________________
(૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ
૪૪૧
૪૪૨
પ્રતિક્રમણ
ફરી છટકી જાય પાછું, ચાર્જ થયા વગરનું એટલે પ્રતિક્રમણથી હલકા કરી કરી પછી નિકાલ થયા કરશે.
પ્રશ્નકર્તા : તમે કહો છો કે અતિક્રમણ ન્યૂટ્રલ છે, તો પછી પ્રતિક્રમણ કરવાનું જ ક્યાં રહ્યું ?
દાદાશ્રી : અતિક્રમણ ન્યૂટ્રલ જ છે, પણ તેમાં તન્મયાકાર થાય છે એટલે બીજ પડે છે. પણ અતિક્રમણમાં તન્મયાકાર ના થાય તો બીજ પડતું નથી. અતિક્રમણ કશું જ કરી શકે નહીં. અને પ્રતિક્રમણ તો આપણે તન્મયાકાર ના થઈએ તોય પણ કરે. ચંદુભાઈ તન્મયાકાર થઈ ગયા, તેનેય તમે જાણો ને નથી થયા તેનેય તમે જાણો. તમે તન્મયાકાર થતા જ નથી. તન્મયાકાર મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર થાય છે, તેને તમે જાણો છો. તન્મયાકાર ચંદુભાઈ થાય છે, તમે તો જાણનાર એ.
એનું પ્રતિક્રમણ કરી શકાય ?
દાદાશ્રી : કરાય ને. આપણને ગમે ત્યારે લક્ષમાં આવે ત્યારે પ્રતિક્રમણ કરી શકાય. કારણ કે આપણે જ હતા.
પ્રશ્નકર્તા : એનાથી પછી ચોખ્ખું થઈ જાય ખરું ?
દાદાશ્રી : હા, ગુનેગાર ગમે ત્યારે કબુલાત કરેને તો, અહીં કોર્ટના કાયદા જુદા છે અને અહીં આગળ ગમે ત્યારે કબૂલાત કરાય.
પ્રશ્નકર્તા : સ્વપ્નામાં જે કર્મ થાય, એનાં પ્રતિક્રમણ ક્યારે કરવાનાં ? જાગ્યા પછી કરવાનાં ?
પ્રશ્નકર્તા : તન્મયાકાર ચંદુભાઈ થયા તો ચંદુભાઈને પ્રતિક્રમણ કરવાનું કહેવું પડે ને ? દાદાશ્રી : હા, ચંદુભાઈને કહેવાનું.
સ્વપ્નામાં પણ પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : સ્વપ્નામાં પ્રતિક્રમણ થઈ શકે ?
દાદાશ્રી : હા. જાગ્યા પછી ખબર પડે, યાદ રહે તો કરવાનાં. સ્વપ્નમાં કોઈને ઢેખાળો મારી આવ્યા, એટલે આપણો હિંસક ભાવ તો હતો જ, એ વાત નક્કી છે ને ? સામાને વાગ્યું, ના વાગ્યું એ જુદી વાત છે. એટલે પ્રતિક્રમણ તો કરવું. સ્વપ્નામાંય રીસ ચઢે. કાકો દીઠો ને રીસ ચઢે !
પ્રશ્નકર્તા : ઘણીવાર સ્વપ્નામાં કંઈ ભૂલ થાય તો એનું સ્વપ્નામાં જ પ્રતિક્રમણ થઈ જાય છે.
દાદાશ્રી : હા, થઈ જાય.
પ્રશ્નકર્તા : પણ દાદા, ઘણીવાર સ્વપ્નામાં પ્રતિક્રમણ નથી થતું, પણ જ્યારે સવારે હું જાણું છું, ત્યારે મને ખ્યાલ આવે કે મેં પ્રતિક્રમણ ના કર્યું તો તેનું પ્રતિક્રમણ સવારે કરી નાખવાનું ?
દાદાશ્રી : હા, કરી નાખવાનું. પ્રતિક્રમણ ‘એની ટાઈમ' (કોઈપણ સમયે) કરી શકે. અને તે પ્રતિક્રમણ તો તારા ધણી જોડે ભાંજગડ થઈ હોય તો આપણે એના શુદ્ધાત્માની સાક્ષીએ ક્ષમા માગું છું, એવું કંઈ બોલો તોય ચાલે. તું એની જોડે ગુસ્સે થઈ ગઈ, તો એ શુદ્ધાત્માની સાક્ષીએ ક્ષમા માગું છું. આ તો ટેકનિકલી શબ્દ છે પણ સાદું બોલે તોય ચાલે. જે તે રસ્તે કપડું ધોવાનું છે.
દાદાશ્રી : હા, બહુ સારાં થઈ શકે. સ્વપ્નામાં પ્રતિક્રમણ થાય, એ અત્યારે થાય છે ને તેના કરતાં સારાં થાય. અત્યારે તો આપણે હુડ હુડ કરી નાખીએ. સ્વપ્નામાં જે કામ થાયને એ બધું આખું પદ્ધતિસર હોય. સ્વપ્નામાં ‘દાદા' દેખાય તે એવા ‘દાદા’ તો આપણે જોયા જ ના હોય એવા દાદા દેખાય. જાગૃતિમાં એવા દાદા ના દેખાય, સ્વપ્નામાં બહુ સારા દેખાય. કારણ કે સ્વનું એ સહજ અવસ્થા છે અને આ જાગૃત એ અસહજ અવસ્થા છે.
પ્રશ્નકર્તા : સ્વપ્નામાં પાપ કર્યું હોયને, તો જાગૃત અવસ્થામાં