________________
(૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ
ટ્રેનમાં બેઠા હોય, ટેક્ષીમાં બેઠા હોય, તે બધાં મુક્ત જ છે ને! બેસનારને શું ? આમ ડાફાં મારે, આમ ડાફાં મારે, આમ વિચાર આવે ! (ખરેખર) શુદ્ઘ ઉપયોગ ચૂકાય નહીં. પૈસા ગણતી વખતે કેમ નહીં ચૂકતો ? કારણ કે જરા આડુંઅવળુંય નહીં જોતો. હમણાં હજારહજારની નોટો હોય ને તો આડુંઅવળુંય ના જુએ. તો આ તો એનાથી કિંમતી આત્મા જેવી વસ્તુ પ્રાપ્ત થયેલી ! બળ્યા, દસ-દસ પૈસાના સિક્કા હોય તોય ગણ ગણ કરે ! અને એકુય ભૂલ ખાધા વગર !
૪૮૩
‘તમારે’ કશું કરવાનું નહીં, તમારે તો નક્કી કરવાનું કે મારે દાદાની આજ્ઞા પાળવી છે અને ના પળાય તોય તેની ચિંતા નહીં કરવાની. તમારે દૃઢ નિશ્ચય કરવાનો કે મારાં સાસુ વઢે છે તો તેમની જોડે, સાસુ દેખાય તે પહેલાં જ મનમાં નક્કી કરવું કે મારે દાદાની આજ્ઞા પાળવી છે અને આમની જોડે સમભાવે નિકાલ' કરવો જ છે. પછી સમભાવે નિકાલ ના થાય તો તમે જોખમદાર નથી. આજ્ઞા પાળવાના અધિકારી, તમે તમારા નિશ્ચયના અધિકારી છો, એના પરિણામના અધિકારી તમે નથી. તમારે નિશ્ચય હોવો જોઈએ કે મારે આજ્ઞા પાળવી જ છે પછી ના પળાય તો તેનો ખેદ તમારે કરવાનો નહીં. પણ હું તમને દેખાડું તે પ્રમાણે પ્રતિક્રમણ કરવાનું. અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો. આટલો સરળ, સીધો ને સુગમ માર્ગ છે, તેને સમજી લેવાનો છે.
પં૫ પ્રતિક્રમણતો
પાંચ આજ્ઞામાં વધારે રહેવું. બીજું કશું કરવા જેવું છે નહીં. સવારથી નક્કી કરવું કે પાંચ આજ્ઞામાં જ રહેવું છે ને ના રહેવાય તો રાત્રે પ્રતિક્રમણ કરી લેવું. એટલે બીજે દહાડે રહેવાય. પછી આગળ ફોર્સ વધતો જશે. એને કંઈ બીજા પંપો નથી હોતા, આ જ
પંપ.
પ્રશ્નકર્તા : હા, પ્રતિક્રમણનો પંપ.
દાદાશ્રી : પ્રતિક્રમણનો પંપ. એટલે મેં શું કાયદો કરેલો કે ભઈ,
પ્રતિક્રમણ
જેટલી આજ્ઞાઓ તમારાથી પળાય એટલી પાળો. તમારાથી ન પાળી શકાય તો દાદાની પાસે ક્ષમા માગો કે દાદાજી, જેટલી પળાય એટલી પાળું છું ને ન પળાય એનું હું શું કરવાનો હતો ? માટે તમારી ક્ષમા માગું છું. એટલે તમારી બધી આજ્ઞા પૂરી થઈ ગઈ. પણ આ ઈરાદાપૂર્વક ધકેલવા માટે આવું ના કરતા.
પ્રશ્નકર્તા : હા, બરાબર છે.
૪૮૪
દાદાશ્રી : હાર્ટીલી રીતે તમારાથી ન થાય તે તમે આવી રીતે કરો, તો અમારી બધી આજ્ઞા પાળો છો એવું હું સ્વીકારી લઈશ.
કારણ કે માણસ કેટલું કરી શકે ? જેટલું થાય એટલું કરે. અને બાકીનું માફી માગીએ, પછી એનું તો હું બધું ભગવાનને કહી દઉંને કે શું વાંધો છે આનો ? તમારી આજ્ઞામાં જ છે. ના પળાય તો એ શું કરે ?
એટલે આપણે તો બધા કાયદા બહુ સુંદર ! પ્રતિક્રમણ કરી લેવું પડે. અને એ પ્રતિક્રમણ તમને ઉપર લઈ જશે, ટોપ ઉપર, એનાથી ઉપર જઈ શકાય.
આપણે રસ્તા છે એટલે એમાં રહેવાની જરૂર છે. ટેન્શન (ચિંતા) રાખવાની કંઈ જરૂર નથી. આ આમાં કંઈ ખોટ જતી નથી. રસ્તા પકડવાની જરૂર છે, જ્ઞાન જ પકડવાની જરૂર છે.
આજ્ઞામાં રહ્યો ત્યાં સુધી પરમાત્મા
જ્યાં સુધી આજ્ઞામાં રહે ત્યાં સુધી પરમાત્મામાં, આજ્ઞાની બહાર ગયો કે ખલાસ. ઓછી આજ્ઞા પળાય એનો વાંધો નહીં, પણ વધુ આજ્ઞા પાળવાની ઇચ્છા તો રાખવી જોઈએ. આજ્ઞા પાળવાનો ભાવ કરવો છતાં ઓછી પળાય તો રોજ પ્રતિક્રમણ કરવું જોઈએ, કે પળાતી નથી, માટે પ્રતિક્રમણ કરું છું. પછી જ્ઞાનીની આજ્ઞામાં સ્વચ્છંદ કરે, એ નર્કના અધિકારી. જ્યાં નહીં કરવાનું ત્યાં સ્વચ્છંદ કર્યો ? ત્યાં દગોફટકો ? ત્યાં કાલાબજાર કર્યો ?