________________
(૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ
૪૫૭
૪૫૮
પ્રતિક્રમણ
“મારું નથી' એ કોને થાય ? પ્રશ્નકર્તા : દાદા, એમ થાય કે આ મારું નથી તો પણ ત્યાં પકડાઈ જાય.
દાદાશ્રી : તેનો વાંધો નહીં. તે કોણ પકડાયા ?
પ્રશ્નકર્તા : આપણે જાણીએ છીએ કે આ વસ્તુ ખોટી છે, નહીં કરવી જોઈએ તો પણ થઈ જાય.
દાદાશ્રી : ચંદુભાઈને થઈ કહેવાયને પણ ! આપણે ક્યાં કરીએ છીએ ?
પ્રશ્નકર્તા : ત્યારે આપણને એમ થાય કે આ નાલાયકી ‘ચંદુભાઈમાં કેટલી ભરી છે ?
- દાદાશ્રી : ના, ના, ‘ચંદુભાઈ પકડાઈ જાય. કારણ કે ‘ચંદુભાઈએ કર્યું છે એટલે પકડાઈ જાય. એટલે બળજબરી કરીને પ્રતિક્રમણ કરો કહે. અતિક્રમણ કેમ કર્યું ? માટે પ્રતિક્રમણ કરો. ચંદુભાઈ પકડાઈ જાય, ‘તમે તો ના પકડાઓ ને ?
- તમારે તો પાડોશી તરીકે ચંદુભાઈને એમ કહેવું, કે “આવા દોષ કરીને તમે શું છૂટા થવાના ? ‘તમારે' અમારાથી છૂટા થવાનું છે અને ‘તમારે ચોખ્ખા થવાનું છે. માટે તમે છે તે પ્રતિક્રમણ કરો.” અતિક્રમણ થાય તો પ્રતિક્રમણ કરવાનું, સારા-સારાનું પ્રતિક્રમણ કરવાનું નહીં.
એનાથી છૂટું પડતું જાય પ્રશ્નકર્તા : અમુક જે પકડો પકડાયેલી હોય તે આપણે જાણીએ કે એ ખોટી છે, આવું ના હોવું જોઈએ. ઇચ્છા ના હોય છતાં પણ એ પકડ પકડાઈ જાય. પછી પસ્તાવો થાય, પ્રતિક્રમણ થાય પણ તે પકડો કેમ છૂટતી નથી ?
દાદાશ્રી : એ આપણે છોડીએ છીએ ને છૂટી જઈએ છીએ. જો પ્રતિક્રમણ કરીએ તો છૂટી જાય. એનાં પ્રતિક્રમણ કરીએ તેમ તેમ
વેગળી થાય. જેટલાં પ્રતિક્રમણ કરીએ એટલી વેગળી થતી જાય.
પ્રશ્નકર્તા : પછી દાદાના ફોટા પાસે આવીને રડુંય ખરી.
દાદાશ્રી : હા, પણ જેટલાં પ્રતિક્રમણ કરીએ એટલું છૂટું. એક પ્રતિક્રમણ થયું ને ધક્કો માર્યો. બીજું પ્રતિક્રમણ કર્યું ને ધક્કો માર્યો. એમ જેમ છેટું થઈ જાય તેમ ઓછું થતું જાય. આ બેન હવે ત્રણ મહિનામાં એક વખત જ ઘરમાં ભાંજગડ કરે છે. પહેલાં રોજ બે-ચાર વાર કરતી હતી એટલે નેવું દિવસમાં ત્રણસો સાઈઠ વાર કરતી હતી. તેને બદલે એક જ વાર કરે છે. એવું તમારેય થઈ જશે. આની જેમ બીજી એક બેન પણ રોજ ઘરમાં વઢવઢા કરે. ઊંધું-ઊંધું બોલ્યા કરે. એને આ પ્રતિક્રમણ કરવાથી જ એનું છૂટું થવા માંડ્યું. એ રોજ પ્રતિક્રમણ કરે છે.
પ્રશ્નકર્તા : આ સંસારની એક પણ ચીજ ભોગવવી નથી એવો નિશ્ચય છે, પણ જ્યારે અંદરથી અમુક એવી ઇચ્છા નીકળે છે તો એ પ્રમાણે વર્તાઈ જવાય છે, તો શું કરવું ?
દાદાશ્રી : તો એનું પ્રતિક્રમણ કરવું. માફી માંગવી કે નવી ઇચ્છાઓ ન હોવા છતાં આ ગુનો કર્યો તે બદલ ક્ષમા માગું છું. ફરી ન કરું, માટે માફ કરજો.
પ્રતિક્રમણ એ છે પૌદ્ગલિક પણ પુરુષાર્થ પ્રશ્નકર્તા : પ્રતિક્રમણને પૌલિક કહ્યું તો તે ‘વ્યવસ્થિત'ને આધીન થયું ને ?
દાદાશ્રી : ના. પ્રતિક્રમણ એ આત્મા નથી, એ પૌલિક છે. પણ એ પુરુષાર્થ છે, જાગૃતિને આધીન છે. જાગૃતિ એ જ પુરુષાર્થ છે. જાગૃતિ રહી પછી કરવું ના પડે, થયા કરે.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણમાં એવું કરું છું કે અનંતા ભવોનાં પુદ્ગલનાં પર્યાયો કર્યા હોય, અંતરાય કર્યા હોય, તેનું પ્રતિક્રમણ કરું છું.