________________
(૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ
દાદાશ્રી : આપણે તો દોષોનું પ્રતિક્રમણ કરીએ છીએ, એમાં પુદ્ગલ પર્યાયો આવી જ જાય છે.
૪૫૯
જગત ચલાવે પુદ્ગલ
પ્રશ્નકર્તા : પુદ્ગલ અતિક્રમણ કેવી રીતે કરે ?
દાદાશ્રી : પુદ્ગલ અતિક્રમણ એકલું જ ના કરે, આ જગત જ આખું પુદ્ગલ ચલાવી રહ્યું છે. લઢાઈઓ જ પુદ્ગલ ચલાવી રહ્યું છે. આ બધું જ પુદ્ગલ ચલાવી રહ્યું છે. એ જ્ઞાનીઓની ભાષા બીજાઓને કેમ સમજમાં આવે ? જ્ઞાનીઓ જોઈને કહે છે, જ્યારે બીજાને પ્રતીતિમાં લાવવાનું છે. આ બધું પુદ્ગલ જ છે.
પ્રશ્નકર્તા : પુદ્ગલનું જે થયા કરે છે તે વ્યવસ્થિતના ધોરણે થયા કરે છે, પણ તે અતિક્રમણ કેવી રીતે કરી શકે ?
દાદાશ્રી : ક્રમણ કરી શકે અને અતિક્રમણ પણ કરી શકે. બધું જ એ જ કરે છે ને ત્યારે ?
પ્રશ્નકર્તા : એ પુદ્ગલમાં આત્માનું ચેતન ભળે તો જ થાય ને ? દાદાશ્રી : એનું નામ જ પુદ્ગલ કહેવાય. આ જે પુદ્ગલ પરમાણુ છે, એ તો આપણે પુદ્ગલ કહીએ છીએ, એટલું જ છે. એ પરમાણુ છે એ પુદ્ગલને તો ભગવાને મિશ્રચેતન કહ્યું છે. પુદ્ગલ પરમાણુ એટલે શું ? મિશ્રચેતન. ચૈતન્યભાવથી ભરેલું તેને પુરણ થવું એ બીજા અવતારમાં ગલન થાય છે. પાછું ‘ચાર્જ’ થાય છે. પૂરણથી ‘ચાર્જ’ થાય છે ને ‘ડિસ્ચાર્જ’થી ગલન થાય છે અને અતિક્રમણ એ ગલન છે. જ્ઞાન પછી પણ એ અતિક્રમણ આત્મા થકી થયું હોય તો પૂરણ છે. સ્વપરિણતિ થઇ હોય તો પૂરણ છે. પરપરણિત થઈ હોય તો ગલન છે.
પ્રશ્નકર્તા : આ ચંદુભાઈ કરે તો એને તો રાગાદિ કશું હોય નહીં, તો પછી એમને અતિક્રમણ શું ને પ્રતિક્રમણ શું ?
દાદાશ્રી : રાગ-દ્વેષ બધું ચંદુભાઈ (બાવા)ને જ છે.
૪૬૦
પ્રતિક્રમણ
માફી કોણ કોતી માગે ?
આપણું પ્રતિક્રમણ છે તે અતિક્રમણ ઉપરનું પ્રતિક્રમણ છે. ક્રમણ માટે નથી. આપણે સામાના શુદ્ધાત્માને ફોન કરીએ તે એમને તરત પહોંચી જાય અને એનો શુદ્ધાત્માય તમારો ફોન પુદ્ગલને ધકેલે. પ્રતિક્રમણ માણસો સાથે કરવાનાં હોય, જડ સાથે નહીં.
પ્રશ્નકર્તા : તમે શુદ્ધાત્મા છો, એટલે તમારે પ્રતિક્રમણ નહીં કરવાનું. જેણે અતિક્રમણ કર્યું એ પણ શુદ્ધાત્મા પર નથી કર્યું, એ સામાના પુદ્ગલ માટે થાય છે. તો પ્રતિક્રમણની માફી જે માગીએ આપણે, એ સામાના શુદ્ધાત્માની માફી માગવાની કે એના પુદ્ગલની
માફી માગવાની ?
દાદાશ્રી : શુદ્ધાત્માની માફી માંગવાની. તે માફી માગનાર કોણ પાછો ? પુદ્ગલ. અને તે સામાના શુદ્ધાત્માની પાસે માફી માગવાની છે. હે શુદ્ધાત્મા ભગવાન ! તમારી સાક્ષીએ માફી માગું છું. પ્રતિક્રમણ પણ પુદ્ગલતું
પ્રશ્નકર્તા : આપણે જે પ્રતિક્રમણ કરીએ છીએ એ પુદ્ગલનું કરીએ છીએ કે કોનું કરીએ છીએ ?
દાદાશ્રી : પુદ્ગલનું જ, બીજા કોનું ?
પ્રશ્નકર્તા : પુદ્ગલનું ને ! તો એવી રીતે આપણા પુદ્ગલનું પણ પ્રતિક્રમણ થઈ શકે કે નહીં ?
દાદાશ્રી : આપણા જ પુદ્ગલનું કરવાનું. સામાના પુદ્ગલનું તો એને નુકસાન થયેલું હોય ત્યારે કરવું પડે, નહીં તો આપણા જ પુદ્ગલનું પ્રતિક્રમણ કરવાનું છે ને ?
પ્રશ્નકર્તા : એ આપણા પુદ્ગલનું પ્રતિક્રમણ કોણ કરે છે ? દાદાશ્રી : એ બધું આપણી પ્રજ્ઞા કરે છે. (પ્રજ્ઞા ચંદુભાઇ પાસે
કરાવે છે.)