________________
(૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ
૪૫૧
૪૫૨
પ્રતિક્રમણ
દાદાશ્રી : આ ક્રમિક માર્ગ એવો છે કે આત્મા પ્રાપ્ત કર્યા પછી પ્રતિક્રમણ ના હોય. એ પ્રતિક્રમણ કરે તો આત્મા ખોઈ નાખે.
પ્રશ્નકર્તા : પણ દાદા, અમે જે પ્રતિક્રમણ કરીએ છીએ તે આપની આજ્ઞા પ્રમાણે છૂટા રહીને કરીએ છીએ ?
દાદાશ્રી : હા, ‘ચંદુભાઈ’ કરે છે. જેણે ભૂલ કરી છે, જેણે અતિક્રમણ કર્યું છે, તે પ્રતિક્રમણ કરે છે.
ક્રમિક માર્ગમાં આત્મા પ્રાપ્ત થયા પછી પ્રતિક્રમણ ના હોય. પ્રતિક્રમણ ‘પોઈઝન’ ગણાય છે. આપણે અહીંય પ્રતિક્રમણ હોતું નથી. આપણે પ્રતિક્રમણ “ચંદુભાઈ પાસે કરાવીએ છીએ. કારણ કે આ તો અક્રમ, અહીં તો બધો જ માલ ભરેલો. શું નો શું માલ ભરેલો, એ પહોંચી જ કેવી રીતે શકે ? અને લોકોને મહીં શંકા રહે કે આ કઈ જાતનું? આ બધા મેડ (ગાંડા) માણસો, મોક્ષનો સત્સંગ શી રીતે કરે તે ? એટલે જગત આખું વીંટી કાઢેલું કે મેડને અધિકાર જ નથી, મોક્ષનો સત્સંગ કરવાનો ? શુભાશુભનો સત્સંગ કરવાનો અધિકાર. ત્યારે મારે કહેવું પડે છે કે મેં જે જ્ઞાનની શોધખોળ કરી છે, તે બિલકુલ ઊંચી જાતની શોધખોળ કરી છે.
ક્રમિક માર્ગમાં પ્રતિક્ષ્મણ પ્રશ્નકર્તા : એ ક્રમિક માર્ગમાં પ્રતિક્રમણ હોય ?
દાદાશ્રી : ક્રમિકમાં પ્રતિક્રમણ છે પણ ક્રમિકમાં આ ગ્રેડમાં પ્રતિક્રમણ હોય નહીં. આત્મા પ્રાપ્ત થયા પછી ક્રમિક માર્ગમાં પ્રતિક્રમણ એ ‘પોઈઝન' જેવું છે. કારણ કે ક્રમિકમાં અતિક્રમણ કરે જ નહીં, એ ઊંચે દરજજે આવેલો માણસ અતિક્રમણ કરે જ નહીં. તો પછી પ્રતિક્રમણ શાનાં હોય ? એ ક્રમણવાળા હોય અને સેકડે બે-પાંચ ટકા જેટલું અતિક્રમણ થાય. તે તો પાછું એને ફળ મળવાનું. બાકી એ અતિક્રમણ કરે જ નહીં.
અને આપણને તો અહીં આગળ ઓચિંતું જ જ્ઞાન મળ્યું ને
એટલે જેવો માલ ભર્યો તે નીકળે, તેનું બધું પ્રતિક્રમણ કરવું પડે.
ક્રમિક માર્ગમાં શુદ્ધાત્મા અનુભવ થયા પછી પ્રતિક્રમણ કરવાનાં હોતાં નથી. અને આપણો આ અક્રમ માર્ગ ખરોને, એટલે માલ બધો જથ્થાબંધ ભરેલો ને આપણે શુદ્ધાત્મા થઈ ગયા. એટલે આપણે આ માલ ખાલી થવાનો, તે પ્રતિક્રમણ કરે તો ધોવાઈ જાય. પણ પ્રતિક્રમણ આપણે જાતે કરવાનું નહીં. આપણે શુદ્ધાત્મા થયા એટલે આપણે ચંદુભાઈને કહેવાનું કે ભઈ, તમે આ બગાડ્યું છે, માટે તમે સુધારો. આ પ્રતિક્રમણથી લોકો જોડે વેરભાવ બંધ થઈ જાય. તમારે આ ભાઈ જોડે કંઈ ભાંજગડ હોય, એ ભાઈ કંઈ ઊંધું-છતું બોલી ગયા હોય તો તમને મનમાં દુઃખ થયું હોય, ને તેથી તમારા વિચારો એને માટે બગડ્યા હોય, ખરાબ ધ્યાન થયું હોય તો તમારે એના શુદ્ધાત્માને યાદ કરીને પ્રતિક્રમણ કરવાનું. એને નહીં, એના શુદ્ધાત્મા જોડે સીધું પ્રતિક્રમણ કરવાનું અને એ દોષથી મુક્ત થવાનું. ફરી નહીં કરું એવું પ્રત્યાખ્યાન કરવાનું એટલે એ દોષ ધોવાઈ જાય.
શુકલધ્યાત પછી પ્રતિક્રમણ એ પોઈઝન અને પ્રતિક્રમણ કરવાનું ના કહું તો ચાલે નહીં.
તમે કહો છો એ વાત તદન સાચી છે, કે પ્રતિક્રમણ એ ‘પોઈઝન' ગણાય છે. પ્રતિક્રમણ જો શુક્લધ્યાન થયા પછી જાતે કરે તો તો પછી શુક્લધ્યાન કહેવાય જ નહીં. પણ આ પ્રતિક્રમણ જાતે નથી કરવાનું. આ પ્રતિક્રમણ તમે કોની પાસે કરાવડાવો છો ?
પ્રશ્નકર્તા: ‘ચંદુભાઈ પાસે કરાવડાવવાનું. પણ ચંદુભાઈને કહેનારો કોણ છે ?
દાદાશ્રી : આ મહીં જે પ્રજ્ઞાશક્તિ છે તે પ્રજ્ઞાની શક્તિ જ કામ કર્યા કરે છે.
પ્રશ્નકર્તા : જે સ્વાભાવિક રીતે જઈ રહ્યું છે તેને પાછો મુકામ આપે છે.