________________
(૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ
બોલતો, એ છે તે પ્રજ્ઞા નામની શક્તિ બોલે છે. એટલે શુદ્ધાત્માને બોલવાનું હોય જ નહીંને ! એટલે પ્રજ્ઞા નામની શક્તિ કહે કે ‘આવું કેમ કરો છો ? આવું ના હોવું જોઈએ.' આટલું કહે તો બસ થઈ ગયું. અગર તો કો'કને ખરાબ લાગે એવું વર્તન થયું તો પ્રજ્ઞા નામની શક્તિ ચંદુભાઈને કહે કે, ‘તમે પ્રતિક્રમણ કરી નાખો. પ્રતિક્રમણ કરો અને પ્રત્યાખ્યાન કરો.' બસ એટલું જ. આમાં છે કાંઈ અઘરું કશું ? ફરી ફરી પ્રતિક્રમણ
૪૬૭
પ્રશ્નકર્તા ઃ પ્રતિક્રમણ એક વખત કર્યું પણ પછી ફરી પાછું એવું અતિક્રમણ કરે તો ?
દાદાશ્રી : ફરી થાય તો ફરી પ્રતિક્રમણ કરવાનાં. ફરી પ્રતિક્રમણ કરો, બધું બંધ થઈ જશે.
પ્રશ્નકર્તા ઃ પ્રતિક્રમણની વાત શબ્દથી નહીં, પણ અનુભવ પકડે તો એને તરત જ ખ્યાલ આવી જાય છે. એનું પિરણામ આવે છે.
દાદાશ્રી : એ તો આપણા મહાત્માઓને અનુભવ થઈ ગયા, પણ બહારવાળાને અનુભવ થતાં વાર લાગે ને ! જેટલું ઊંધું ચાલ્યા એટલું પ્રતિક્રમણ કરીએ, એટલે પાછા આવીએ પછી રહી ખોટ ? પ્રશ્નકર્તા : પછી ખોટ ના રહી.
સવળીએ ચઢેલું
દાદાશ્રી : જ્ઞાન પછી મહીં સવળું જ ચાલ્યા કરે. પહેલાં તો આખો દહાડોય મહીં અવળું ચાલ્યા કરે. આ જ્ઞાન સવળું જ કર્યા કરે. તું સામાને ધોલ ચોપડી દઉં તોય પણ મહીં કહેશે, ‘ના, ના, એમ કરાય નહીં, પ્રતિક્રમણ કરો.' અને પહેલાં તો જ્ઞાન ના લીધું હોયને ત્યારે તું ચોપડી દઉંને, તેની જોડે એ કહેશે, ‘વધારે આપવા જેવી છે. આમ કરવા જેવો જ છે.' એટલે આ તમને જે અંદર ચાલ્યા કરે છે ને, તે સતિ બળ છે, જબરજસ્ત બળ છે ! એ રાત-દહાડો ચાલ્યા કરે, નિરંતર ચાલ્યા કરે !
૪૬૮
પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા : એ બધું પ્રજ્ઞા કામ કરી રહી છે ?
દાદાશ્રી : હા, પ્રજ્ઞા કામ કરી રહી છે. મોક્ષે લઈ જવા માટે આ બધું બિસ્તરાં-પોટલાં ઘસેડીને મોક્ષમાં લઈ જાય.
‘અમ’માં ક્ષાયક પ્રતીતિ
જ્યારે કો'કની જોડે ઝઘડો થાય તો આપણા મહાત્માને તો પ્રતીતિ ના જાય. લક્ષ ચૂકી જાય, પણ પ્રતીતિ ના જાય. કારણ કે પ્રતીતિ ક્ષાયક પ્રતીતિ છે. પ્રતીતિ ક્ષણવારેય ના જાય. ઝઘડામાંય ના જાય. કો'કની જોડે ઝઘડતા હો તો અમે અહીં ઠપકો ના આપીએ. જ્ઞાની-જ્ઞાની ઝઘડતા હોય તો અમે ઠપકો ના આપીએ. અમે જાણીએ કે ફાઈલનો નિકાલ કરે છે. પછી તરત જ પ્રતિક્રમણ કરવા માંડે. આપણે કહેવું ના પડે, એની મેળે જ પ્રતિક્રમણ કરવા માંડે. આમાં પ્રતિક્રમણ એવી રીતે હોય છે.
એ પોતે શુદ્ધાત્મા, મહીં આ ક્રિયા કરનાર છે તે, પ્રજ્ઞાભાવ કહેવાય છે. અને એ પ્રજ્ઞાભાવથી એમને કહે, ‘તમે પ્રતિક્રમણ કરો.’ એમ જુદી રીતે વાત થાય. એ પોતે ચંદુભાઈને કહે કે, તમે પ્રતિક્રમણ કરો, તમે આવું કર્યું, અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો. અતિક્રમણ
એટલે તમે આવતા હોય ને એમનો ભાવ સહેજ બદલાયો હોય. તમને ખબર ના પડી હોય, કોઈનેય ખબર ના પડી હોય પણ પોતે જાણે ને કે આ ભાવ મારો બદલાયો હતો. એટલે તરત જ કહે છે કે “પ્રતિક્રમણ કરો એમના નામનું.’ તમારા નામનું પ્રતિક્રમણ કરે, ‘શૂટ ઑન સાઈટ.’ એક પ્રતિક્રમણ બાકી રહી જાય નહીં.
પાડોશીભાવે પ્રતિક્રમણ કરાવવાં
પ્રશ્નકર્તા : નિશ્ચયનું લક્ષ રાખ્યું, શુદ્ધાત્મા ‘કર્મબંધ' કરતો જ નથી, તો પછી પ્રતિક્રમણ શું કરવાનાં ?
દાદાશ્રી : પાડોશભાવ છે આ. પાડોશીનો આપણે ખ્યાલ રાખીએ છીએ, નિકટના પાડોશી ‘ફર્સ્ટ નંબર,’ તે આપણે એને સમજણ પાડવી