________________
(૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ
૪૪૩
પ્રતિક્રમણ
સ્વપ્ત હંમેશાં ગલત પ્રશ્નકર્તા : વિષયની બાબતમાં સ્વપ્નાં આવે તો અસર રહે છે. દાદાશ્રી : તે તો એમાં પ્રતિક્રમણ થાય ને ? પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ તો થાય.
દાદાશ્રી : તે તો ઊલટું સારું. પ્રતિક્રમણ થાય એટલે ફાયદાકારક. એનો વાંધો નહીં. અને પ્રતિક્રમણ તો કરવો જ જોઈએ. પેલું ‘લેટ ગો’ થાય તો એમાં એમનું કાચું રહી ગયું. અને આ તો પ્રતિક્રમણ કરીને એનું મૂળિયું કાઢી નાખે, એ તો સારું. અને ત્યાં તો પાછળથી કહી દોને, કે આ ખોટું થયું. ‘ખોટું થયું' એવું હોય તેના માટે સારું.
સ્વપ્ન એટલે શું ? ગલન ! પૂરણ નહીં. બિલકુલેય પૂરણ નહીં, એનું નામ સ્વપ્ન. અને જાગૃત સ્થિતિમાં અહંકાર હોવાથી ગલન અને પૂરણ બન્ને થાય. બાકી સ્વપ્ન એ ગલન એકલું જ છે. ‘ડિસ્ચાર્જ એટલે ગલન. અને ‘ડિસ્ચાર્જની ચિંતા કોઈએ કરવી નહીં. હા, ‘ડિસ્ચાર્જ ન થાય એની કાળજી રાખવી, પણ ‘ડિસ્ચાર્જ થઈ જાય એની ચિંતા કરવી નહીં. બની ગયું એની ચિંતા છોડી દો. ભવિષ્યમાં ન બને એની કાળજી રાખવી.
અતુપયાકિ વ્યવહારમાં કર્મબંધ ક્યાં ? પ્રશ્નકર્તા : આ ‘જ્ઞાન’ લીધા પછી આપે વ્યવહારને નિકાલી કહ્યો છે. એ વાત બરાબર છે પણ એમાં ક્યાંક અનુપચારિક વ્યવહાર હોય છે. તો ત્યાં આગળ ‘ચાર્જિંગ’નું ભયસ્થાન ક્યાં ?
દાદાશ્રી : ‘ચાર્જ થઈ જાય એવાં ભયસ્થાનો હોતાં જ નથી. પણ શંકા પડે ત્યાં આગળ ‘ચાર્જ’ થઈ જશે. શંકા પડે એટલે એ ભયસ્થાન ચાજિંગવાળું' માનવું. શંકા એટલે, કેવી શંકા ? કે ઊંઘ ના આવે એવી શંકા. નાની અમથી શંકા પડી અને બંધ થઈ જાય એવી નહીં. કારણ કે જે શંકા પડી એ પછી ભૂલી જઈએ, એ શંકાની કિંમત જ નથી.
પ્રશ્નકર્તા : તો પછી બિન્દાસ રહેવાનું ? નીડર ને બેફામ રહેવાનું ?
દાદાશ્રી : ના, બેફામ રહે તો માર પડશે. બેફામ થાયને, નિફિકરો થાય તો માર પડી જાય. આ દેવતામાં કેમ હાથ નથી ઘાલતા ?
પ્રશ્નકર્તા : તો પછી ત્યાં ઔપચારિક ‘એક્શન' કયું લેવું જોઈએ ?
દાદાશ્રી : બીજું શું ‘એક્શનમાં લેશો ? ત્યાં પસ્તાવો ને પ્રતિક્રમણ એકલું જ “એક્શન’ છે.
મહાત્માઓતે કર્મ ચાર્જ ક્યાં થાય ? પ્રશ્નકર્તા : ખાસ મુદો જ આ સમજવો હતો કે મહાત્માઓને ચાર્જ થાય કે નહીં ?
દાદાશ્રી : તમને ‘ચાર્જ' ના થાય, પણ પ્રતિક્રમણ કરવું સારું. પ્રતિક્રમણ કરવાથી અમારી આજ્ઞા પાળી કહેવાય. અતિક્રમણ થયું માટે પ્રતિક્રમણ કરો. “આપણે” તો અતિક્રમણ કરતા નથી. આપણને પસંદેય નથી. ઇચ્છા જ નહીં ને ?
પ્રશ્નકર્તા : ના, બિલકુલ ઇચ્છા જ ના હોય.
મહાત્માઓના દરેક કર્મ ‘ડિસ્ચાર્જ હોય તો પ્રતિક્રમણ કરવાની જરૂર ?
દાદાશ્રી : ‘ડિસ્ચાર્જ’ છે એટલે પ્રતિક્રમણ કરવાની જરૂર નહીં, પણ અતિક્રમણ થયું હોય તો જ પ્રતિક્રમણ કરીએ. ખાય-પીએ એનું કંઈ પ્રતિક્રમણ કરવાનું નહીં. હું તમને એમ કંઈ પૂછ પૂછ કરું છું કે ‘તમે કેરીઓ ખાધી કે ના ખાધી ? તેં ભજિયાં કેમ ખાધાં હતા ? તું હોટેલમાં કેમ ગયો હતો ?” એવું હું પૂછું છું કંઈ ? આમ તેમ કંઈ પૂછ્યું મેં ? ના. કારણ કે એ હું જાણું છું કે એ બધું ‘ડિસ્ચાર્જ' છે !