરતાં છ મહિને, બાર મહિને પણ રાગે પડી જાય. પછી કાયમને માટે રાગે પડી જાય.