________________
(૨૪) જીવનભરના વહેણમાં તણાતાને તારે જ્ઞાન
૪૩૩
૪૩૪
પ્રતિક્રમણ
બધા હોય અને એમાં અત્યાર સુધી આપણે ભૂલી ગયા હોઈએ તો ફરી એની યાદ તાજી કરીને શા માટે દુઃખી થવું ?
દાદાશ્રી : એ દુઃખી થવા માટે નથી. જેટલો ચોપડો ચોખ્ખો થયો એટલું ચોખ્ખું થયું. એ છેવટે ચોપડો તો તમારે ચોખ્ખો કરવો પડશે. નવરાશનો વખત કલાક એમાં કાઢો તો શું બગડી જાય ?
પ્રશ્નકર્તા : દોષોનું લીસ્ટ તો બહુ લાંબું બને છે.
દાદાશ્રી : એ લાંબું બને તો એમ માનોને કે આ એક માણસ જોડે સો જાતના દોષ થયા હોય તો ભેગું પ્રતિક્રમણ કરી નાખવું કે આ બધાય દોષોની હું તારી પાસે માફી માગી લઉં છું.
પ્રશ્નકર્તા : આપણે જે જાથું પ્રતિક્રમણ કહીએ છીએ એ જ સામૂહિક પ્રતિક્રમણને ? દાદાશ્રી : હા, એ જ સામૂહિક.
વ્યક્તિગત પ્રતિક્રમણ વ્યક્તિગત પ્રતિક્રમણ કોનું કરવું પડે ? કે જેની જોડે આપણને થતું હોય. સામૂહિકમાં તો આપણે પૂર્વભવનાં કર્મો હોય, બીજાં બધાં કયાં હોય, ઓળખીતા ના હોય, તમને મારાથી કંઈ વાગ્યું હોય, એવું પોતે જાણતો ના હોય, એ બધાનું સામૂહિક પ્રતિક્રમણ કરવાનું. અને હું જાણતો હોઉં કે મારાથી તમને પગ વાગ્યો છે, તો પછી મારે એનું વ્યક્તિગત પ્રતિક્રમણ કરવું પડે. તે તરત જ કરી નાખવું જોઈએ.
જોરદાર અવસ્થાઓ અવરોધે પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : દાદા, હું ઘણીવાર ભૂલ થાય તો આપને યાદ કરી, હે દાદા ભગવાન, મારી ભૂલ છે તેની હું માફી માગું છું.” પછી લાંબુ પ્રતિક્રમણ કરતી નથી.
દાદાશ્રી : માફી માંગે તો કશો વાંધો નહીં પણ ખાસ કરીને પ્રતિક્રમણ કરવું. ના થાય એવું હોય તો માફી માંગવી.
પ્રશ્નકર્તા : ઘણીવાર અવસ્થાઓ એટલી બધી જોરદાર હોય ને તે પ્રતિક્રમણ ના થવા દે. દાદાશ્રી : તેની માફી માંગી લેવી.
બોમ્બાર્ડિગ, અતિક્રમણોની પ્રશ્નકર્તા : એક કલાકની અંદર પાંચ-પચ્ચીસ અતિક્રમણ થઈ જાય.
દાદાશ્રી : તો એનાં પ્રતિક્રમણ ભેગાં કરીને થાય. સામટાં થાય એટલે પ્રતિક્રમણ સામટાં કરું છું, એમ કહીએ.
પ્રશ્નકર્તા : એ સામટાં પ્રતિક્રમણ કેવી રીતે કરવો ?
દાદાશ્રી : આ બધા બહુ અતિક્રમણ થયાં છે તેનું સામટાં પ્રતિક્રમણ કરું છું. જે વિષય પર અતિક્રમણ થયાં હોય તે વિષય બોલવો કે આ વિષય પર, આ વિષય પર સામટાં પ્રતિક્રમણ કરું છું એટલે ઉકેલ આવી ગયો. અને છતાં બાકી રહે એ ધોઈ આપીશું અમે. પણ એને લીધે બેસી ના રહેવું. બેસી રહીએ તો બધું આખુંય મહીં રહી જાય. ગૂંચવાડામાં પડવાની જરૂર નથી.
એક ભાઈ મને કહે, ‘દાદા, એક દહાડામાં મને બે-બે હજાર પ્રતિક્રમણ કરવા પડે છે. તે મારે શું કરવું ? હું થાકી જાઉં છું.’ એટલે એને અમે ભેગાં પ્રતિક્રમણ કરવાનું કહ્યું. બે-બે હજાર પ્રતિક્રમણ માણસ શી રીતે કરી શકે ? બે-બે હજાર વખત બોલવું ન કરવું, શી રીતે કરી શકે ? હવે જેટલા દોષ દેખાય તે જતા રહે પાછા ને પાછા બીજા આવે. જેટલા દોષ દેખાયા એ મુક્ત થઈને ગયા. ત્યારે કોઈ કહે કે “એવો ને એવો દોષ ફરી દેખાયો છે.' ત્યારે કહીએ કે એના એ જ દોષ ફરી ના આવે. પણ આ ડુંગળીનાં પડ હોય છેને, એક કાઢીએ એટલે પાછું બીજું આવીને ઊભું રહે, તેમ આ દોષ ડુંગળીના પડવાળા હોય છે. એકની એક વસ્તુનું આપણે એક પડ કાઢીએ ત્યારે બીજું પડ ઊભું રહે એટલે એનું એ જ પડ ના હોય, એ તો ગયું જ. આ ત્રીસ પડ હતાં તેનાં ઓગણત્રીસ