________________
(૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ
‘ડિસ્ચાર્જ’ ભાવે કોઈને ક્લેઈમ (આક્ષેપ) અપાઈ જાય તો તેનું પ્રતિક્રમણ કરી લેવું !
૪૪૫
પ્રશ્નકર્તા : જેને ક્લેઈમ મળ્યો તેણે પણ પ્રતિક્રમણ કરવું ? દાદાશ્રી : હા, તેણે પણ કરવું કે મારા ક્યા દોષના ભોગે આ આવ્યું ! પણ ક્લેઈમ આપનાર વધારે ગુનેગાર છે.
પ્રશ્નકર્તા : ‘ડિસ્ચાર્જ'માં તન્મયાકાર થાય તો પાછા બીજા ભાવો પડેને ?
દાદાશ્રી : હા, બધું જોખમ ખરુંને ! પ્રતિક્રમણ કરે એટલે ચોખ્ખું થઈ જાય. પ્રતિક્રમણ કરે એય પરભાવ. એનાથી પુણ્ય બંધાય, એ સ્વભાવ નહીં. પુણ્ય બંધાય, પાપ બંધાય, એ બધું પરભાવ છે. સમભાવે નિકાલ થઈ ગયો એટલું ઓછું થયું.
જ્ઞાત પછી ‘જોયા' કરવું
પ્રશ્નકર્તા : આ જ્ઞાન લીધું હોય અને કોઈને ગાળ ભાંડી, પછી આપણને થાય કે આને બે આપવી છે. હવે પછી આપીએ ખરી. પાછા ‘આપણે’ જોઈએ કે આ ચંદુભાઈને આ આપવાનું મન થયું, પાછી આપી અને તેય પાછા ચંદુભાઈને આપણે જોઈએ. તો એ શું કહેવાય ?
એ ‘ચાર્જ’ કહેવાય ?
દાદાશ્રી : આ બધું બની ગયું એને તું જોયા કરું ? પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : બસ તો છૂટ્યું. તારે લેવાદેવા નહીં.
પ્રશ્નકર્તા : કોઈએ આપણને ગાળ આપી ત્યારે આપણને એમ થાય કે આપવી ના જોઈએ. પણ ચંદુભાઈ એમ કહેતા હોય કે ના, આપવી જ જોઈએ. અને પછી ચંદુભાઈ જઈને આપી આવે. તોય મહીં એમ થતું હોય કે આ ખોટું કર્યું છે, અને આપણે એમ જોતા હોઈએ પણ ચંદુભાઈને રોકી ના શકીએ.
પ્રતિક્રમણ
દાદાશ્રી : તેનો વાંધો નહીં. તારે જવાબદારી નહીં. ચંદુભાઈને જવાબદારી ખરી. તે પેલો માણસ ચંદુભાઈને ટૈડકાવે કે કેવા નાલાયક છો ને શું બોલ બોલ કરો છો ? અગર તો ધોલ મારી દે. જે જોખમદાર છે એને માર ખાવો પડે.
૪૪૬
પ્રશ્નકર્તા : એટલે એ ‘ચાર્જ' કર્યું કહેવાય ?
દાદાશ્રી : ના, પણ પ્રતિક્રમણ કરવું જોઈએ. ‘આપણે’ પ્રતિક્રમણ નહીં કરવાનું, એ ચંદુભાઈ કરે. આપણે કહીએ કે ‘અતિક્રમણ’ કેમ કર્યું ? માટે પ્રતિક્રમણ કરો.
પ્રશ્નકર્તા : પણ ધારો કે ચંદુભાઈએ પ્રતિક્રમણ ના કર્યું તો ? દાદાશ્રી : તો એ ચાલી શકે.
પ્રશ્નકર્તા ઃ તો એ ‘ચાર્જ’ થયું ને ?
દાદાશ્રી : ના, ‘ચાર્જ' તો થાય નહીં. પ્રશ્નકર્તા ઃ પ્રતિક્રમણ કરવું જોઈએ.
દાદાશ્રી : કરે તો ચોખ્ખી થઈ ગઈ બધી ફાઈલ. જ્ઞાને કરીને ચોખ્ખી કરીને મૂકી દીધી. જેટલાં કપડાં ધોઈએને, એટલાં ચોખ્ખાં કરીને મૂકી દેવાં. પછી ઈસ્ત્રીમાં જાય એની મેળે.
ચાર્જ ક્યારે થાય ?
પ્રશ્નકર્તા : જ્ઞાન મળ્યા પછી કર્મ ‘ચાર્જ’ થાય છે કે નહીં ? દાદાશ્રી : ‘ચાર્જ’ થાય જ કેમ કરીને ? ‘ચાર્જ’ ક્યારે થાય ? ‘વ્યવસ્થિત’ કર્તા છે, તેનો તને વિશ્વાસ બેઠો છે ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : અને ચંદુભાઈ કર્તા નથી એ તને વિશ્વાસ બેઠો છે ? પ્રશ્નકર્તા : હા.