________________
(૨૪) જીવનભરના વહેણમાં, તણાતાને તારે જ્ઞાન
દાદાશ્રી : નહીં, પહેરો, હરો, ફરો, બધું કરો. જલદી પૂરો કરવાનું ના કહેવાય. બધું બહુ કામ છે હજુ આપણે તો. આ દેહને સાચવવાનો. આવું ક્યાં બોલ્યાં ?
પ્રશ્નકર્તા : તમે વીસ દિવસ હતાં, તોય એકે જગ્યાએ અવાયું
નહીં.
૪૩૯
દાદાશ્રી : તેથી કરીને દેહ પૂરો કરી નાખવાનો હોય ? પ્રશ્નકર્તા : પણ એ કાચું કેટલું પડે છે ?
દાદાશ્રી : આ દેહનો તો ઉપકાર એટલો બધો કે, ગમે તે દવા કરવી પડે તે કરવી. આ દેહે તો દાદા ભગવાન' આપણને ઓળખાયા. અનંત દેહ ખોયા બધા, નકામા ગયા. દેહે (જ્ઞાની) ઓળખ્યા માટે આ દેહ મિત્ર સમાન થઈ પડ્યો. અને આ સેકન્ડ (બીજો) મિત્ર તે હવે દેહને સાચવ સાચવ કરવાનો. એટલે આજે પ્રતિક્રમણ કરજો. દેહ વહેલો જતો રહેશે. એમ કહ્યું તેની માફી માગું છું.’
પ્રશ્નકર્તા : હા, દાદા.
દાદાશ્રી : આપણે સિનેમામાં બેઠા હોય અને (અધવચ્ચે) ફિલ્મ બંધ થઈ ગઈ તો શું કરવાનું ?
܀ ܀ ܀ ܀ ܀
[૨૫]
પ્રતિક્રમણોતી સૈદ્ધાંતિક સમજણ
પરભાવમાં તન્મયાકાર
પ્રશ્નકર્તા : વ્યવહારમાં જો અતિક્રમણ થઈ જાય, તો તુરત પ્રતિક્રમણ કરી નાખવાનું આપે સૂચન કર્યું છે, પણ જો નિજસ્વભાવમાંથી પરભાવ કે પરદ્રવ્યમાં ખેંચાઈ જવાય કે તેમાં તન્મયાકાર થઈ જવાય તો શું કરવું ? પરભાવમાં તન્મયાકાર થવું એ શુદ્ધાત્માનું અતિક્રમણ કર્યું કહેવાય ?
દાદાશ્રી : આપણે પ્રતિક્રમણ કરવું. પછી શું લખે છે કે નિજસ્વભાવમાંથી પરભાવમાં જવાનું. હવે પરભાવમાં તો કોઈ અમારી આજ્ઞા પાળે તે માણસ પરભાવમાં જઈ શકે નહીં. અને જવું હોય તોય નહીં જવાય. માટે આજ્ઞા પાળવાની શરૂ કરી દો, એટલે પરભાવમાં જવાય જ નહીં. પરદ્રવ્યમાં ખેંચાય જ નહીં. એટલે કોઈ ગભરાશો નહીં. એમાં તન્મયાકાર થાય તો એ પરભાવમાં કે પરદ્રવ્યમાં નથી, જો આજ્ઞા પાળે તો આ નથી અને આ છે નહીં તો આજ્ઞા પાળી શકાય નહીં. એટલું બધું વૈજ્ઞાનિક છે આ તો.
પ્રશ્નકર્તા : તન્મયાકાર થઈ જઈએ એટલે જાગૃતિપૂર્વક પૂરેપૂરો નિકાલ ના થાય. હવે તન્મયાકાર થઈ ગયા પછી ખ્યાલ આવે તો પછી એનું પ્રતિક્રમણ કરીને નિકાલ કરી નાખવાનો રસ્તો ખરો ?
દાદાશ્રી : પ્રતિક્રમણ કરે તો હલકા થઈ જાય. ફરીવાર હલકા થઈને આવે. અને પ્રતિક્રમણ ના કરે તો એનો એ બોજો પાછો આવે.