________________
પ્રતિક્રમણ
(૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ
૪૬૫ પ્રશ્નકર્તા : દાદા, રીયલ અને રિલેટિવ બે જુદા છે, તો પછી આપણે શું કરવા વચ્ચે ભેગા થવાની જરૂર આવી ? પ્રતિક્રમણ કરવાની શી જરૂર ? રિલેટિવમાં આપણે પડવાની શી જરૂર ?
દાદાશ્રી : ‘રિલેટિવમાં’ પડવાની જરૂર નથી, પણ સામાને દુ:ખ થયું તે “આપણે” ચંદુભાઈને (પોતાની જાતને) કહેવું જોઈએ કે, ‘ભઈ, આને દુઃખ કેમ કર્યું ? માટે તમે પ્રતિક્રમણ કરો.' બસ, એટલે ધોઈ નાખવો. ડાઘ પડ્યો કે ધોઈ નાખીએ. આપણે ‘રિલેટિવ' કપડું પણ ચોખ્ખું રાખવાનું. - પ્રશ્નકર્તા: દાદા, આ દુઃખ પહોંચાડે છે, તે “રીયલ’ પહોંચાડે
દાદાશ્રી : “રીયલ’ તો કશું કરતું જ નથી. બધું ‘રિલેટિવમાં’ જ છે અને દુઃખેય ‘રિલેટિવને’ પહોંચે છે, “રીયલને’ પહોંચતું નથી.
દુઃખ કોને થાય ? પ્રશ્નકર્તા દુઃખ થાય છે એ સામાના અહંકારને થાય છે ? દાદાશ્રી : હા, અહંકારને દુ:ખ થાય છે.
પ્રશ્નકર્તા : તો પ્રતિક્રમણની શી જરૂર છે ? રિલેટિવમાં ફરી પડવાની શી જરૂર છે ?
દાદાશ્રી : પણ પેલાને દુઃખ થયું, એનો ડાઘ આપણા રિલેટિવ ઉપર રહ્યો ને ! એ રિલેટિવ ડાઘવાળું નથી રાખવાનું. છેવટે ચોખ્ખું કરવું પડશે. આ કપડું ચોખ્ખું મૂકવાનું છે. ક્રમણનો વાંધો નથી. ક્રમણ એટલે એમ ને એમ મેલું થાય તેનો વાંધો નથી. રીતસર મેલું થાય તેનો વાંધો નહીં, પણ એકદમ ડાઘ પડ્યો હોય, એ તો ધોઈ નાખવો.
પ્રશ્નકર્તા : એટલે ‘રિલેટિવ' ચોખ્ખું રાખવું જરૂરી છે ?
દાદાશ્રી : એવું નથી. ‘રિલેટિવ' જૂનું થશે, કપડું જૂનું થાય તેનો વાંધો નથી. ક્રમણથી પણ એકદમ ડાઘ પડ્યો હોય તો આપણા વિરુદ્ધ
કહેવાય. એટલે એ ડાઘ ધોઈ નાખવો જોઈએ. એટલે આવું અતિક્રમણ થયું હોય તો પ્રતિક્રમણ કરો. અને તે કો'ક વખત થાય છે, રોજ થતું નથી. અને પ્રતિક્રમણ ન થયું હોય તો બહુ મોટો ગુનો નથી આવતો કંઈ, પણ પ્રતિક્રમણ કરવું એ સારું છે.
પ્રશ્નકર્તા : આ અતિક્રમણ કરવાની સત્તા આપણા હાથમાં નથી તો આ પ્રતિક્રમણ કરવાની આપણા હાથમાં કેવી રીતે હોય ?
દાદાશ્રી : અતિક્રમણની સત્તા નથી. પ્રતિક્રમણ તો આ મહીં ચેતવણી આપે છે, મહીં જે ચેતન છે ને, પ્રજ્ઞાશક્તિ તે ચેતવે.
સ્થળ અને સૂક્ષ્મમાં પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : તો પછી પ્રતિક્રમણ કોણ કરે ?
દાદાશ્રી : જે અતિક્રમણ કરે છે તેની પાસે જ પ્રતિક્રમણ કરાવવામાં આવે છે.
પ્રશ્નકર્તા : અહીંયાં મને સ્થૂળ વાત કહો ને, કે આ પ્રતિક્રમણ શરીર કરે ને ? હું ચંદુભાઈને જઈને કહ્યું કે “તમને કાલે આપેલું. મને માફ કરો.’ એ પ્રતિક્રમણ શરીરે જઈને કહે એટલે આ સ્થળ વસ્તુ થઈ તો એમાં સૂક્ષ્મ વસ્તુ કંઈ છે ?
દાદાશ્રી : કેમ ? અંદર જે પ્રતિક્રમણ કરવાનો ભાવ થયો તે સૂક્ષ્મ છે અને આ બહાર જે થયું એ સ્થળ છે. આ સ્થળ ના થયું હોય તોય ચાલે. એટલે સૂક્ષ્મ કરે તો બહુ થઈ ગયું. અને જેણે અતિક્રમણ કર્યું તેને જ પ્રતિક્રમણ કરાવડાવીએ, કે ભઈ, તું કર, બા. તે અતિક્રમણ કર્યું માટે તું પ્રતિક્રમણ કર. તું પ્રતિક્રમણ કર ને શુદ્ધ થઈ જા. એટલે આ અતિક્રમણવાળાને ભાંગી નખાવડાવાનું કે ભાઈ, હવે શું કામ આમ કરો છો ? પ્રતિક્રમણ જેવો કોઈ રસ્તો નથી.
જો ‘સાયન્ટિફિક રીતે જ્ઞાન રહેતું હોય તો મૌન રહો તોય વાંધો નથી. પણ “સાયન્ટિફિક રીતે આપણા લોકોને રહેતું નથી એટલે તમારે આવું કંઈક બોલવું જોઈએ. કારણ કે એ બોલે છે તે શુદ્ધાત્મા નથી