________________
(૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ
૪૭૯
૪૮૦
પ્રતિક્રમણ
એવો અનુભવ થાય કે દાદાની બહુ જ કરુણા વરસી ગઈ આપણા
ઉપર.
દાદાશ્રી : હા, એટલે સહજ ક્ષમા !
પેલી ક્ષમા છે ને એ નથી આત્માનો ગુણ કે નથી અનાત્માનો ગુણ. એવી વસ્તુ છે ક્ષમા. તેને આ લોકો સંસારમાં લઈ જાય છે, એ ક્ષમા આપે છે, છતાં સારું છે. ભાષા તરીકે રાખવું સારું છે. ભાષા તરીકે ‘ઓર્નામેન્ટલ' (શંગારિક) શબ્દ છે. મોટા માણસ નાના માણસને ક્ષમા આપે. લોકો કહેશે, “સાહેબ, મને ક્ષમા આપો.' ત્યારે એ કહે, ‘હા, ક્ષમા આપું છું', એ “ઓર્નામેન્ટલી’ સારું કહેવાય. બાકી ક્ષમા તો સહજ છે, ગુણ છે !
અમને આવા બહુ મળેલા, છતાં અમે વીતરાગ રહીએ. એ વાંકો થાય પણ અમે વીતરાગ રહીએ. એને દંડ આપવામાં અમારો હાથ જાય તો, એ તો દંડાય પણ અમને ડાઘ લાગેને ? અમારી પાસે જેટલા દંડને યોગ્ય છે તેમને પણ માફી હોય ને માફી પણ સહજ હોય. સામાને માફી માગવી ના પડે. જ્યાં સહજ માફી આપવામાં આવે છે ત્યાં તે લોકો ચોખ્ખા થાય છે. અને જ્યાં કહેવામાં આવે છે કે “સાહેબ, માફ કરજો’ ત્યાં જ મેલા થાય છે. સહજ માફ થાય ત્યાં તો બહુ ચોખું થઈ જાય.
પ્રશ્નકર્તા: તમે સહજ માફ કરો છો પછી પ્રતિક્રમણની મહેનત અમે શું કામ કરીએ ?
દાદાશ્રી : હા, પણ તમારું બગડેલું રહ્યુંને ? અમે માફી આપીએ પણ તમારું બગડેલું હોય તેનું શું થાય ? માફી એટલે અહીંથી તમને હવે દંડ નહીં મળે.
સાહજિક્તા તૂટ્યાતાં પ્રતિક્રમણ પ્રશ્નકર્તા: અમારી એવી જાગૃતિ હોવી જોઈએ કે દાદાને બહુ પ્રતિક્રમણ નહીં કરાવવાં.
દાદાશ્રી : એવું જો સમજદાર હોય તો બહુ સારી વાત કહેવાય. વગર કામનું મને એક જાતનું, પોતે સાંભળીને આવ્યા હોય તે અહીં કહે, તે અમને મનમાં ગમે નહીં. હવે એમને પોતાને એવો ઈરાદો ના હોય, પણ હવે એની પ્રકૃતિનું એ બધું લઈને આવેલા. એટલે હવે એમાં એમનો દોષ નહીં. દોષ અમારો કે અમારે પ્રતિક્રમણ કરવા પડે છે. જેનો ટાઈમ બગડે એનો દોષ. એ તો બેન્ડ વાગ્યું. બેન્ડનો સ્વભાવ વાગવાનો.
પ્રશ્નકર્તા : જો અમારી પાસે સહજ માફી મળી જાય, ઓટોમેટિક તો પછી પ્રતિક્રમણ ન કરવાં પડે ?
દાદાશ્રી : પ્રતિક્રમણ તો કરવો જ પડે. પ્રતિક્રમણ ના કરે તો એને નુકસાન થાય. પણ અમે માફી અપાવીએને, તે સહજ માફી અમારે એકલાને જ હોય, બીજા કોઈ આપે નહીંને ! અમારા પ્રતિક્રમણ કરો તો તમારું કલ્યાણ જ થઈ જાયને ! અમારા પ્રત્યે કોઈને પ્રતિક્રમણ હોય જ નહીં. અમારો એક પણ ગુનો એવો ના હોય કે સામાને પ્રતિક્રમણ કરવું પડે. તમારો ગુનો હોય તે તો તમે પ્રતિક્રમણ કરીને તો એટલો જ ફાયદો રહે. બાકી સહજ માફ તો અમારે હોય જ.
જ્યાં સુધી અમારે સાહજિકતા હોય ત્યાં સુધી અમારે પ્રતિક્રમણ ના હોય. સાહજિકતામાં તમારેય પ્રતિક્રમણ કરવાં ના પડે. સાહજિકતામાં ફેર પડ્યો કે પ્રતિક્રમણ કરવું પડે. અમને તમે જ્યારે જુઓ ત્યારે સાહજિકતામાં જ દેખો, જ્યારે જુઓ ત્યારે અમે તેના તે જ સ્વભાવમાં દેખાઈએ. અમારી સાહજિકતામાં ફેર ના પડે.
આજ્ઞાપૂર્વકનાં પ્રતિક્રમણ આ પ્રતિક્રમણ કરવાથી બહુ શક્તિઓ ખીલે પણ અમારી આજ્ઞાથી
કરે તો.
પ્રશ્નકર્તા : એ કેવી રીતે ને ક્યારે ? દાદાશ્રી : અમારી આજ્ઞા લઈને કરી આવે તો કામ કાઢી લે,